________________
તા. ૧૫-૩-૩૪
શ્રી સિદ્ધચક
૨૬૦
પણ દ્રવ્ય શબ્દ આભારી હોઈ દ્રવ્ય દેવમાં (જે ભવનપતિ આદિ) દેવ શબ્દની પ્રવૃત્તિ અસ્મલિત થઈ જાય છે તેવીજ રીતે બાહ્યથી સાધુનો સમુદાય જ્ઞાનાદિકની સંપદા અને ગુરૂદત્ત આચાર્યપદાદિના કારણથી શુદ્ધ પરિણતિ ન હોય તો પણ વ્યવહારથી જે આચાર્ય ગણાય તે દ્રવ્યાચાર્ય કહેવાય ને તે જગા પર દ્રવ્ય શબ્દનો અર્થ ભૂતકાળના ભાવાચાર્યવાળો કે ભવિષ્યકાળના ભાવાચાર્યવાળો એવો અર્થ ન કરતાં અપ્રધાન આચાર્યવાળો એવોજ અર્થ કરવો પડે છે અને તેવી જ રીતે ભગવાન જીનેશ્વરની સ્નાત્રાદિક પૂજા કરનારો મનુષ્ય તેમને આચરવા લાયક જણાવેલા સંસારત્યાગરૂપ સર્વવિરતિના ભાવથી શૂન્ય હોય તો તેની કરેલી આરાધના પણ સર્વવિરતિની ભાવનાવાળાની આરાધનાની માફક દ્રવ્ય આરાધનાજ કહેવાય છે, કારણ કે સર્વવિરતિની ભાવનાવાળાની આરાધનામાં ભાવ આરાધનાની કારણતા હોવાથી જેમ દ્રવ્ય આરાધના કહેવાય છે તેમ સર્વવિરતિની ભાવનાથી રહિત મનુષ્ય કરેલી પણ જીનેશ્વર ભગવાનની સ્નાનાદિક આરાધના કારણ રૂપે નહિ હોવા છતાં પણ અપ્રધાન આરાધના જરૂર છે અને તેથી તે પણ દ્રવ્ય આરાધના, દ્રવ્યસ્તવ કે દ્રવ્યપૂજા કહી શકાય છે. ઉપર લખેલી હકીકત પરથી સ્પષ્ટ થશે કે દ્રવ્યશબ્દ જેવી રીતે કારણમાં વપરાય છે તેવી રીતે અપ્રધાનમાં પણ વપરાય છે. નિપાની જગા પર દ્રવ્ય શબ્દનો અર્થ કયો?
ચાલુ પ્રકરણમાં દ્રવ્ય શબ્દ બંને અર્થવાળો લેવાની જરૂર છે, અને તેથીજ આગમ અને નોઆગમ એવા રૂપે દ્રવ્યનિક્ષેપાના બે ભેદો પડી નોઆગમમાં પણ શરીર અને ભવ્ય શરીર ભેદોની સાથે વ્યતિરિકત નામનો ભેદ પડી શકે છે. જો એકલા કારણને અંગેજ દ્રવ્ય શબ્દનો વ્યવહાર કરીએ તો તે વ્યતિરિકત નામનો ભેદ દ્રવ્યનિક્ષેપામાં આવી શકે નહિં. કદાચ એમ કહેવામાં આવે કે વ્યતિરિકત નામનો ભેદ ખુદ પરિણામી કારણ સિવાયના બીજા કારણોને લાગુ પડતો હોઇ, અપ્રધાનતારૂપ દ્રવ્ય શબ્દનો અર્થ લાગુ પાડવાની જરૂર નથી તો તે કથન સર્વથા ઉચિત છે એમ કહી શકાય નહિ, કારણકે પરિણામીપણા સિવાયના કારણો જેમ વ્યતિરિક દ્રવ્ય તરીકે લેવાય છે તેવી જ રીતે અપ્રધાનપણે રહેલી વસ્તુઓને પણ વ્યતિરિકત દ્રવ્યપણામાં લેવી પડે છે, અને તેથીજ વીર શબ્દના નિક્ષેપામાં વ્યતિરિકત દ્રવ્યવાર તરીકે શૂરા સરદારો લેવામાં આવે છે, અને આદ્રીય અધ્યયનના અધિકારમાં નિક્ષેપાના અધિકારે આદ્રક (આદુ)ને વ્યતિરિકત દ્રવ્યઆદ્રક લેવામાં આવે છે. આ ઉપરથી સ્પષ્ટ માલમ પડશે કે નિક્ષેપાના અધિકારમાં મુખ્યતાએ તશ્ચિત સૂત્રથી થયેલો દ્રવ્ય શબ્દ નહિ લેતાં કૃદંતસૂત્રથી બનેલો કારણતા અને અપ્રધાન અર્થને જણાવવાવાળો દ્રવ્ય શબ્દ લેવો વાજબી છે. નિપાના અધિકારમાં દ્રવ્યની જરૂર.
ઉપરની હકીકતમાં જણાવી ગયા છીએ કે ભાવ (અવસ્થા)નો આધાર દ્રવ્યજ છે પણ તે ભાવ વર્તમાનમાં આવે ત્યારે તેની પૂર્વ અને પશ્ચિમ અવસ્થાની હૈયાતી હોવી જ જોઈએ, કેમકે જો વર્તમાન ભાવની પૂર્વ, પશ્ચિમ અવસ્થા અને તે ત્રણેના આધારભૂત દ્રવ્ય ન માનવામાં આવે તો અવસ્થાનો સદ્ભાવજ ન હોય કેમકે તેવા તેવા રૂપે દ્રવ્યોનું વર્તવું તેનેજ ભાવ અથવા અવસ્થા કહેવાય છે. ભૂત