________________
તા. ૨૯-૪-૩૪
૩૪
શ્રી સિદ્ધચક તો આ ફેરામાંથી બચવાનો વખત જ આવે નહિ. તો પછી એનાથી બચાય કેવી રીતે ? એકજ માર્ગ કે જે સંયોગના લીધે જે કાર્ય બનતું હોય તે સંયોગોને દૂર ખસેડવા, એટલે કાર્ય આપોઆપ બનતું અટકી જશે. અનાદિકાળથી આપણા આત્માની માફક બીજા દરેકનો આત્મા જન્મ કર્મની અરઘટ્ટમાળામાં ફર્યા કરતો હતો. એ ફેરામાંથી બચવા માટે બીજાઓએ શું કર્યું? પહેલાં જન્મની સાથે કર્મના કારણો વળગે છે. જન્મની સાથે કર્મના જે કારણો વળગે છે તે મિથ્યાત્વ-અવિરતિ પ્રમાદ કષાય અને યોગ છે. કર્મનું બંધન જન્મથી થાય છે પરતુ જો એ આ મિથ્યાત્વાદિની જોડે ન મળે તો-એટલેકે-કર્મની સાથે મિથ્યાત્વ આદિનો સહકાર ન હોય તો-એજ કર્મો આપો આપ નબળા પડે. મિથ્યાત્વ આદિની શક્તિ તોડો એટલે તેજ વખતથી તમે એ વાતનો નિશ્ચય કરી લ્યો છો કે પહેલાં કરતાં ૭૦મા ભાગ જેટલો પણ બંધ હવે પછી નહિ બાંધો. વળી મિથ્યાત્વ આદિની શક્તિ તોડતી વખતેજ સમ્યકત્વની પણ પ્રાપ્તિ થઈ સમજવી, ગ્રંથિભેદ કર્યા પછી (સમ્યકત્વની પ્રાપ્તિ કર્યા પછી) અંતઃસાગરોપમ કોટાકોટીથી અધિક બંધ, કોઇપણ કર્મનો થતો જ નથી. કેવળ મિથ્યાત્વના અસ્તિત્વની મોકાણના કારણે જ ૭૦ સાગરોપમ જેટલા બંધને અવકાશ હતો. હવે એ ખસ્યું એટલે એટલો લાંબો બંધ પણ ખસ્યો.
એક મનુષ્ય અઢાર પાપસ્થાનકમાંથી મિથ્યાત્વ સિવાયના બીજા સત્તરનો ત્યાગ કરે અને માત્ર એક મિથ્યાત્વને જ રાખે છતાં એ કેવળ એક માત્ર પાપસ્થાનક રૂપ ગણાત એ મિથ્યાત્વના કારણે જે ૭૦ કોડાકોડી સાગરોપમનો બંધ બંધાઈ જતો જ્યારે બીજી તરફ મિથ્યાત્વ સિવાયના બીજા સત્તરે પાપસ્થાનકને સેવવા છતાં અને જન્મ તથા પ્રવૃત્તિ પણ એની એજ હોવા છતાં પણ માત્ર મિથ્યાત્વ એકલાના જ અભાવે એક કોડાકોડી સાગરોપમની અંદર અંદરનો જ બંધ થઈ શકે.
એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે મિથ્યાત્વ એક વખત દૂર થયા પછી અને સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી ગમે તે કારણ મળે છતાં એમાં પરિવર્તન થતું નથી. જેમકે - સોનું ખાણમાંથી બહાર નીકળ્યું, એને શુદ્ધ કરવામાં આવ્યું, એની લગડી પણ બનાવી લીધી. પછી કોઈ સંયોગના પ્રાબલ્યના કારણે કદાચ પાછું ખાણમાં ચાલ્યું જાય, માટીમાં મળી જાય છતાં પણ ખાણમાંથી બહાર નીકળ્યા પહેલાં ખાણમાં જે સંયોગ હતો તે તો ફરીથી નહિ જ થવાનો. મોતી એક વખત વિંધાયું તે વિંધાયું. પછી કદાચ ફરી દરિયામાં પડે તો પણ એનું વિંધ તો કાયમ જ રહેવાનું એમજ કોઈપણ જન્મમાં શુભસંયોગોના જોરે કરી મિથ્યાત્વ હઠાવ્યું તે હઠાવ્યું જ. પછી ભલેને એ મિથ્યાત્વનો નાશ કરનાર જીવ નિગોદમાં જાય, તો ત્યાં પણ એ વિચિત્રતા (સમ્યકત્વજન્ય નવાપણું) તો કાયમ જ રહેવાની.