________________
તા. ૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર
રાજેશ્વરો તે નરકેશ્વરો કેમ?
****
૩૩૧
આ જગતની અંદર અનાદિકાળથી આ જીવ ઇંદ્રિયોના વિષયોની અને તેના સાધનોની તૃષ્ણાથી દોરાયેલો છે. જ્યારે આ જીવ એકેન્દ્રિયપણામાં હતો ત્યારે એને કેવળ સ્પર્શ ઇંદ્રિયની પ્રાપ્તિ હતી, અને તેથી તે માત્ર સ્પર્શ ઇંદ્રિયના સ્પર્શ નામના વિષયને અંગે અનુકૂળતા અને પ્રતિકૂળતાએ સુખ અને દુઃખને માનતો હતો. ભવિષ્યતાએ અકામનિર્જરારૂપી સાધનથી પુન્યાદિકરૂપી પવિત્રતાને પ્રાપ્ત થયો અને બે ઇંદ્રિયપણામાં આવ્યો ત્યારે સ્પર્શ અને રસના ઇંદ્રિયોની પ્રાપ્તિ થઇ અને તેથી સ્પર્શ અને રસ નામના વિષયોને અંગે સુખદુઃખ અનુભવવા લાગ્યો, એવી રીતે ભવિતવ્યતા અને અકામનિર્જરારૂપ પવિત્રતાના યોગે ત્રણ ઇંદ્રિય, ચાર ઇંદ્રિય અને અસંશી પંચેન્દ્રિયપણામાં અનુક્રમે પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર ઇંદ્રિયને અધિક અધિક પામીને તેના ગંધ, રૂપ અને શબ્દરૂપી વિષયોમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાએ સુખદુઃખ માનવા અને વેદવા લાગ્યો. આ બધી સ્થિતિમાં તે માત્ર વર્તમાનકાળ પુરતું જ વિષયોનું મનન ચિંત્વન કરતો હતો, પણ ભૂત અને ભવિષ્યના વિષયો સંબંધી તેને સર્વથા ચિંત્વન કે મનન હતું નહિ પણ સંશી પંચેદ્રિયપણામાં જ્યારે આ જીવ આવાગમન કરે છે ત્યારે તેને મનના સામર્થ્યની પ્રાપ્તિ હોવાથી પૂર્વે જણાવેલા પાંચે વિષયોની પ્રાપ્તિના ત્રણે કાળના વિચારો સતત ઘોળાયા કરે છે અને તેથી તે વિષયોના સાધનોની પ્રાપ્તિ તરફ અત્યંત દોરાઈ જાય છે અને તે એટલે સુધી કે વિષયોના ભોગે પણ વિષયોના સાધનો મેળવવા કટિબદ્ધ થાય છે અને એવી દશા થતાં જીવ વિષયોના ભોગવટાની કિંમત કરતાં પણ વિષયોના સાધનોની કિંમત અત્યંત અધિક ગણે છે અને તેનેજ પ્રતાપે લોભનો સજ્જડ પ્રવાહ સંજ્ઞી પંચેદ્રિયપણામાં મનુષ્યપણું આદિ પ્રાપ્ત થતાં પ્રવર્તે છે. તે વિષય સાધનોના લોભ પ્રવાહમાં એટલો બધો તણાય છે કે જે જે પ્રાણીઓને વિષયના સાધનવાળા દેખે છે તેની પાસેથી તે તે વિષયોના સાધનને મેળવવા સતત પ્રયત્ન કરે છે. અંતરાયના ઉદયે કદાચિત્ ન મળે અગર અંતરાયના ક્ષયોપશમે કદાચિત્ કિંચત્ મળે પણ તે જીવને તે સાધનસંપન્ન જીવોની તરફ ઈચ્છાબુદ્ધિ હંમેશા પ્રવર્તતી રહે છે.
આ વિષયોના સાધનની અધિક કિંમતના અને સાધનો મેળવવાની અધિક ઇચ્છાના પ્રતાપે જ જગતમાં રાજાની અધિકતા ગણવામાં આવી છે પણ જ્યારે ઇંદ્રિયસુખના અર્થીઓ માત્ર ઇંદ્રિયસુખના સાધનની અધિકતા દેખી રાજેશ્વરને આરાધ્ય, સેવ્ય માની તેમની દશાને પ્રાપ્ત થવા લાયક માને છે, ત્યારે પુદ્દગલમય ઇંદ્રિયોદ્વારા વિષયો અને તેના સાધનોની સંપત્તિથી થતાં સુખોને જેઓ પુદ્દગલજન્ય