________________
૧૦
શ્રી સિદ્ધચક્ર
તા.૩૧-૧૨-૩૩ પ્રશ્ન ૬૦% દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રવૃત્તિ તે પાંચઈદ્રિય અને મનદ્વારા એ છે, અને તે સાધનો નાશવંત છે; અને તે (ઈદ્રિયો) બધાને તો તમે જડજીવન કહો છો તો નાશવંત જડજીવન ઉપર આ ધમાલ શી?
સમાધાન- એક ચિતારો ચિત્ર ચિતરે છે, ચિત્ર કાગળ પર અગર ભીંત પર ચિતારો ચિતરશે, ચિત્રમાં રંગ પીંછીથી પુરશે, પણ કાગળ ભીંત, રંગ, પીંછી એ બધામાંથી કોઇપણ ચિત્રામણ કરતાં નથી; અર્થાતુ બધાં સાધનો હોવા છતાં ચિતારાની ગેરહાજરીમાં ચિત્રામણ થતું નથી, તેથી ચિત્રામણનો કર્તા ચિતારો છે, તેવી રીતે પ્રવૃત્તિ નિવૃત્તિ કરવાનાં સાધનો પાંચઈદ્રિય અને મનરૂપ જડજીવન છે, પણ તે જડજીવનોમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરવાની શક્તિ નથી, પણ પ્રવૃત્તિ નિવૃત્તિ કરનાર આત્મા છે. અર્થાતુ નાશવંત સાધનો છોડીને બીજા ભવમાં જાય પણ જ્યારે જડજીવનરૂપ સાધનો મળે ત્યારે તે આત્મા તે દ્વારાએ પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ લાભ મેળવી શકે છે.
પ્રશ્ન ૬૦૮- શ્રી આચારંગ સૂત્રના પૃષ્ટ નં ૧૪૬ પુઠી ૧-લીટી સાત ઉપર ટીકામાં આવેલા નીચેના શ્લોકનો પારમાર્થિક અર્થ જણાવવા કૃપા કરશો ?
दशसूनासमश्चक्री, दशचक्रिसमो ध्वजः । दशध्वजसमा वेश्या दशवेश्यासमोनृप ॥१॥
સમાધાન- ઉપરના શ્લોકનો અર્થ દશ કસાઇખાના સરખો ચક્રી (તેલી), દશચક્રીસમો એક કલાલ (દારૂવાલો), અને દશકલાલ સરખી એક વેશ્યા અને દશ વેશ્યા સરખો રાજા છે; અને પારમાર્થિક અર્થ એ છે કે વિષયભોગમાં અત્યંત આસકત દશવેશ્યા સમાન રાજા ગણાય છે, તેમજ આ શ્લોક અન્ય મતનો છે, અને અન્ય મતાવલંબીઓ પણ રાજાનું દાન પણ તે કારણથી લેતા નથી ને આપણે પણ રાજપિંડ તે છોડવા યોગ્ય જ ગણીએ છીએ તે તમારી લક્ષ્ય બહાર નહિ હોય. પ્રશ્ન ૯૦૯- કોઇ આત્મા કોઇકની બહારની કરણી દેખી તેને મિથ્યાત્વિ માનવાના કારણોના જ્ઞાનને અભાવે
માની ભક્તિઆદિ કરે. અગર તેવીજ રીતે અસાધતા માનવાના કારણોના જ્ઞાનને અભાવે સાધના વ્યવહાર આચાર વિચારથી ગુરુ માને તો પૂજા ભક્તિ કરનારને મિથ્યાત્વ લાગે કે નહિ?
સમાધાન- ના, મિથ્યાત્વ ન લાગે જેમ ઝવેરી કસોટીના પત્થર પર સોનાનો લીટો કર્યા પછી સોનું દે અને દૈવયોગે સોનાને બદલે બીજી ધાતુ નીકળે તો ઝવેરીને કોઇ ઓલંભો દે નહિ, તેમ શાસ્ત્રકારે બતાવેલા સાધન પ્રમાણે જેણે પરીક્ષા કરી હોય તેને દોષ લાગતો નથી; પણ આરાધકપણું જ થાય છે.
પ્રશ્ન ૬૧ સાજા અથવા માંદા સાધુઓને અનુકંપાથી દાન દેવાય કે નહિ?
સમાધાન- માંદા અથવા સાજા સાધુઓને હીનતા (તુચ્છતા) બુદ્ધિ રાખ્યા સિવાય અનુકંપાદાન બને છે, ને તેથી બાલ, ગ્લાન અને વૃદ્ધાદિ સાધુઓને અનુકંપનીય માન્યા છે.
પ્રશ્ન :૧૧- આત્મામાં સમ્યકત્વ થયું છે કે નહિ તે શાથી જણાય?
સમાધાન- પોતાના આત્મામાં સમ્યકત્વ થયું છે કે નહિ તેને માટે શાસ્ત્રકારોએ સમ્યકત્વના પાંચ લક્ષણ જે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકયતા જણાવ્યા છે, તે પ્રગટ થયાં હોય તે ઉપરથી જાણવાનું છે, અને બીજા આત્માને માટે ત્રણલિંગ શુશ્રુષા-ધર્મરાગ અને દેવગુરૂના વૈયાવચ્ચમાં યથા સમાધિ નિયમિત પ્રવૃત્તિ એ ત્રણલિંગથી જણાય છે.
પ્રશ્ન ૬૧૨- ક્ષાયોપથમિક સમ્યકત્વનું સ્વરૂપ કેમ અસ્થિર હોય છે?
સમાધાન- મોટું તળાવ છે. તેમાં શેવાલ વેતવેત બાઝી છે, તેમાં કોઈ વખત સજ્જડ પવન આવવાથી ફાટપડી અને તેથી ચંદ્ર કે સૂર્યનું અજવાળું પાણીને લાગ્યું એ ફાટ કેટલો કાલ ટકે? જ્યાં સુધી પ્રતિકુળ પવનનો ઝપાટો લાગે નહીં તેટલી ઘડી, તેવી રીતે આત્મા દર્શન મોહનીયથી ચારે બાજુ ઘેરાઇ રહ્યો છે. આત્માના એકએક પ્રદેશ અનંત દર્શન મોહનીયથી છવાયો છે, તેમાં શ્રી જીનેશ્વર ભગવાનની વાણી આદિ રૂપ અનુકૂલ પવનના ઝપાટામાં ફાટપડી ને ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત થયું, તે જ્યાં સુધી કુગુરૂ, કુશાસ્ત્રના પરિચયરૂપી મોહરાજાના સુભટોનો પ્રતિકૂલ ઝપાટો ન વાગે ત્યાં સુધી ટકી રહે.
s1 બાય