________________
તા. ૧-૧૨-૩૩
૧૦૩
શ્રી સિદ્ધચક્ર થાય જ નહિ. વીતરાગ અસર્વજ્ઞ માન્યા પણ સર્વજ્ઞ સમોહી ન માન્યા, માટે સર્વજ્ઞપણાનો ગુણ ચઢતી કોટિનો એ વીતરાગપણાનો ગુણ એથી ઉતરતી કોટિનો છે છતાં સ્તુત્ય ગણ્યો. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય તથા મોહનીય એ ચારે કર્મ રહિત છે, છતાં ભગવાનને વીતરાગ કેમ કહો છો? માત્ર એકજ કર્મ જતાં થતી અવસ્થાને અગ્રપદ આપો છો ને ચાર કર્મથી નીપજતી અવસ્થાને અગ્રપદ કેમ નથી આપતા? જેમ સો (૧૦૦) માં બધા આંકડા સમાઈ જાય તેમ સર્વજ્ઞપણાના ગુણમાં બધા ગુણ સમાઈ જાય, છતાં એ ગુણને મુખ્ય ન માનતાં વીતરાગપણાના ગુણને મુખ્ય કેમ ગણ્યો ? વળી રાગાદિશત્રુને જીતે તે જિન. એ શત્રુઓ બારમે ગુણસ્થાનકે જીતાય, તેને તેરમા ગુણસ્થાનકના નામે કેમ ચઢાવો છો ? “સર્વજ્ઞકથિત સર્વજ્ઞ શાસનરસી' વિગેરે કહો, પણ “જિન” શા માટે? “સર્વજ્ઞ એવા ઉંચા સંબોધનને ગૌણ કરી અપેક્ષાએ “વીતરાગ'એ હલકા સંબોધનને મુખ્ય કેમ કરો છો? આખુંયે શાસન શ્રી જિનેશ્વરદેવનું છે ! છતાં શ્રી જૈન શાસનનું તત્ત્વ મોહના અભાવ ઉપર છે. આ શાસનમાં જ્ઞાનની કિંમત સ્વતંત્ર નથી. દુનિયામાં પણ જ્ઞાનની કિંમત જ્ઞાનરૂપેજ છે, ફલરૂપે નથી. છાપરાંના નળીયાં ગણવાથી પણ જ્ઞાન તો થાય પણ ફાયદો શો ? જેનાથી ફાયદો થાય તેનેજ દુનિયાદારીમાં પણ જ્ઞાન માનવા તૈયાર છો, અન્યથા નહિ. મનુષ્યો જેનાથી કમાણી દેખાય તે શિક્ષણ પસંદ કરે છે. આ કિમત તે કમાણીની કે કેળવણીની? મતલબ કે દુનિયામાં પણ જ્ઞાન જ્ઞાનરૂપે સ્વીકારાયેલું છતાં ફુલરૂપે સ્વીકારાયેલું નથી, સાધન તરીકે સ્વીકારાયેલું છે. જો જ્ઞાન, જ્ઞાન તરીકેજ સ્વીકારાયેલ હોય તો ફળની અપેક્ષા હોવી ન જોઈએ. સુખ સ્વભાવેજ ઇષ્ટ છે ત્યાં પ્રશ્ન ન હોય. પ્રશ્ન સાધનમાં હોય, સાધ્યમાં ન હોય. સાધનોમાં ભલે પ્રશ્નોની પરંપરા ચાલે. જેમકે દહેરે ઉપાશ્રય શા માટે જવું? દેવગુરૂની આરાધના માટે. એ શા માટે ? કેવળજ્ઞાનાદિક પ્રગટ કરવા માટે. એ શા માટે ? મોક્ષ પ્રાપ્તિ માટે ? મોક્ષ= સાચા સુખ માટે, પણ એ સુખ શા માટે ? એ પ્રશ્ન ન હોય, એ પ્રશ્ન કરનારો મૂર્ખ ગણાય. રાગદ્વેષ દૂર શી રીતે કરાય?
ખેતરમાં આંબા વાવે તે ખાવા અગર કમાઈ સુખ મેળવવા. તે રીતે જૈન શાસનમાં રાગદ્વેષનો ક્ષય-એજ-પરમ-ફળ છે. એક મનુષ્યને અજીર્ણ થયું. પેટમાં મળ બાઝી ગયો. એને એરંડીયું આપવામાં આવે ત્યાં આટલો ભાર ભર્યો છે, વળી એરંડીયું કયાં ભરે છે? એમ પૂછાય? મળને એરંડીયું કાઢશે પણ એરંડીયાને કોણ કાઢશે? અરે ! એ તો આપોઆપ નીકળી જશે, તેવી રીતે આ જીવ અનાદિકાલથી રાગદ્વેષથી વાસિત છે. પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાજ ફરમાવે છે કે એ રાગદ્વેષ બંનેનો નાશ કરવો હોય તો એમાં રાગદ્વેષ ઉમેરો ! આ શું? ચમકશો નહિ! જેમ એરંડીયું ભારરૂપ છે છતાં પેટના મેલને કાઢી પોતે નીકળી જાય છે માટે ફાયદાકારક છે, જ્યારે પેટમાં મળવાળાને બરફી, પેંડા અપાય તો તે બરફી, પેંડા તો ભારમાં ભાર વધારે છે, તેવી રીતે રાગદ્વેષમાં પણ રાગદ્વેષના, પ્રકારોનો ફરક છે. પ્રશસ્ત રાગદ્વેષ દીવેલ (એરંડીયા) જેવા છે, જ્યારે અપ્રશસ્ત રાગદ્વેષ બરફી, પેંડા જેવા એટલે ખાતાં મીઠાં લાગવા છતાં નુકશાન કરનારા છે. વિષ્ય, કષાય, ધન, માલમિલકતને અંગે થતો રાગ કે દ્વેષ બરફી પૅડાની જેમ ભારરૂપ છે, જ્યારે કર્મ, અશાન, મિથ્યાત્વ, અવિરતિ વિગેરેને અંગે થતો ઢેષ (અજ્ઞાનાદિ પ્રત્યે થતો દ્વેષ) એરંડીયાના ભાર જેવો છે. દેવગુરૂ ધર્મ પરત્વે રાગ થાય,