________________
તા. ૨-૧૧-૩૩ શ્રી સિદ્ધચક્ર
૫૮ બોલતાંજ દેવોદ્વારા દેવદત્તા વેશ્યા અને હજાર હાથીવાળું રાજ્ય હાજર ! તપ કર્યું, પણ તપનું ફળ શું આવ્યું? વેશ્યા અને રાજ્ય ! અહીં વેશ્યા અને રાજ્યને ધ્યાનમાં લીધા વિના મૂળદેવની દાન આપતી વખતની સ્થિતિ તપાસો અને અપવાસોના ત્રણ દિવસ ! એ ત્રણ દિવસ ગયા પછી બાકળા મળે છે અને છતાં તે બાકળા મુનિને આપી દેવાય છે. અહીં બાકળાની કિંમત વિચારો, એ બાકળાની એ સમયની ઉપયોગિતાને વિચારો અને તે સમયે દાન અપાયું તેની ભાવના વિચારો. દાન અપાયું તેની શી ભાવના છે ! એકજ ભાવનાથી દાન અપાયું છે કે મારો જીવ જાય તો ભલે જાઓ, પરંતુ દાન તો અપાવુંજ જોઇએ. એ ભાવના કહો શું ખોટી હતી? નહિ, પણ છતાં ભાવનાનું પરિણામ શું આવે છે ! ‘૦’ મીડું !ત્યારે હવે કહો, શું તમે દાનને ખોટું કહેશો ! નહિ !! પણ દાન સાથે જે સદાચાર જોઇએ તે ન રહ્યો! પરિણામ એ આવ્યું કે મોક્ષમાર્ગમાં અગ્રગામી થવાનું તો દૂર રહ્યું ! પણ પેલી વેશ્યા ગળે વળગી ! રાજય ગળે વળગ્યું !! ઉપાધિ વધી પડી !!! દાન દેવાની રીતિઓ. | ઉચિતદાન, કીર્તિદાન, એ બધા દાન જ છે અને એ બધા દાનમાં ઘરમાંથી કાઢી આપવાની વાત છે. તો પછી એ સઘળા દાનમાં એકલું સુપાત્રદાન એજ સારું શાથી? સદાચારથી !જે દાનમાં સદાચાર છે જે દાન ત્યાગની ભાવનાથી અપાય છે ત્યાગ માર્ગને પોષવાના કાર્યમાં જે દાન વપરાય છે તે સુપાત્રદાન છે અને તેથીજ સુપાત્રદાનની મહત્તા શાસ્ત્રકારે કહી છે. કીર્તિદાન, અનુકંપાદન, ઉચિતદાન એ સઘળાં દાન છે, પરંતુ એ સઘળાં દાનનો દાતા સદાચારવાળો તો નહિ ! સુપાત્રદાન કરવાની વૃત્તિનો ગ્રાહક એવો દાતા તેજ સદાચારવાળો છે, બીજાના ઉપર તમે સદાચારની છાપ મારી શકો તેમ નથી, દાન દાન એકલું બોલ્યા કરશો તેથી દહાડો વળવાનો નથી. દાનની મહત્તાને ધ્યાનમાં લો તોજ તમારું કલ્યાણ છે. ઉચિત દાન એ સાદું છે. ઉચિતદાનમાં પાછા મળવાની વાત રહેલી છે, બદલો મળવાનું તત્ત્વ રહેલું છે. કીર્તિદાનમાં જગત વાહવાહ કરે છે, અનુકંપાને પાત્ર કોણ ? જે દુઃખથી હેરાન થાય તે ! જે દુઃખથી ઘેરાયેલો હોય દુઃખમાં પડેલો હોય તે અનુકંપાને યોગ્ય છે, પણ સાધુ કાંઈ દુઃખમાં ઘેરાયેલાં હોતા નથી અથવા સંકટમાંથી બચવાની બુમ મારતા નથી તો પછી તમે સાધુને દાન આપો છો એ કઈ ભાવનાથી ! સાધુને “બિચારો” કહો તો એમાં તમે શું કરો છો તેનો વિચાર કરો. સાધુને બિચારો કહો એટલે તો એના આત્માને અને તમારા આત્માને પણ તમો અન્યાય કરો છો. સાધુ બિચારો નથી, ગરીબડો નથી. એનો આત્મા તો સિંહ જેવો છે. જોઇએ એવો બળવાન છે. વિષયકષાયોને જીતવામાં જોઇએ તેટલો શક્તિશીલ છે. જેનાં ઉપર દરદ, દુઃખ, ઉપસર્ગનો હલ્લો છે તેવાને દેવામાં વધારે ફળ છે એવું શાસ્ત્રકારો કહે છે અને સાધુ તો એવો પણ નથી તો પછી સાધુને દાન આપવાની મહત્તા શાથી ? એકજ કારણથી કે એ રીતે અપાયેલું ધન ત્યાગમાર્ગની સેવામાં વપરાય છે. સાધુ સાધુને આપવામાં પણ ભારે ફેર રહેલો છે. સાધુને આપવું એ ખરું પણ એક સાધુ ક્રિયા આદિમાં ઉપાશ્રયમાં બેઠા છે અને બીજા લોંચ કે વિહારથી પરિશ્રમિત છે. તો એ બે સાધુઓમાં પરિશ્રમિતને આપવામાં વધારે લાભ છે વળી તેથી પણ આગળ વધો એક સાધુ પરિશ્રમિત, થાકેલો રોગી કિંવા ગ્લાનીથી પિડાયેલો હોય અને બીજો વિહારથી પરિશ્રમતિ ગીતાર્થ હોય, તો વિહારથી પરિશ્રમિત એવા આચાર્યદિકને આપવામાં વધારે લાભ છે એ એવું દાન વધારે ફળ આપે છે. હવે વાંદરા જેવી કેળવાયેલી બુદ્ધિ કેવા અનથી ઉપજાવે છે તે જાઓ અને એ અનર્થથી બચવામાં