SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રી સિદ્ધચક્ર તા.૧૫-૩-૩૪ ટોચે ચઢેલો, રસોઈની તૈયારીવાળો રસોઈ તૈયાર થયા પછી ચુલો કોણ સળગાવે કે ધૂમાડો કોણ ખાય ? આમ ટોચે ચડેલો કહે તો હજુ શોભે, મોક્ષ કે ભવમાં સરખી બુદ્ધિવાળા તેવા જીવો પુન્યની દરકાર ન કરે તે વ્યાજબી છે એવી નિસ્પૃહ દશાવાળાની વાત જુદી છે પણ ખલાસીને અથાગ પાણીમાં દેખી અણઘડ પાણીમાં ભુક્કો મારે તો શી દશી થાય? તેમ અહીં ક્ષીણ કષાયી, શાંત કષાયી, જગત તેમજ જીવન માત્રથી બેદરકારીવાળા તેવાને દેખી જેમનું કશું ઠેકાણું નથી તેવા તેવા પ્રકારના વિચારમાં જાય તો શું થાય ! તે માટે ભગવાન હરિભદ્રસૂરિ જણાવે છે કે ધર્મસંચય, પુન્યસંચય કરવો. પુન્ય કેવા પ્રકારનું મેળવવું જે પુન્ય પાછળ રખડાવી મારનાર હોય તેવું પુન્ય મેળવવા લાયક નથી. આગળ પુન્ય બંધાવનારું હોય તેવું પુન્ય તેનો સંચય કરવો. કોયલા ચાવવા પડે તેવા પાન ચાવનારને કોઈ શાબાશી આપતું નથી. આગળ પાનની લાલાશ વધતી જાય તેવા પાન ચાવવા. તેમ અહીં પુન્યાનુબંધી પુન્ય તેવી રીતે કરો જેથી આગળ કુશળાનુંબંધી, નિરનુબંધી, પુન્યનો વખત આવે. આ બંનેનો વખત લાવનાર પુન્યાનુંબંધી પુન્ય. સારો પદાર્થ ગમે બધાને પણ મેળવવો મુશ્કેલ. સારું સાંપડવું સહેલું નથી. એવું પુન્યાનુબંધી પુન્ય સારું કહેવું સહેલું છે પણ તે લાવવું ઘણું મુશ્કેલ છે તે સાંભળી પ્રશ્ન થશે કે ક્યા કાર્યથી પુન્યાનુંબંધી પુન્ય બંધાય? પુન્યાનુબંધી પુન્ય મેળવવાનાં કારણો ક્યાં? તે જણાવતાં હરિભદ્રસૂરી પુન્યાનુબંધી પુન્યના અધિકારમાં જણાવે છે કે જગત માત્રના જીવોમાં દયા. દયા કઈ? તીર્થકર ભગવાને જે ધર્મ કહ્યો તે ધર્મ પણ શાથી કહેવો પડ્યો ? મેલરહિત શુદ્ધ સોનું ને માટીવાળું સોનું બેનો એક ભાવ હોય તો સોનાની શુદ્ધિ કોણ કરે? કર્મો જકડાયેલાને નુકશાન ન હોય તો તેના ઉપર ઉપકાર કરવાનો વખત નથી. કર્મ, જન્મ જરા મરણ છોડવાનાં ન ગણ્યાં હોય તો તેને અંગે દયાનો અવકાશ નથી. તીર્થકર મહારાજ મોક્ષનો ઉપાય બતાવે તેથી ઉપકારી. જેને સંસારનો માર્ગ મળે તે જન્મ મરણાદિના ચકરમાં પડવાનો. જન્મ જરા મરણાદિ ખરાબ ન ગણે, તેમાંથી જીવ બચાવવો તેમ ન ગણે, તેમને મોશે પહોંચાડવાનો ઉપદેશ નકામો છે. જગતને જન્મ મરણથી પીડાયેલું દેખી દયાથી શાસનની પ્રવૃત્તિ કરે છે. આથી તીર્થકરો મોક્ષે જાય ત્યારે જાતિ, જરા મરણના બંધનથી મુક્ત થાય. આ ત્રણ ચીજો જીવમાત્રને બંધનરૂપ છે એમ જીનેશ્વરદેવોએ દેખ્યું તેથી જગતને મુક્ત કરવા માટે ઉપદેશ કર્યો. જન્મ જરા મરણના કારણરૂપ કર્મો તપાસવાં નથી તો તીર્થકરને તે કર્મનો નાશ કરવા માટે ઉપદેશ દેવાની જરૂર નથી.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy