________________
૧૦૬ શ્રી સિદ્ધચક્ર
તા.૧-૧૨-૩૩ રાજાને ખરાબ લાગ્યું અને મકાને પહોંચ્યા પહેલાં જ તેની બે આંખો ફોડી નાખવાનો નિર્ણય કર્યો. આગળ જતાં બીજો પ્રસંગે ઉપસ્થિત થતાં રાજા પ્રસન્ન થઈ ધનપાળને વર માંગવાનું કહે છે અને સંજ્ઞા પરથી સાવચેત થયેલ ધનપાળ ચક્ષુઓજ માંગી લે છે. ધર્મની બાબતમાં કટોકટીના વખતે ધનપાળે બધાની ‘હા’માં ‘હા’ ન મેળવી પણ બધાની હા’ પર પાણી મેળવ્યું.
જ્યારે ધારાનગરીના રાજા ભોજનો એક પંડિત ધનપાળ જો અણસમજુ હતો ત્યારે વેષમાં આવ્યો ને સાધુને આવવા માટે બાર વર્ષ સુધી માળવાદેશ બંધ કર્યો તો કૃષ્ણજી દ્વેષમાં આવે તો શું ન કરે? પણ એમનામાં સમકિત હતું. સમકિતી તેજ કે જે દુનિયાને દુનિયાના સમસ્ત સાધનને પાપસ્વરૂપ માને. પોતાથી પાપ છુટે યા ન છૂટે એ જુદી વાત, પણ એને એ ખરાબ તો જરૂર માને, અને મોહમાંથી છુટનારને એ ધન્યવાદને પાત્ર જરૂર માને, તેની પ્રશંસા કરે અને શક્તિસંપન્ન હોય તે તો મહોત્સવ કરે. પુષ્પથીયે કોમળ, વજુથીયે કઠણ, એવા મહાત્માનાં જીવન અલૌકિક છે.
કૃષ્ણજીએ દીક્ષા અપાવી, ગજસુકુમાળજીએ દીક્ષા લીધી, ખૂદ ભગવાન નેમનાથ સ્વામિએ દીક્ષા આપી. આવા સુકોમળ છતાં કર્મ હણવામાં શૂરવીર બનેલા મહાત્મા ગજસુકુમાળજી પ્રભુની આજ્ઞાપૂર્વક કાર્યોત્સર્ગે રહ્યા. એના સસરા સોમિલ બ્રાહ્મણે દેખ્યા, દ્વેષ થયો, કેવો દ્વેષ?, પોતાના જમાઇ એવા મુનિના મસ્તક પર માટીની પાળ બાંધી, તેમાં ખેરના ધગધગતા અંગારા ભર્યા. આ પ્રસંગે શું થાય? ગજસુકુમાળજીની એકજ ભાવના છે. સંસારની બેડી આ લુહાર તોડે છે તો કયો મૂર્ખ કેદી રાડ પાડે? સસરા સોમિલપર દ્વેષનો છાંટોએ નથી. મુનિના કર્મ ખપે છે, અને તેઓ આંતકૃત કેવળી થાય છે. શ્રીકણજીનો પ્રશસ્ત કોલ.
એજ વખતે કૃષ્ણજી ભગવાન નેમનાથ સ્વામિ પાસે વંદનાર્થે ગયા છે અને મુનિ ગજસુકુમાળ કયાં છે? એમ પૂછે છે. ભગવાન કહે કે વાસુદેવ! તમારા એ ભાગ્યવાન ભાઈએ સાધ્ય સિદ્ધ કર્યું, અને તે મારનાર મનુષ્ય તો એમાં સહાય કરી. પ્રભુએ વૃત્તાંત કહ્યો. હવે કૃષ્ણજીના ક્રોધનું પૂછવું શું? શ્રીકૃષ્ણ વિચારે છે કે મારા રાજ્યમાં જે પૂજ્યને ન પૂજે તે ગુન્હેગાર છે તો પછી પૂજ્યનો નાશ કરનાર તો મહાગુન્હેગાર છે. કૃષ્ણજીએ-એ માણસ મને ક્યાં મળશે ! એવું પૂછતાં ભગવાને કહ્યું કે-“એ મનુષ્ય તને સામે મળશે, તને દેખતાંજ એની છાતી ફાટી જશે ને એ મરી જશે.” પોતાના રાજ્યમાં થયેલી ઋષિ હત્યાથી વાસુદેવને શોક થયો, દીક્ષાને અંગે બાહ્ય થયેલો શોક તો નામનો, પણ આ શોકની તો સીમા નહિ? પોતે રવાડીને રવાને કરી, મુખ્ય રસ્તો મૂકીને આડફેટે રસ્તે પોતે ચાલ્યા. સોમિલ પણ પાપથી શંકા તો મુખ્ય માર્ગ મૂકી આઠેમાર્ગે આવતો હતો. ઉગ્ર પાપ આ લોકમાંજ ફળે છે. સામેથી કૃષ્ણને આવતા જોયા, અને એ પોતાને માટેજ આવે છે એમ માનતાંજ છાતી ફાટી ગઈ અને એ મરી ગયો. રાજા તરફથી ગુન્હેગારને થતી શિક્ષામાં હેતુ નવા ગુન્હેગાર ન થવા દેવાનો હોય છે, અને માટે જ તેવી કેટલીક-સજાઓ જાહેર થાય છે. બીજા બળવાખોરોને બંધ