________________
તા. ૧-૧૨-૩૩
૧૦૫
શ્રી સિદ્ધચક્ર તેને જ ઘેર ધાડ ! જેઓ દીક્ષાને ધાડ માને તેઓ એમજ બોલેને ! જેઓ દીક્ષાને આત્મોદ્ધારક માને તેઓ ઘર માર્યું કે “ધાડ પાડી’ એમ મનમાં ન લાવે પણ ઉદ્ધાર થયો માને, કૃષ્ણજી પોતેજ એનો દીક્ષા મહોત્સવ કરે છે. જો દૃષ્ટિમાં તત્વ ન હોય તો આ વખતે કૃષ્ણજીને કેવો રોષ થાય? યાદ રાખો! એક ગાળદેવામાં પણ આપણે સ્વતંત્ર નથી, જ્યારે પેલા તો વાસુદેવ હતા, ત્રણ ખંડના માલીક હતા, ગજસુકુમાળને દેવના આરાધનથી મેળવ્યો હતો, માતાના આશ્વાસન માટેજ મેળવાયો હતો, માતાના આધારરૂપ હતો, જેને માટે કન્યા પણ તેણીના માબાપની રજા વગર ઉપાડી લાવવામાં તથા પરણાવવામાં આવી છે; કાંઈ બાકી છે ? વળી બધાનો ઉપાલંભ પણ કૃષ્ણજીના શિરેજ છે. પોતાને પણ ભાઈ તરીકે અત્યંત સ્નેહ છે. વળી પોતે માને છે કે આખું રાજય, શરીર, સુખ તમામ એક ત્રાજવામાં જ્યારે માતાનાં આંસુનું એક બિંદુ બીજ ત્રાજવામાં. એજ રીતે ધર્મિષ્ઠને તમામ સુખ, રિદ્ધિ, સમૃદ્ધિ એક ત્રાજવામાં હોય અને ધર્મની જઘન્ય પણ આરાધના બીજા ત્રાજવામાં હોય. તમે પાપઘેલા થાઓ તેના કરતાં ધર્મઘેલા થાઓ એજ સારું છે. શ્રીકૃષ્ણજી પોતેજ એ ભાઈને ધામધૂમથી દીક્ષા અપાવે છે. આ તો સાચી ઘટના છે, પણ તમે આવી એક જુદી કલ્પના ઉભી કરી પોતાના આત્માને તપાસો તો ખરા કે તેમાં પણ આત્મા ટકે છે કે ચલવિચલ થાય છે? ત્રણખંડના માલીકનો આત્મા કેમ ટકયો ! એ પ્રશસ્તરાગમય સમ્યકત્વથી પ્રાપ્ત થયેલ ધૈર્યની બલિહારી !! શ્રીશોભન મુનિ અને પતિ ધનપાળ.
શ્રીશોભન મુનિને અંગે બારવરસ માળવો બંધ રહ્યો. શ્રી ઉદ્યોતનસૂરિએ ધનપાળના ભાઈ શોભનને દીક્ષા આપી હતી. ધારાનગરીના રાજા પાસે એ દેશમાં કોઈપણ સાધુને ન આવવા માટે ધનપાળે બંધી કરાવી હતી, છતાં શ્રીશોભન મુનિ ત્યાં ગયા. ધનપાળ અને શોભન સામા મળે છે ધનપાળ શ્રીશોભનને અસભ્ય વચનથી સત્કારે છે. અબવંત ! મવંત નમસ્તે !
હે ગધેડા જેવા દાંતવાળા, તને નમસ્કાર થાઓ !' ધનપાળ પોતાના ભાઈ શ્રીશોભન મુનિને આ રીતે કહે છે. શ્રીશોભન મુનિ પણ પ્રત્યુત્તર વાળે છે. પવૃષVIી ! વચ્ચે સુવું તે !
હે માંકડાન અંડ જેવા લાલ મોઢાવાળા મિત્ર ! તને સુખ છે?
પાંચસે પહિતના ઉપરીને આ રીતે કોણ સંભળાવે ? શાસનપ્રભાવક શોભન મુનિર્વયજી. (સભામાંથી)
ધનપાળ ઓળખે છે, અને પૂછે છે કે ક્યાં જશો?' શ્રીશોભન મુનિ કહે છે-“તારે ત્યાં.” શ્રીશોભન મુનિ ત્યાં જાય છે. આ વૃત્તાંત જૈન શાસનમાં મશહૂર છે. શ્રીશોભન મુનિના પ્રભાવથી ધનપાળ એવો મજબુત થાય છે કે પ્રસંગો આવે છતે પણ પાપની અનુમોદના નથી કરતો. ભોજરાજાએ એક તળાવ બંધાવેલ છે, રાજા પાંચસે પણ્ડિત સાથે ત્યાં જાય છે, તમામ પણ્ડિતો એ તળાવનાં વખાણ કરે છે; જ્યારે ધનપાળનો વારો આવ્યો ત્યારે તળાવના કાવ્યમાં એ તળાવને “જેમાં માછલાંઓ હણાઈ રહ્યા છે એવી ખાટકીની મત્સ્યદાન-શાળા” જણાવે છે. પ્રજા પણ ત્યાં હાજર હતી, છતાં બધાનો કોપ વહોરીને પણ આવું કયારે બોલાય? સાચું સત્યના પ્રેમમય ને અસત્યની અરૂચિમય પ્રશસ્તરાગાદિજન્ય શૈર્ય આવે ત્યારે.