________________
પ૯
શ્રી સિદ્ધચક્ર
તા.૨-૧૧-૩૩ સાવધ રહો જો તમે એ સાવધતા ખોઇ દેશો તો એનું પરિણામ એ આવશે કે તમારો કોઈ આરોજ ન રહે આ સંબંધમાં એક સંસ્કૃત કવિએ ઘણી ઉતમ કલ્પના કરી છે. નિશ્ચય વિનાના માણસને તે કવિ વાંદરાની ઉપમા આપે છે ? અને વાંદરું જેમ નિશ્ચય વિના આમથી તેમ અને તેમાંથી આમ ગમે ત્યાં રખડે છે અને એ રખડપટ્ટીમાં ગમે ત્યાં ભટકાઈને તેનો નાશ થાય છે તે પ્રમાણે કવિ કહે છે કે નિશ્ચય વિનાના માણસની પણ તેવી દશા થાય છે. અનર્થકારી કલ્પનાઓ
સમજો કે એક સાધુ છે, તેણે તપશ્ચર્યા કરવા માંડી છે. તપ કરતા કરતા તેણે વૃત પુરૂં કર્યું અને પારણાનો સમય આવ્યો. હવે એ સમયે તમો એને વહોરાવો (સાધુને જૈન ધર્મના નિયમ પ્રમાણે શાસ્ત્રાધારે યોગ્ય એવી ભોજનની વસ્તુઓ પૂરી પાડવી તેને જૈનધર્મ પ્રમાણે સાધુને વહોરાવવું એમ કહે છે,) ખરા કે નહિ? હું કહું છું કે શ્રાવકધર્મના માત્ર મુલતત્વોને જાણનારો સામાન્ય માણસ પણ એ સાધુને જરૂર વહોરાવેજ એટલુ નહિ, પણ ધારો કે શ્રાવક કુળ ન હોય અને સામાન્ય માણસ કે જે કોઈ આર્યવંશમાં જન્મેલો હોય તે માણસ પણ સાધુને આપવું જોઇએ એવીજ બુદ્ધિ ધરાવનારો હોય. હવે જો તમે એ સાધુને નથી વહોરાવતા તો એનો તપશ્ચર્યાનો કાળ લંબાય છે અને જો તમો એને વહોરાવો છો તો નિર્જરા બંધ થાય છે. તો હવે એવા સાધુને તમે ગોચરી આપો તો ગોચરી આપવાથી નિર્જરા બંધ થાય એના પાપના તમે ભાગીદાર ખરા કે નહિ? જેની બુદ્ધિ માત્ર મશકન પ્રમાણે ગતિ કરવાનું જ શીખેલી હશે તે માણસ સહેજે એમ કહી શકશે કે દાન આપવાથી સાધુની નિર્જરા તૂટે છે માટે એ નિર્જરા તોડવામાં સાધુને વૃતથી દુર કરવામાં જે કોઈ એને વહોરાવે તે પાપનો ભાગી છે. લોંચ વખતે આગમ ગ્રહણ વખતે ધર્મની ભાવના ચાલી રહી હતી, તે ભાવનાને વહોરાવીને તમે સાધુને પ્રમાદી બનાવ્યો માટે તમે સાધુ હિતકર્તા નથી પણ તેના શત્રુ છો. શું આ વાત તમારે ગળે ઉતરે છે કે ? નહિજ ! તમારે તો શું પણ મારે કહેવું પડશે કે એક સામાન્યમાં સામાન્ય માણસ હોય તેને ગળે પણ આ વાત નહિજ ઉતરે અને આ હું તમોને ખાતરીથી કહું છું કે એ રીતે સાધુને વહોરાવનારને પાપનો એક છાંટો પણ લાગતો નથી એટલુંજ નહિ પણ અમોઘ પૂણ્ય જ છે. દાન-શીલનો પરસ્પર સંબંધ.
ત્યારે તો મને એવો પ્રશ્ન જરૂર કરી શકો છો કે સાધુને દાન આપીએ અને નિર્જરાનો ભંગ થાય તે માટે દાન આપનારને જવાબદાર કેમ ન ગણવો જોઈએ. હું તમને એક સીધી સાદી વાત કહું છું તમો તમારા બાળકને કડવી દવા આપો છો અરે ભયંકર વ્યાધિ થાય તો ઓપરેશન પણ કરાવો છો એ સમયે બાળકને દુઃખ પણ થાય છે તો શું દુઃખ તમોએ કરાવ્યું છે એમ કોઈ કહે ખરું? નહિજ ! એ દુઃખ તમારા કહેવાથી દાકતરે કર્યું છે પણ છતાં તેમાં બાળકની હિત બુદ્ધિજ રહેલી છે તેજ પ્રમાણે દાનનું પણ છે. તમો સાધુને દાન આપો છો પરંતુ એ દાન તમો શાથી આપો છો વૈરાગ્ય વહનની પૂર્તિ માટે આપો છો ! ત્યાગ પરત્વેના પ્રેમથી આપો છો એટલેજ દાનથી તમો પાપના-નિર્જરા તોડાવવાના કાર્યના ભાગીદાર નહિ, પણ નિર્જરાદિનાજ ભાગીદાર થાઓ છો. દાન આપો ત્યારે એટલા માટે સદવર્તનને જોઇને તમો દાન આપો છો એજ કારણથી સદવર્તન એ સુપાત્ર દાનની જ ઠરાવી છે, અને તેથીજ બીજો ધર્મ શીલ કહ્યો છે.