SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યના સ્વીકારમાં જૈનશાસનની શોભા છે. આસન્નોપકારી ચરમતીર્થકર વીરવિભુના શાસનને શોભાવનાર ભગવાન આર્યરક્ષિત સૂરીશ્વરજીના સમયમાં મનોહર માલવ દેશની ઉજ્જયની નગરીની પાસે મંદસોર નામના ઉત્તમ સ્થાનમાં સમાચાર મળ્યા કે મથુરામાં એક પ્રચંડવાદી જેને શાસનની અવિચળ માન્યતા સામે આક્રમણ લાવવા અનેકાનેક પ્રબળ પ્રયત્નો કરી રહ્યો છે !!! શાસનના સંરક્ષક તેઓશ્રીએ (શ્રી આર્યરક્ષિત દેવે) શ્રી ગોષ્ઠામાહિલને મથુરા મોકલ્યા, વિવિધ વાદ કરી તત્ર તેણે શાસનની જય પતાકા ફરકાવી !!! શ્રાવકોનો અત્યંત આગ્રહ થવાથી તેઓશ્રી તત્ર ચતુર્માસ રહ્યા, અને તેજ ચતુર્માસમાં આર્યરક્ષિત સૂરીશ્વરજી સ્વર્ગની સુંદરતાને શણગારવા ગયા છે એવા સમાચાર શ્રવણ કર્યા. નાશવંત દેહને મુક્તા 'પહેલાં પોતાની પાટ પર શ્રી દુર્બલિકાપુષ્પમિત્રને નિયત કર્યા હતા. પટ્વીના પવિત્ર સમાચારનું સકળ સંઘે સુધાપાન કર્યું, ત્યારે ગોષ્ઠા માહિલે પોતાના હૃદયને કથનીય ક્ષોભ પમાડ્યો !!! આચાર્યપદ્વીની પ્રાપ્તિ માટે અનેક પ્રકારે વલખાં માર્યા છતાં મળીજ નહિ !!! બલ્ક મેળવવા માટે કરેલી મહેનત વ્યર્થ ગઈ. જેવી રીતે શ્રીપાળની રિદ્ધી-સમૃદ્ધિ દેખીને ઇર્ષાળુ ધવલે શ્રીપાળનું મરણ ઇચ્છયું, બલ્બ પી ન શકું તો ઢોળી નાખું” તેવી રીતે અનેકવિધ દુષ્ટ વિચારણાથી પ્રેરાયેલા તેણે (ગોષ્ઠામાહિલે) દુર્બલિકાપુષ્પમિત્રને હેરાન કરવા અવનવી શાસનવિરૂદ્ધ પ્રરૂપણા શરૂ કરી. અલ્પશાનીઓ અને અલ્પડિયાવાનોને પ્રભુશાસનમાં સ્થાન છે, પણ વિશ્વવિખ્યાત જ્ઞાની અને દિયાવાનુ એવા હોય તો પણ વિરૂદ્ધપ્રરૂપકોને પ્રભુશાસનમાં સ્થાન જ નથી ! અર્થાત તેઓ વંદનીય, નમસ્કરણીય કે આદરણીય નથી જ બલ્ક તે તે વ્યક્તિઓ સંઘથી બહિષ્કાર કરવા લાયક છે !!! ખોટી પ્રરૂપણાની રીતસરની દલીલો ઉપરટપકે વિચારીએ તો ગોઠામાહિલ સાચો લાગશે,પણ પ્રભુશાસનના પ્રસિદ્ધિ પામેલા સિદ્ધાંતના પરમાર્થને પિછાણનારાઓએ ગોષ્ઠામાહિલની પ્રરૂપણામાં રહેલ અસત્યને વિશ્વ સમક્ષ ખુલ્લું કર્યું, એટલું જ નહિ પણ સમસ્ત મુનિસમુદાયે શ્રીસીમંધરસ્વામિજીના કથનથી નિન્દવ તરીકે જાહેર કર્યો. આ માટી-પથ્થરના માર સહન કરે, મળમૂત્રાદિ અશુચિ પુગલના પુંજની પરવા ન કરે, પણ મુડદાને સંઘરવામાં સાગરની શોભા રહી શકતી નથી, અર્થાત્ સાગર મડદાને સંઘરતો નથી, એવું આજની ડાહી દુનિયાએ પણ સ્વીકાર્યું છે, બલ્ક સગી નજરે નિહાળ્યું છે; તેવીજ રીતે શ્રમણ સંઘરૂપ સાગર નિન્દવરૂપ ઉસૂત્ર પ્રરૂપણાકરી જાહેર થયેલ નિર્માલ્ય શબોને સમય માત્ર પણ સઘરી શકતો નથી એ જેમ સાગરની વાસ્તવિક મર્યાદા છે તેમ સર્વકાલ ઉત્સુત્ર પ્રરૂપકોને નહિં સંઘરવાની શાસનમયદા છે. એક વખત આપત્તિના પ્રસંગમાં શાસનની આબરૂને અખંડ રાખનાર, શાસનની જય પતાકા ફરકાવનાર શ્રીગોષ્ઠામાલિની પૂર્વની વિજય-પરંપરાની શાસન કાર્યવાહીની દરકાર કર્યા વગર કેવળ સત્યના આગ્રહી શ્રમણસથે તે ગોષ્ઠામાહિલને સંઘ-બહિષ્કૃત કર્યો છે !!! અર્થાત્ શાસનરકતોની પરાપૂર્વની અખંડ આબરૂ પણ સત્યના સ્વીકારમાં છે. વાંચકોએ આ હકીકત પર માટે ન લેતાં પોતા માટે લેવી એજ શ્રેયસ્કર છે. સત્યના સ્વીકારમાં જૈનશાસનની શોભા છે ! ચંદ્રસા
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy