SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ તા. ૧૩-૪-૩૪ શ્રી સિદ્ધચક્ર અને વિપાક વિરસ તરીકે સમજી શકે છે તેમજ તેના ઉપાર્જનને અંગે કરાતી અધમ પ્રવૃત્તિઓ, તેના ભોગ કાળની વખત થતું આત્માનું અસ્વાસ્થ તેના પોષક તરફ થતી સ્નેહદૃષ્ટિ, તેના ઘાતક તરફ થતી જૂરદ્રષ્ટિ અને આખા ભવમાં સતત મહેનત કરીને મેળવેલા ભોગોના સાધનોને અંત અવસ્થાએ એકી વખતે સર્વ મેલી દેવા પડે છે એવું સમજનારા વિવેકી જીવો જેઓને શાસ્ત્રકારો તત્વદૃષ્ટિએ વિચારવાળા ગણે છે તેઓ તો પૂર્વે જણાવેલા બાહ્યભોગ અને તેના સાધનની સર્વ સામગ્રી ધરાવનારા રાજાધિરાજોને ભોગ અને તેના સાધનની પ્રાપ્તિ માટે તેમજ તેના રક્ષણ અને વધારા માટે કરાતા પાપમય પ્રયત્નોને વિચારી એવા રાજામહારાજાઓને પૂર્ણ દયાની દૃષ્ટિથી દેખે છે અને તેથી જ તે વિવેકી પુરુષો સભા સમક્ષ સામાન્ય રીતિએ ઉપદેશ દેતાં જણાવે છે કે રાજેશ્વર તે નરકેશ્વર અર્થાત્ ઈદ્રિયોના ભોગો અને તેના સાધનોની ઉત્કૃષ્ટ પ્રાપ્તિવાળા, નવા પ્રાપ્ત કરવા માટે તેની ઉત્કૃષ્ટ લિપ્સાવાળા, તેની પુષ્ટિ કરનારા તરફ પ્રેમ કરનારા અને તેની અંશે પણ ક્ષતિ કરવાવાળા તરફ ક્રોધે ધમધમીને ક્ષતિ કરનારના અને તેના સંબંધીઓના પ્રાણોનો નાશ થાય ત્યાં સુધીના પ્રયત્નો કરવાવાળા જગતમાં ગણાતા રાજાધિરાજો નરકગામી કેમ ન બને તેમજ ક્યા પુન્યયોગે આત્માને નિર્મળ કરી સદ્ગતિગામી બને કેમકે વિષયમાં રાચેલો અને તેની આકાંક્ષાવાળો મનુષ્ય આત્મામાં રમણતા કરનાર વિષયને વિષસમાન સમજનાર, વિષયના સાધનરૂપ સ્ત્રી અને ધન આદિને બેડસમાન માનનાર, યાવત્ સંસારમાત્રને કારાવાસ તરીકે ગણનાર એવા ત્યાગી પુરુષો તરફ અંશે પણ ઉત્તમતાની બુદ્ધિ હોઇ શકતી નથી, અને તેવી ઉત્તમતાની બુદ્ધિ ન હોવાથી વિષય અને તેના સાધનોના ત્યાગને અમલમાં મેલવાથી કેટલો બધો અનિષ્ટનો બચાવ અને ઈષ્ટની પ્રાપ્તિ થાય છે એ તેને શ્રવણગોચર પણ થતું નથી, એ કદાચિત્ શ્રવણગોચર થાય છે તો પણ વિષય અને તેના સાધનની આસકિતને લીધે વિષયના ત્યાગને ઉત્તમ માનવામાં તથા આત્માના અવ્યાબાદપદની માન્યતા તેની પ્રાપ્તિના સાધનોનું જ્ઞાન તે પ્રાપ્ત કરવાની આકાંક્ષા અને તે આકાંક્ષામાં થવી જોઇતી તીવ્રતા તેવા જીવોને પ્રાપ્ત થઈ શકતી નથી અને તેનેજ પ્રતાપે રાજેશ્વર છતાં પણ રાજાધિરાજોને નરકગામી બનવું પડે છે. આવીજ હકીકતને ઉદ્દેશીને ભગવાન ગણધર મહારાજા પણ નરદેવ (રાજાધિરાજ)ની ગતિ કેવળ નરકનીજ બતાવે છે અર્થાતુ સ્પષ્ટપણે જણાવે છે કે વિષયની આસકિત અને તેના સાધનોની પ્રાપ્તિમાં લીન બનેલા રાજાધિરાજો ઉત્તમ ધર્મથી વિમુખ જ રહે છે અને તેને પ્રભાવે તેઓ નરકગામી બને છે. ઉપર જણાવ્યા પ્રમાણે એકલી વિષયની આસકિત અને વિષયના સાધનો લોભીદશાને લીધે જ રાજેશ્વરો નરકેશ્વરો એમ નહિ પણ તે આસકિત અને લોભીદૃષ્ટિને લીધે પોતાના શરણે રહેલી જેનું હિત કરવાને પોતે બંધાયેલો છે એવી પ્રજાના સુખો અને દુઃખોની દરકાર નહિ કરતાં માત્ર પોતાની જ ઇચ્છા તૃપ્ત કરવાને તેવી પ્રજાને અનેક પ્રકારે પીડવામાં તત્પર રહે છે અને તે આસકિત, લોભ, અને પ્રજાપીડાના કારણે રાજાધિરાજો એક ભવે નરકના દુઃખો ભોગવવાથી પણ ઉપાર્જન કરેલી પાપની પીડાથી છૂટી શકતા નથી અને તેથી કોઈક તેવા કર્મયોગે મળેલા મનુષ્યભવમાં તે પહેલાના રાજ્યપતિઓ જન્માંધપણાં આદિની સ્થિતિને અનુભવે છે. આ હકીકત જાણવાની ઇચ્છાવાળાએ વિપાકનામના અંગના પહેલા શ્રુતસ્કંધના મૃગાપુત્રીય નામના અધ્યયનને વિચારવું યોગ્ય છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy