________________
તા.૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક વધવાથી તે આકાર બંધ કરી તે નવપદ અને તેના સિધ્ધચક્ર યંત્રને પ્રાણાંત પ્રસંગે પણ આરાધનાર એવા શ્રીપાલ મહારાજનો બ્લોક આ વર્ષે વાંચકો મુખપૃષ્ઠ ઉપર જોશે, અને તે ઉપરથી ભાવ અને વિર્યનો ઉલ્લાસ વધારી નવપદ અને શ્રી સિધ્ધચક્રના આરાધનમાં ઓતપ્રોત થશે એવી આશા રાખવી અસ્થાને નથી.
નવપદજીની આરાધનાનો વખત સકળ તીર્થકરોના શાસનમાં નિયમિત છે, તે આરાધનાનો વખત ચૈત્ર અને આસો સુદિમાં હોઈ દેવતાઓ અને વિદ્યાધરો નિયમિત નંદીશ્વર દ્વીપમાં મહોત્સવ કરે છે અને ભાવિક મનુષ્યો પણ પોત પોતાને સ્થાને સર્વ તીર્થકરોના શાસનમાં ચૈત્ર અને આસોની અષ્ટાન્ડિકાનું મહોત્સવાદિક કૃત્યોથી આરાધના કરે છે. શ્રી અજીતનાથજી તીર્થકર વિગેરે બાવીસ તીર્થંકરના શાસનમાં ચોમાસી તેમજ પર્યુષણનો ક્રમ નિયમિત ન હોવાથી કાર્તિક, ફાગણ અને અષાઢની ચોમાસીઓ તેમજ પર્યુષણ અનિયમિત હોવાથી તેની અટ્ટાઇઓ અનિયમિત થાય છે, તો પણ ચૈત્ર અને આસોની જે અઠ્ઠાઈઓ પરમપૂજ્ય નવપદ અને સિધ્ધચક્રના યંત્રની આરાધનાની છે તે તો નિયમિતજ છે.
ઉપર જણાવ્યા પ્રમાણે પરમ પવિત્ર નવપદો અને તેની અત્યંત મનોહર સ્થાપનામય શ્રી સિદ્ધચક્રની ભક્તિ અને બહુમાનથી પ્રેરાઈને આ પત્રનું નામ શ્રી સિદ્ધચક્ર સ્થાપન કરવામાં આવ્યું છે અને પરમપૂજ્ય નવપદ અને શ્રી સિદ્ધચક્રજીના યંત્રની તરફ ભક્તિ અને બહુમાનની નજરથી જોનારા ગ્રાહકોએ જેવો ઉત્સાહ પૂર્વે બતાવ્યો છે તેવોને તેવો આગળ પણ બતાવશે એમ ધારી અત્રે અમે વિરમીએ.
લી“સિધ્ધચક” તંત્રી.
ગ્રાહકોને ચેતવણી જ
ગયા અંકમાં જણાવ્યા પ્રમાણે ભેટ આપવાનું ગતાંકમાં જાહેર કરેલું છે, તે પ્રમાણે વી. પી. શરૂ કરીશું, જે દરેક ગ્રાહકોને સ્વીકારી લેવા વિનંતી છે, જેમને કાંઇપણ વાંધો હોય તેમણે તુરત જણાવવું, કે જેથી સમિતિને નાહક વી. પી. ખર્ચમાં ન ઉતરવું પડે. ' મુંબઇના ગ્રાહકોએ આ પત્રની ઓફીસમાં લવાજમ ભરી ભેટનું પુસ્તક લઈ જવું.
સુરતના ગ્રાહકોએ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્વારક ફંડની ઓફીસમાં આવેલી શ્રી. સિ. સા. પ્ર. સમિતિની ઓફીસમાં લવાજમ ભરી ભેટનું પુસ્તક લઈ જવું. બીજ ગ્રાહકોને બહારગામનાને પ્રથમ તકે વી. પી. કરવામાં આવશે.
શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ.
ભુલેશ્વર લાલબાગ-મુંબઈ.