________________
ર૪૫
તા. ૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર કહેવાય, અર્થાત્ તેની સદ્ભાવ સ્થાપના હોઇ શકે જ નહિ એમ માનવું વ્યાજબી નથી, પરંતુ તે જ્ઞાનપંચક આદિ ગુણરૂપ છતાં તેવાળાથી તે કથંચિત્ અભિન્ન હોઈ તે જ્ઞાનપંચકથી અભિન્ન એવો સાધુ આદિનો આત્મા પણ શરીરથી કથંચિતું અભિન્ન છે, માટે તે સાધુ આદિના શરીરનો જે આકાર છે તે વાસ્તવિક રીતે જ્ઞાનપંચકનો આકારજ છે, અને તેના આકાર પ્રમાણે આકારવાળી જે સ્થાપના કરવામાં આવે તે સદ્ભાવ સ્થાપનાજ કહેવાય, કોઈપણ પ્રકારે તે સાધુઆદિના આકારવાળી સ્થાપનાને અસદ્ભાવ સ્થાપના કહી શકાયજ નહિ. સ્થાપનાનંદીમાં અસદ્ભાવવાળી સ્થાપના તો ત્યારેજ કહી શકાય કે જ્યારે સ્થાપના તરીકે સ્થપાતી ચીજમાં જ્ઞાનપંચકવાળા સાધુ આદિનો કોઈપણ પ્રકારે આકાર ન છતાં તેને નંદી તરીકે સ્થાપવામાં આવે. જૈન ધર્મને જાણનારા ને માનનારાઓ જેમ જિનેશ્વર મહારાજના ચૈત્યમાં જિનેશ્વર મહારાજાઓ આદિની સભાવ સ્થાપનાઓથી પરિચિત છે, તેવી જ રીતે ગુરૂમહારાજની પાસે હરેક ક્રિયાકાંડમાં આચાર્યની સ્થાપના તરીકે રહેતા અક્ષ આદિથી સારી રીતે પરિચિત હોય છે, જો કે તે અક્ષમાં કોઈપણ પ્રકારે આચાર્યનો કે પંચપરમેષ્ઠીનો આકાર નથી, તો પણ તે અક્ષાદિને પ્રતિક્રમણ આદિમાં દેવવંદન કરતી વખતે પંચપરમેષ્ઠી તરીકે અને વંદન આદિ આવશ્યકમાં ગુરુ (આચાર્ય) તરીકે માનીને તેમની સમક્ષ કરાતી હોય તેવી રીતે ક્રિયા કરવામાં આવે છે. જો કે કેટલાક અજાણ મનુષ્યો આ અક્ષ આદિ કે જે સ્થાને સ્થાન પર શાસ્ત્રમાં અસભાવ સ્થાપના તરીકે ગણાય છે તેમાં પણ આચાર્ય આદિના ઢીંચણનો આકાર છે એમ કહેવા તૈયાર થાય છે, પણ અક્ષાદિના અભાવ સ્થાપનાપણાને જો તેઓ નિષ્પક્ષપણે વિચારશે તો તેઓને પોતાની ભૂલ સુધારવાનો રસ્તો મળશે. ચાલુ સ્થાપનાનંદીના અધિકારમાં પણ કોઈ અક્ષાદિને ભાવનંદીવાળા સાધુ તરીકે સ્થાપવામાં આવે તો તેને અસદ્ભાવ સ્થાપનાનંદી તરીકે કહી શકીએ, પણ જ્ઞાનપંચકમાં આકાર નથી એમ ધારી જ્ઞાનપંચકવાળા સાધુ આદિની આકારવાળી સ્થાપનાને અસદ્ભાવ સ્થાપના તરીકે કહી શકાય નહિ. આ ઉપરથી ભાવનંદીની સ્થાપના, સદ્ભાવ અને અસદ્ભાવ એમ બે પ્રકારે થાય છે એમ નક્કી થયું, અને તેથી જ્ઞાનપંચકરૂપ ભાવનંદીવાળા સાધુ આદિની સદ્ભાવ અને અસભાવરૂપી સ્થાપના તે સ્થાપના નંદી તરીકે ગણવાનું નક્કી થયું.
હવે જે શબ્દ એકલા લોકોત્તરમાર્ગની સાથે સંબંધ રાખતો હોય તે શબ્દના વાચ્યાર્થના આકારની સ્થાપના કરવાથી જેમ લોકોત્તર માર્ગવાળા ભાવના પ્રતિબંબ તરીકે તે સ્થાપનાને માન્ય ગણે તેમ લૌક્કિ રીતિએ વપરાતા નામના વાચ્યાર્થીની સ્થાપનાને લોકની રીતિએ લોકોત્તર માર્ગવાળાએ પણ સ્થાપના ગણવી પડે અને તેથીજ વ્યવહારનયની અપેક્ષાએ સત્યની પ્રરૂપણા કરતાં સ્થાપના સત્યને પણ સ્થાન આપેલું છે. જો કે પૂર્વે જણાવ્યા પ્રમાણે સ્થાપનાની દર્શનીયતા આદિ તો ભાવની દર્શનીયતા આદિને આધારેજ હોય છે, પણ ભાવની દર્શનીયતા આદિ ન હોવાને લીધે લૌકિકભાવોની સ્થાપના દર્શનીયતા આદિ ગુણવાળી ન ગણાય તે સહજ, છે, પણ દર્શનીયતા આદિના અભાવને લીધે તેની સ્થાપના સત્યતા ઉડી જતી નથી. આજ કારણથી સમ્યકત્વ અંગીકાર કરનારા મહાપુરુષોને અન્યમતના દેવ આદિની મૂર્તિઓના પૂજા સત્કાર આદિ બંધ કરવા પડે છે, અને તે કરવાથી સમ્યકત્વને દૂષણ લાગવાનું માનવું પડે છે. જો તે અન્યદેવ આદિની મૂર્તિમાં સ્થાપના સત્યતા ન માનીએ અને બીજા ધાતુ કે પત્થર આદિ સામાન્ય પદાર્થોની માફકજ તે મૂર્તિઓને ગણીએ તો તે મૂર્તિઓના વંદનાદિ પરિહારનું કાંઇપણ કારણ રહે નહિ, અને તે મૂર્તિઓના વંદન આદિ કરવામાં સમ્યકત્વને દૂષણ લાગવું જોઇએ નહિ, પણ સામાન્ય ધાતુપાષાણ આદિકથી તે આકારવાળા