________________
પાળ
શ્રી સિદ્ધચક
તા.૨-૧૧-૩૩ સાથેજ સુપાત્રે દાનની વસ્તુ પણ ઉભી થઇ. આપવું એમાં મહત્તા ખરી, પણ કોને આપવું; એનો અર્થ એ નથી કે આપવું એટલે ફેંકી દેવું. દાન એ પણ ત્યાગના કેન્દ્ર ઉપર ચઢવાની સીડી છે. જેમ સીડીના એક પછી એક પગથીયા ચઢીએ અને સીડી પુરી થાય તેજ પ્રમાણે મોક્ષના કેન્દ્ર ઉપર જવાને માટે પણ જૈન શાસને પગથીયા નિર્મેલા છે અને તે પગથીયામાં દાન પણ એક પગથીયું છે. ગઢવી ઘેરના ઘેર.
પહેલાં એ સમય હતો કે પૌદ્ગલિક પદાર્થોમાંથી જીવની મમતા છુટતી જ નહોતી, તેને બદલે હવે એ સ્થિતિ આવી કે “આપીશું તો મળશે” એ ભાવનાથી પણ આપવાની વૃત્તિ જાગે છે. તે પછી આત્મા જરા વધારે ઉંચા વિચારવાળો થાય છે અને તે બદલાની આશા વગર પોતાની ફરજ વિચારીને આપે છે અને તે પછી છેવટની કક્ષાએ મારાથી ભલે વૃત અનુષ્ઠાનો ન થાય, પણ મારો પૈસો તો એવા કાર્યની સેવામાં વપરાય છે ને ? એવી ભાવનાથી દાન આપે છે આ બધા અપૂર્ણ આત્માને પૂર્ણત્વની કક્ષાએ જવાના પગથીયા છે; સુપાત્ર દાનની મહત્તા પણ અહીંજ છે. મારી પૌદ્ગલિક સંપત્તિ એ સંયમ માર્ગ મોક્ષમાર્ગની સેવામાં તો વપરાય છે ને એ દાનની ભાવના જ્યાં છે તે સુપાત્રે દાન છે અને તેથીજ સુપાત્રે દાનની મહત્તા પણ ગાવામાં આવી છે. દાન શોભે પણ તે શીલથી જ શોભે છે. જો શીલ ન હોય તો દાનની શોભા જરાય નથી. જો તમે દાનનેજ ધર્મ કહી દેશો તો ધર્મ શ્રીમંતોને ત્યાં રજીસ્ટર થઇ જશે. શ્રીમંતો દાન આપતા જશે એટલે બીજા ભવોમાં પણ તે દાનથી વધારે વધારે શ્રીમંત થતા જશે અને ગરીબોની એ સ્થિતિ આવશે કે તેઓ દાન ન આપી શકવાથી ભવભવાંતરોમાં વધારે અને વધારે ગરીબાઈમાંજ આવતા જશે. વારું ! જેનામાં દાન આપવાની શક્તિ નથી પણ મોક્ષની પુરેપુરી ભાવના છે તે જો અશક્તિને લીધે દાન ન આપે તો તેમાં તેનો દોષ પણ શો કાઢવાનો હોય ? ધારો કે એક માણસ ધાડપાડીને પૈસા લાવે છે અને એ પૈસાનો ઉપયોગ તે આંગી કરાવવામાં કરે છે તો શું એ તમે વ્યાજબી ગણશો? એટલાજ માટે દાનની સાથે શીલ હોય તોજ તે દાનની મહત્તા ગણવામાં આવી છે. દાન શોભે છે તે સદવર્તન વાળાનુંજ શોભે છે બીજાનું નહિ. દાન દીધું પણ તે સદવર્તનથીજ દીધું અને દાનથી સદવર્તન પ્રાપ્ત થયું તો મોક્ષે જવાનો માર્ગ સહેલો થયો સમજી લેવો, પરંતુ જો દાન દીધું અને ભાવનામાંથી અથવા સદવર્તનમાંથી ખસી ગયા તો પછી હતા ત્યાંના ત્યાં ! રળીઆ ગઢવી ઘેરના ઘેર ! પરિણામ શુન્ય.
મુળદેવ નામનો એક શ્રાવક હતો તે તપશ્ચર્યા કરવા જંગલમાં ગયો. દઢ તપશ્ચર્યા કરી. તપશ્ચર્યામાંથી જરા પણ ખસ્યો નહિ. તપશ્ચર્યા પુરી કરી અરણ્યમાંથી બહાર નીકળ્યો જ્યાં એ ત્રણ દિવસનો ભુખ્યો અરણ્ય વટાવીને બહાર નીકળે છે કે તરતજ મૂળદેવને સામા અડદના બાકળા મળે છે. હવે એ અડદના બાકળાની કિંમત વિચારો મૂળદેવ ત્રણ દિવસનો ભૂખ્યો છે, એને અડદના બાકળા કેટલા પ્રિય હોય ! પણ એટલામાં મુનિ સામે મળે છે. તે માસખમણવાળા મુનિરાજને પારણે આવેલા જોઇને બાકળા આપી દે છે. મૂળદેવ જ્યાં માસખમણવાળા મુનિને દાન આપે છે કે ત્યાં તેજ ક્ષણે ચમત્કાર ઘડે છે. તરતજ દેવતાઓ તુષ્ટમાન થાય છે અને મૂળદેવને કહે છે કે તારી શાસન સેવા અલૌકિક છે માંગ જે માંગે તે તને આપવા તૈયાર છીએ. મૂળદેવે પોતાની માંગણી એક શ્લોકમાં વ્યક્ત કરી. માંગણીનો શ્લોક અર્થો