________________
૨૮૪
શ્રી સિદ્ધચક્ર
તા.૧૫
-
૪
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન
સમાધનાર-સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડઅભ્યાસી આગમોદ્વારકા આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ. પ્રજ્ઞાકાર-ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રધારાએ પૂછાયેલા પ્રશ્નો.) પ્રશ્ન ૬૪૯-સંધિ શબ્દનો અર્થ સાંધવું, મેળવવું એવો સંધાન : એવી વ્યુત્પત્તિ કરીને જેમ સમજાવાય છે તેમ સાંધ એટલે તડ (રેખા) એ અર્થને જણાવવાવાળો સંધિ શબ્દ હોય કે નહિ? અને હોય તો તેના દ્રવ્યભાવ ભેદો કેવી રીતે સમજવા ? સમાધાન-પ્રસિદ્ધ વ્યાકરણ આદિને આશ્રીને પ્રસિદ્ધિથી સાંધવું એવો અર્થ થાય છે પણ ભાષાની ઉત્પત્તિ પ્રથમ હોય છે અને તેને આધારે જ વ્યાકરણની ઉત્પત્તિ હોય છે એ દઢ નિયમને અનુસરીને સંધિ શબ્દનો અર્થ છિદ્ર એવો કરવામાં અડચણ નથી, અને તેથીજ શીલાંકાચાર્ય મહારાજે સંધિ શબ્દની વ્યાખ્યા કરતાં ભીંતાદિના છિદ્રને દ્રવ્યસંધિ તરીકે અને કર્મના વિચ્છેદને ભાવસંધિ તરીકે જણાવી સ્પષ્ટ જણાવ્યું છે કે કેદમાં પડેલાને ભીંત કે બેડી તૂટવાની રીતિ કે છિદ્ર માલમ પડે તો કોઇપણ બુદ્ધિશાળી પ્રમાદ કરે નહિ તેવી રીતે મોક્ષાર્થીએ કર્મનો ક્ષયોપશમરૂપસંધિ પામીને પુત્ર,
સ્ત્રી કે સંસારના સુખનો મોહ કરવો તે કલ્યાણકારી નથી. પ્રમ ૬૫૦-લજ્જા, ભય કે મોટાઈને લીધે જે આધાકર્મી આદિ દોષનો ત્યાગ કરે અને પડિલેહણ આદિ ક્રિયા કરે તેમાં મુનિપણું માની શકાય ખરું? સમાધાન-નિશ્ચયનયની અપેક્ષાએ આત્મકલ્યાણની દૃષ્ટિએ છાંડવાલાયક વેપારનો ત્યાગ કરવો અને આદરવા લાયક વસ્તુઓ આદરવી તેજ મુનિપણું છે, પણ વ્યવહારનયની અપેક્ષાએ મોક્ષનો અર્થી તત્ત્વની શ્રદ્ધાવાળો અને પંચમહાવ્રતધારી કોઈપણ જીવ તે મોક્ષમાર્ગમાં પ્રમાદી થતો બીજા સરખા સાધુની લાજથી, આચાર્યાદિ આરાધ્ય પુરુષોના ભયથી કે મોટાઈને અંગે આધાકમદિને છોડતો પડિલેહાણાદિક ક્રિયા કરે અથવા તો તીર્થની ઉન્નતિ માટે માસખમણ આતાપના વિગેરે લોકોમાં જાહેરાતવાળી ક્રિયા કરે તેમાં તેનું મુનિપણુંજ કારણ છે. (તેવી ક્રિયાથી પરંપરાએ શુભ અધ્યવસાય જરૂર ઉત્પન્ન થાય છે માટે તેમાં મુનિપણાનું કારણ માનવાથી વ્યવહાર દ્રષ્ટિએ અડચણ નથી.)