SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ 'સર્વજ્ઞ-શાસન સાધવા કર્તવ્ય પંથે સંચરો ! - હરિગીત છંદ, - શાસન જિનેશ્વરદેવનું પામ્યા પરમ પુણ્યોદયે. ધન માલ લાડી ગાડી વાડી સર્વ પુણ્ય શુભદયે; નરજીવનોત્તમ વેડફી અણમોલ તક શીદ પરહરો ! સર્વ-શાસન સાધવા કર્તવ્ય-પંથે સંચરો ! ૧. સવિજીવ શાસન રસિક' જિનરાજ મુદ્રા લેખ છે, શાસન રસિક દલ, સૈનિકોનો એજ ખાતર ભેખ છે; શ્રાદ્ધગણ મસ્તક ઝુકાવે માર્ગ માન્યો એ ખરો, સર્વ-શાસન સાધવા કર્તવ્ય-પંથે સંચરો ! ૨. આજે અહો ! ચોમેરથી શાસન કદર્શિત થાય છે, કંપે કલમ ! ધ્રુજે હૃદય કર ! જોયું કયમ એ જાય છે ? ભૂતકાળ ભૂલોનો ભેલી કટિબદ્ધ થઈ પગલાં ભરો ! સર્વ-શાસન સાધવા કર્તવ્ય-પંથે સંચરો ! ૩. શાસન અનુપમ વિશ્વને કલ્યાણકારી સર્વથા, પામ્યાં છતાં સંરક્ષણે શું યોગ્ય છે આવી પ્રથા ? સદ્ભાગ્યથી સંપ્રાપ્ત શાસન સેવના સુંદર કરો ! સર્વ-શાસન સાધવા કર્તવ્ય-પંથે સંચારો ! ૪. ભીખાભાઈ છગનલાલ શાહ ૧ સૈનિકો=મુનિવરો, ૨ ભેખ=વેષ, ૩ ભૂલોથી ભરેલા ભૂતકાળને ભૂલી=જાગ્યા ત્યાંથી પ્રભાત ગણી, કટિબધ્ધ થઈ કર્તવ્ય પંથે પ્રયાણ શરૂ કરો. - ૪ બેદરકારીની અથવા થીગડાં દઈ નીભાવી લેવાની રીતિ.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy