SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૧૨-૩૩ શ્રી સિદ્ધચક્ર ૧૫૯ ( 1) $ $ $ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः સાગર સમાધાન િ . સમાધાન- સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી આગમના અખંડઅભ્યાસી, આગમોઢારક આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ. પ્રજ્ઞાકાર-ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્ર દ્વારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર પૂ. મુનિવર્ય શ્રીચંદ્રસાગરજી મહારાજ. પ્રશ્ન ૬૦૪-ભવ્યોને શ્રીતીર્થકરદેવની વાણીનો લાભ મળતો હોય, ત્યાં શાસન સંસ્થાપક શ્રીતીર્થંકરદેવની જગ્યાએ શ્રી તીર્થંકરદેવની અપેક્ષાએ ઓછા જ્ઞાનવાળા ગણધર ભગવાનને ગોઠવવા તે શું વ્યાજબી છે ? સમાધાન- હા, કારણ કે શાસનથી સ્થાપના શ્રીતીર્થંકરદેવોના હાથે થઇ, પણ એ શાસન ગણધર ભગવંત રચિત શાસ્ત્રાધારે અવ્યાહત પણે એટલે અમ્મલિતપણે ચાલવાનું હોવાથી શાસ્ત્રની માન્યતા પોતાના (શ્રીતીર્થ કરદેવના વચન) જેવી ચતુર્વિધ સંધમાં કરાવવા માટે પુ. શ્રીગણધર ભગવંત રચિત સત્રો અને તેમનું કથન સર્વજ્ઞ વચન જેવું જ છે. એવી જાહેરાત એક અપેક્ષાએ શ્રીતીર્થંકરદેવો તેમની દેશનાદ્વારા એ કરાવે છે. અર્થાત્ તીર્થંકરદેવ કહે છે તેજ ગણધર ભગવંતો કહે છે તે નક્કી થાય, તેમજ શ્રીગણધર વચનપર શાસનની એકસરખી પ્રતીતિ થાય તે માટે તીર્થકર દેવો પહેલે પહોરે દેશના આપ્યા પછી બીજે પહોરે ગણધર ભગવંતો પાસે દેશના અપાવે છે. પ્રશ્ન ૬૦૫- પ્રતિલેખન (પડિલેહણ)ની ક્રિયાકાલે ઉપધાન કરવાવાળાઓ પાણહાર પચ્ચકખાણ કરે કે નહિ? સમાધાન- કરે નહિ, કેમકે પાણહાર પચ્ચકખાણ એ સંવરણની ક્રિયા છે, અને સંવરણની ક્રિયા વિધિપુરસ્સર રહેવી જોઇએ, અને જો કરી લે તો જ્યારે સાંજના ઉપધાનવાળો ક્રિયા કરે તે વખતે “પચ્ચખાણ કર્યું છેજી” એવું બોલવાથી અનુવાદ થઇ જાય, માટે ઉપધાનવાળાઓએ પ્રતિલેખનના અવસરે પાણહાર પચ્ચખાણ કરવા યુક્ત નથી. એટલે ગુરૂના દ્વાદશાવર્ત વંદનપૂર્વક પચ્ચખાણ કરવાના હોઇને પડિલેહણમાં દ્વાદશાવર્ત વંદન ઉપધાનવાળા કરતા નથી અને તેથી પાણહારનું પચ્ચકખાણ પણ ત્યાં થાય નહિ. પ્રશ્ન ૬૦૬- કેવળજ્ઞાન પામેલા કેવળી ગૃહસ્થપણામાં હોય તો શું દેશના અને વંદનનો વ્યવહાર પ્રવર્તાવી શકે નહિ? - સમાધાન- ના, જેમ ઘરમાં રહ્યા કેવળજ્ઞાન પામેલા કેવળી કૂર્માપુત્ર છે, ઈદ્ર શ્રી સીમંધર સ્વામીજીને પૂછ્યું કે ભરતક્ષેત્રમાં કોઈ કેવળી છે? જવાબમાં “ ના, પણ ઘરમાં રહ્યા કેવળજ્ઞાન પામેલા કૂર્માપૂત્ર કેવળી છે.” આ જવાબમાં પ્રથમ ના કહેવાનું કારણ એજ છે કે કેવળજ્ઞાન પામેલા કેવળી છે, છતાં સાધુપણાના વ્યવહારમાં નહીં હોવાથી દેશના કરવાનો, તેમજ વંદન કરાવવાનો રિવાજ ન હોવાથી કેવળીપણાની ગણત્રી નહિ કરીને ના કહી, અને પછી ગૃહસ્થપણાના નામે નિર્દેશ કર્યો. જ્ઞાનની ઉચ્ચભૂમિકાપર આરૂઢ થયા છતાં, લોકાલોકના ભાવ પ્રત્યક્ષ નિહાળે છે, છતાં વ્યવહાર ચારિત્રવાળા ન હોવાથી કેવળી પણ વંદનીય નથી; અર્થાત્ શાસન ગુણોની પૂજ્યતા સ્વીકારવા છતાં વ્યવહારને પ્રાધાન્યપણે સ્વીકારે છે; અને તેથીજ ભરત મહારાજને કેવળજ્ઞાન થયેલું જાણીને આવેલા ઈદ્રમહારાજે દીક્ષા મહિમા કર્યા પછી વંદન કર્યું.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy