SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૩-૩૪ શ્રી સિદ્ધચક ૨૦૫ પ્રશ્ન ૬૫૧ શરીરમાથું હતુ ધર્મસાધન એ વચનને આગળ કરીને જેઓ ધર્મની ઉપેક્ષા કરવા પૂર્વક શરીરના પોષણ માટે ખાનપાન, વિલેપન વિગેરે મોજમજાહ કરવાનું કહે છે તે શું વ્યાજબી છે ? સમાધાન-સૂક્ષ્મર્દષ્ટિવાળા મનુષ્યો જો આ વાક્યનો વિચાર કરે તો તેઓને પ્રથમ નજરેજ માલમ પડશે કે શરીર જેવી પૌદ્ગલિક વસ્તુ કોઇપણ પ્રકારે ધારણ કરવી પણ યોગ્ય નથી તો પછી તેના પોષણની બુદ્ધિએ પ્રવર્તવામાં વિવેકીપણું હોયજ કયાંથી ? વ્યવહારથી શરીરનું ધારણ કરવું કે તેને ટકાવવું એ પણ ધર્મને સાધ્ય તરીકે ખ્યાલમાં રાખીને તેનો બાધ ન આવે તેવી રીતેજ કરવાનો છે. કેમકે ધર્મનું પાલન તે સ્વાભાવિક છે અને શરીરનું પાલણપોષણ સ્વાભાવિક નહિ છતાં ધર્મપ્રાપ્તિના કારણરૂપ ઉપાધિથી થયેલું છે તો ધર્મને બાધ થાય અગર તેની નિરપેક્ષતા થાય તેવી રીતે શરીરનું પાલન અને પોષણ પણ ધર્માર્થીઓને ઉચિત નથી તો પછી ઇંદ્રિયોના વિષયોમાં આસકિત કરવી એ મોજમજાહ કરવી અને આવા પારમાર્થિક વચનોને નામે લોકોને ઉંધા માર્ગે દોરવવા એ કોઇપણ ધર્મિષ્ઠને લાયક નથી. શાસ્ત્રકારો પણ એજ કહે છે કે સંયમયાત્રાના નિર્વાહ માટે શરીરને તેવી રીતે ધારણ કરે કે જેથી વિષયવાંછા ન થતાં સંયમના આધારભૂત દેહનું દીર્ધકાલ પાલન થાય. પ્રશ્ન ૬૫૨-અસંયમમાં અરિત અને સંયમમાં આનંદ રાખવો એ સર્વ દશામાં ઉચિત છે કે કેમ ? સમાધાન-ઇષ્ટની પ્રાપ્તિ ન થાય કે તેનો નાશ થાય ત્યારે મનમાં જે વિકાર થાય તેનું નામ અરિત છે અને ઇષ્ટ અર્થની પ્રાપ્તિ થવાથી જે મનનો વિકાર થાય તેનું ના. ાનંદ છે, આ અતિ અને આનંદની વ્યાખ્યા સમજનારો પુરુષ એટલું તો સહેજે સમજશે કે અરિત અને આનંદ એ બંને મનના વિકારોજ છે અને ધર્મ તથા શુકલ ધ્યાનના તીવ્ર પરિણામથી ધ્યેયમાં રોકાયેલું યોગીનું ચિત્ત સ્થિરતામય હોવાથી તે વિકારો (અરતિઆદિ) તેમાં હોતા નથી, તેમજ ઉત્પન્ન થતા પણ નથી. અસંજમમાં અરિત અને સંજમમાં આનંદના વિચારનો શાસ્ત્રકારોએ નિષેધ કરેલો છે, પણ પ્રસંગપ્રાપ્ત અર્પિત અને આનંદ રોકેલા નથી અને રોકી શકાતા નથી. તેથીજ શાસ્ત્રકારો ફ૨માવે છે કે અસંયમની અતિમાં અને સંયમના આનંદમાં સાધુઓનું તાત્પર્ય હોય નહિ એટલેકે જ્યાં સુધી શુકલ ધ્યાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અસંયમ કે સંયમરૂપ કારણથી અરિત અને આનંદ બને તો પણ તેના આગ્રહમાં તત્વ ન રાખતાંજ સ્વસ્થ રહેવું જોઇએ. પ્રશ્ન ૬૫૩-મિત્ર અને અમિત્રનું લક્ષણ અને તે કોને ગણવા ? સમાધાન-ઉપકાર કરનારો મિત્ર કહેવાય છે અને અપકાર કરનારો શત્રુ કહેવાય છે એ સ્વાભાવિક છે પણ તાત્ત્વિક સર્વથા અને સાર્વત્રિક એવા ગુણને કરવાવાળો જે હોય તે વાસ્તવિક મિત્ર કહેવાય છે અને તેવો મિત્ર સર્વને પોતાનો આત્માજ થઇ શકે, તેમજ સંસારમાં સહાય કરવારૂપ ઉપકારથી જે મિત્ર તરીકે માનવામાં આવે છે તે મોહોદયનુંજ કાર્ય છે; કેમકે વાસ્તવિક રીતિએ સંસારમાં સહાય કરનારો મનુષ્ય દુઃખના દરીયારૂપ સંસારમાં પાડવાની મદદ કરનાર હોવાથી શત્રુરૂપજ છે, અર્થાત્ સન્માર્ગમાં રહેલો આત્મા કે આત્માને સન્માર્ગે લાવનાર મહાપુરુષો એજ આત્માના સાચા મિત્ર છે અને સ્ત્રી, પુત્ર, કણ, કંચન આદિ સાંસારિક કાર્યમાં મદદ દેનારો, સનેપાતવાળાને સાકર દેનારની માફક શત્રુરૂપજ છે; માટે મોક્ષાર્થી આત્માઓએ સાચા મિત્ર અને શત્રુની ઓળખાણ કરી પ્રવર્તવાની જરૂર છે. (વ્યવહારથી સાંસારિક
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy