________________
.
તા.૧૫-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર ભવિષ્યના પર્યાયોને ન માનનારા અગર તેનો નિરન્વય એટલે પરંપરા વગરનો નાશ માનનારા તો કેવળ ક્ષણિકવાદીજ હોય ને તે ક્ષણિકવાદ કોઇપણ પ્રકારે નિરૂપાદાન હોવાથી ઘટી શકે તેમ નથી, માટે ભાવને માનનારાએ દ્રવ્યને માનવાની પ્રથમ નંબરે જરૂર છે, કેમકે દ્રવ્યવસ્તુ સિવાય અવસ્થાની ઉત્પત્તિ કે ફેરફારી માની શકાય તેમ નથી. આ વાત દ્રવ્યને ભાવની ભિન્નતાની અપેક્ષાએ તેમજ દરેક નિક્ષેપાના જુદા જુદાપણાની અંગે જણાવી પણ નિક્ષેપાના એકઠાપણાની અપેક્ષાએ વિચારીએ તો અવસ્થા એટલે પર્યાયરૂપી ચીજ દ્રવ્ય સિવાય હોઇ શકે નહિ, કેમકે જેમ દ્રવ્ય વિનાની અવસ્થા ન હોય તેમ અવસ્થા એટલે પર્યાય વગરનું દ્રવ્ય હોય નહિ માટે નિક્ષેપાના સમુદાયની અપેક્ષાએ એટલેકે એકજ વસ્તુ જે ઘટાદિક હોય તેમાં ઘટ નામની પ્રવૃત્તિ, પૃથુબુઘ્નોદરાદિ આકાર અને જળધારણાદિરૂપી ભાવ વિદ્યમાન છે તેમ તેજ વસ્તુમાં મૃત્તિકારૂપી દ્રવ્ય પણ વિદ્યમાન છે, જો કે સમવાય સંબંધથી કાર્યકારણ ભાવ માનનારા કારણનો નાશ માની કાર્યની ઉત્પત્તિ માને છે પણ પરિણામી કાર્યકારણભાવ માનનારાને તેવું માનવાની ફરજ પડતી નથી, અને તેથીજ વસ્ત્રમાંથી પણ તંતુનું કાર્ય કરાય છે તેમાં વિરોધ નહિ આવે તેમજ માટીના ઘડામાં ઘડાપણાના કાર્ય સાથે મૃત્તિકાનું શીતલપણારૂપી કાર્ય થાય તેમાં પણ વિરોધ નહિ આવે અને જેમ સમવાય સંબંધે કાર્યકારણ ભાવ માનનારને છિદ્રઘટ અને ખંડવસ્ત્ર વિગેરેની ઉત્પત્તિમાં ઇશ્વરની કૃતિની અંધશ્રદ્ધા કરવી પડે છે તેવી કરવી પડશે નહિં. તત્ત્વ એજ કે પરિણામી ભાવ માનનારાને નામ, સ્થાપના અને ભાવની સાથે દ્રવ્યનું સંમીલિતપણું માનવામાં ઘણી જ અનુકૂળતા રહેશે. નામથી અભિધેય, આકારથી નિર્દેશ્ય, અને ભાવનું સ્થાન ખરેખર રીતિએ દ્રવ્યજ હોઇ શકે માટે દ્રવ્યનિક્ષેપો માનવાની જરૂર છે. વળી કંચિત્ સદસત્ કાર્યવાદ માનનારાઓને ભાવની નિષ્પતિ માટે યોગ્ય દ્રવ્ય લેવું પડે તે માટે પણ દ્રવ્ય નિક્ષેપાની જરૂર છે. જગતના વ્યવહારથી પણ ધારેલા ઘટાદિક કાર્યની ઉત્પતિ પહેલા પણ હું ઘટાદિક કરું છું એમ કહેવાય છે. જો તે ક્રિયાની વખત ઘટાદિક વિદ્યમાનજ હોય તો તેને કરવાનું હોય નહિ અને અવિદ્યમાન એવા જ ઘટાદિક જો થતા હોય તો ઘટાદિકની નજીકની પ્રાક્ અવસ્થામાંજ કપાલાદિના પછીની ક્રિયામાં ઘટાદિક કરું છું એમ કહી શકાયજ નહિં, અર્થાત્ ઘટાદિકના થવા પહેલા અને કપાલાદિની પછીમાં કોઈક એવી સ્થિતિ માનવી જોઈએ કે જેમાં ઉત્પન્ન થનારા કાર્યની કારણતા છતાં તે કાર્યરૂપેજ ગણી શકાય તેનું જ નામ છેલ્લું કારણપણું અને દ્રવ્યપણું કહી શકાય અને જેવી રીતે છેલ્લા કારણને દ્રવ્યપણે કહી શકીએ તેવી જ રીતે છેલ્લા કારણના કારણોને પણ કારણપણે ગણીને દ્રવ્યપણે કહેવામાં હરકત નથી. જેમ એક કારણ કારણાન્તરનું વિરોધી નથી તેમ ભવિષ્યની અવસ્થાની કારણ પરંપરા પણ વિરોધવાળી નથી, અને તેથી શરૂઆતથી પણ દ્રવ્યપણું ગણવામાં અડચણ આવતી નથી, અને તેથીજ શાસ્ત્રકારો જુદી જુદી અપેક્ષાએજ એક ભવ, બદ્ઘાયુષ્ક અને અભિમુખનામગોત્ર એ ત્રણેને દ્રવ્યરૂપે માને છે. પૂર્વભવ એ ઉત્તરભવનું કારણ છે તેના કરતાં આયુષનું બાંધવું તે સમજાતીય મૂળ કારણ હોઇ વિશેષ નજીક છે, અને તેના કરતાં પણ પહેલાનો ભવ પુરો કરી વિક્ષિતભવમાં જવાવાળો જીવ ત્યાં જતી વખતે ઘણુંજ નજીકનું કારણ છે માટે તેની શુદ્ધ અપેક્ષાએ ભવિષ્યના ભવની અપેક્ષાએ દ્રવ્ય ગણવામાં આવે છે.