________________
ક
શ્રી સિદ્ધચક્ર
તા.૧૫-૩-૩૪
પર્યાયનો આધાર દ્રવ્યજ માનવું પડે છે તેથી અભિધેયરૂપ પદાર્થને માનનારે પણ દ્રવ્ય પદાર્થને માન્યા સિવાય છૂટકો નથી. આવી રીતે દ્રવ્યની જરૂરીયાત જણાવીને તેનો શબ્દાર્થ વિગેરે જણાવવાપૂર્વક નંદીના પ્રકરણને અંગે દ્રવ્યનંદીનું સ્વરૂપ જણાવવું જરૂરનું છે.
દ્રવ્યની વ્યુત્પત્તિનું સ્વરૂપ.
દ્રવ્ય શબ્દ દુધાતુના સમાન અર્થવાળા દુધાતુથી બનેલો છે. દુધાતુ ગતિ અર્થમાં હોવાથી અને તેને કર્તામાં પ્રત્યય લાવવાથી તે તે પ્રર્યાયોને પામનારી ચીજને દ્રવ્ય કહેવાય છે અને તેથીજ શબ્દપ્રાભૂતને જાણનારાઓ દ્રવ્ય શબ્દથી ભવ્ય અર્થ જણાવે છે, એટલે જે કોઇપણ મનુષ્યત્વાદિક અને સંસ્થાનાદિકના પર્યાયોને પામનારી ચીજ હોય તેને દ્રવ્ય કહી શકાય છે, પછી તે ચીજ ચાહે તો જ્ઞાનાદિક ગુણવાળી હોય, વર્ણાદિક ગુણવાળી હોય કે તે સિવાયની પણ હોય, તો પણ તે બધી દ્રવ્ય શબ્દથી જણાવી શકાય છે, જો કે ‘દ્રોર્ભવ્યે’ એવા તધ્ધિતના સૂત્રથી ક્રુશબ્દનો અર્થ સામાન્ય પદાર્થ માત્ર છે એમ ગણી તેનો એક ભાગરૂપી અવયવ અગર તેવા સામાન્યનો વિકાર હોય તેને પણ દ્રવ્ય કહેવાય, એ રીતે દુશબ્દ ઉપરથી પણ દ્રવ્ય શબ્દ બનાવાય છે પણ તેવી રીતે બનાવેલો દ્રવ્ય શબ્દ સામાન્ય ધર્મની મુખ્યતા વિશેષ ધર્મની ગૌણતા માનનારાને અંગે વિશેષ અનુકૂળ હોય પણ નિક્ષેપાની અપેક્ષાએ દ્રવ્ય શબ્દ લેતી વખતે તે તદ્ધિતની વ્યુત્પત્તિ કરતાં પૂર્વે જણાવેલી કૃદંતની વ્યુત્પત્તિ અનુકૂળ ગણાય. શબ્દશાસ્ત્રને જાણનારો કોઇપણ મનુષ્ય વ્યુત્પત્તિના નિયમમાં માન્યતાવાળો હોઈ શકે નહિ, કેમકે શબ્દશાસ્ત્રની અપેક્ષાએ નામ માત્રની વ્યુત્પત્તિઓ અનિયમિતજ છે અને તેથીજ કમ્ ધાતુ છતાં કંસ શબ્દ ગ્રહણ કરવાની જરૂર પડી છે એમ શબ્દ શાસ્ત્રકારો કહે છે. પૂર્વે જણાવેલી કૃદંતવાળી વ્યુત્પત્તિ અનુકૂળ એટલાજ માટે ગણવામાં આવી છે કે નિક્ષેપાના અધિકારમાં દ્રવ્ય શબ્દનો અર્થ કરતાં શાસ્ત્રકારો ભૂત કે ભાવિ પર્યાયોના કારણભૂત વસ્તુને દ્રવ્ય ગણવા જણાવે છે એટલે કે અતીત, વર્તમાન કે અનાગત કાળના સર્વ પર્યાયો (અવસ્થાઓ) જે ભાવરૂપ છે તેના આધારભૂત જે વસ્તુ છે તેને જ દ્રવ્ય કહેવાય છે, તેથી જ દ્રવ્યને ત્રિકાળાબાધિત ગણવામાં આવે છે અને ઉત્પાદવ્યયૌવ્યરૂપી સરૂપ ત્રણ અંશોમાં પણ ધ્રોવ્ય અંશ દ્રવ્યરૂપે ગણાય છે.
દ્રવ્ય શબ્દનો અપ્રધાન અર્થ
જગતમાં જેવી રીતે મુખ્ય ધર્મવાળી વસ્તુને મુખ્ય નામે બોલાવવામાં આવે છે તેવીજ રીતે તેવા મુખ્ય ધર્મો વિનાની ઉપચરિત ધર્મવાળી વસ્તુને પણ તેવા મુખ્ય નામે જ બોલાવવામાં આવે છે. જેમ ઝવેરીની અપેક્ષાએ મુખ્ય તેજવાળા પદાર્થને હીરો ગણવામાં આવે છે તેવીજ રીતે સામાન્ય ચળકતા કાચના કટકાને પણ સામાન્ય જ્ઞાનવાળી અવસ્થાવાળો મનુષ્ય હીરો કહેતાં અચકાતો નથી, અથવા તો નિરૂપરિત શબ્દોની માફક ઉપચારથી પણ શબ્દોની ઘણી વખત પ્રવૃત્તિ હોય છે, અને તેથી તેવી પ્રવૃત્તિને અનુસરીને ઉપચરિત શબ્દોની બહુધા પ્રવૃતિ થઇ જાય છે, અને તેવી ઉપચરિત પ્રવૃત્તિને