________________
૧૦૪.
તા.૧-૧૨-૩૩
શ્રી સિદ્ધયક મિથ્યાત્વ અવિરતિ વગેરે પ્રત્યે અરૂચિ થાય તોજ આત્માનો વિસ્તાર થવાનો, અન્યથા નહિ.
ગોશાળો જ્યારે ભગવાનને ઉપદ્રવ કરવા આવે છે ત્યારે બધા સાધુને ભગવાન મૌન રહેવાનું ચેતવે છે=ફરમાવે છે. પર્યુષણામાં આ વાત કાયમ સાંભળો તો છોને ! ગોશાળો આવે છે, યા તદ્દા બકવાદ કરે છે, તે વખતે સુનક્ષત્ર અને સર્વાનુભુતિ મુનિવરો ભક્તિના ભાવવાહી, આ વેશમાં આવી વચ્ચે બોલે છે, પ્રભુની થતી આશાતના તેઓ સહન કરી શકતા નથી. ભગવાને “ના” કહી હતી છતાં વચ્ચે આવ્યા, બોલ્યા, ગોશાળાને વાર્યો, પાપીએ પુણ્યાત્માઓને ભસ્મીભૂત કર્યા, મુનિવરો સ્વર્ગે સંચર્યા, તેમજ ઈદ્રમહારાજાએ લુહાર વિગેરેને શિક્ષા કરી તે પણ ભગવાન પરત્વેના રાગનાજ કારણે. સુનક્ષત્ર સર્વાનુભુતિ એ બેય મુનિવરો સર્વવિરતિવાળા છે, બહુવેલ સંદિસાહુ' એ સૂત્રથી આજ્ઞા વિના કદમ નહિ ભરનારા છે, છતાં વિચારો કે પ્રશસ્તરાગ શું કામ કરે છે ! ઈદ્ર એવી પ્રતિજ્ઞા નથી કરી, મતલબ કે પ્રશસ્ત રાગના કારણે ઈન્દ્ર જેવા ભક્તોથી આશાતના દેખી શકાયજ કેમ ? ગુણની જેમ અધિકતા તેમ રાગની તીવ્રતા વધારે. એ મુનિઓને ભગવાને નિષેધ કર્યા છતાં વચ્ચે આવવાથી શું આજ્ઞાભંગ કર્યો ? ના ! કેમકે ગુણવાનની ઉપર જીંદગીના ભોગે રાગ હોવો જોઇએ. એ પણ ભગવાનેજ કહ્યું છેને ! અરે ! સુનક્ષત્ર સર્વાનુભૂતિએ તો કરી બતાવ્યું છે. ગજસુકુમાળનું દ્રષ્ટાંત, શ્રીકૃષ્ણજીનું ધૈર્ય.
ભગવાન નેમિનાથ સ્વામિના મુખે જ્યારે દેવકી પોતાના છ પુત્રોનો વૃત્તાંત જાણે છે ત્યારે ખેદ પામે છે. પોતાને ત્યાં એકજ આકૃતિના દેખાતા સાધુ વારંવાર આવતા જોઈ “શું દ્વારિકામાં ગોચરીની મુશ્કેલી છે ? એમ સંદેહ થતાં દેવકી પૂછે છે, દીક્ષિત મુનિઓ તરફથી સુલતાના પુત્રો તરીકે પોતાને ઓળખાવવામાં આવે છે, ટુંકામાં નેમનાથ સ્વામિના કહેવાથી દેવકી જાણી શકે છે કે એ છયે પુત્રો પોતાના છે કે જેને જન્મતાંજ હરિણગમેષી ઉપાડી ગયો હતો અને તેને સ્થાને મૃત બાલકો મૂકયાં હતાં. આ વ્યતિકર જાણી દેવકી ઉદાસીન થયાં. કૃષ્ણ એમને નમન કરવા આવ્યા છે પણ દેવકીને ખ્યાલ નથી. ઉદાસીન માતાને જોઇ વાસુદેવ કૃષ્ણ દુઃખી થાય છે. માતાને વિનવે છે અને શોકનું કારણ જાણી તેને દૂર કરવાનો ઉપાય પોતે કરશે એવું આશ્વાસન આપે છે. માતાનું દુઃખ નિવારવા કૃષ્ણ કોઇક સંબંધી દેવને આરાધી માતાને માટે પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવે છે. ગજસુકુમાળ જન્મ છે. આ પુત્ર કેવો? કહોને ! દેવકીએ રોઈને લીધેલો, કૃષ્ણનો દીધેલો. આ ગજસુકુમાળ પ્રત્યે માતાની તથા કૃષ્ણની પ્રીતિ કેવી હશે ! નામે ગજસુકુમાળ હતા એમ નહિ પણ નામ પ્રમાણેજ હાથીના તાળવાની જેવાજ શરીરે કોમળ. મોટા થયા, ભાઈ કૃષ્ણ એને માટે અતિરૂપાળી કન્યાની શોધ કરવા લાગ્યા. આ કોણ? વાસુદેવ ! એના ભાઈ માટે શું માગાની ખોટ હતી ? ના, પણ કૃષ્ણનું હૃદય તપાસો! એક બ્રાહ્મણની છોકરીને એને યોગ્ય જોઇ, કે તરત ઉઠાવી અને ગજસુકુમાળ સાથે પરણાવી. હવે ભગવાન જ્યારે પધાર્યા ત્યારે તેમની દેશના સાંભળી જાગેલા વૈરાગ્યયોગે ગજસુકુમાળજી દીક્ષા લેવા તૈયાર થયા. જેના ઉપર આટલી પ્રીતિ તેને વૈરાગ્ય થયો તે વખતે કૃષ્ણના અંતઃકરણમાં શું થવું જોઈએ ! કૃષ્ણજીએ ભગવાન શ્રી નેમિનાથ સ્વામિજીના પ્રથમ અનન્યભક્ત,