SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૧૨-૩૩. શ્રી સિદ્ધચક્ર ૧૧ સેવેગની સમરાંગણ ભૂમિ યાને સમરાદિત્ય ચરિત્ર. (ગતાંકથી ચાલુ. તંત્રી) અનુવાદક “મહોદયસાવ” ___ रुद्रदेवस्तु दुष्कर्मा दोषात्मद्वेषमावहन उचे धर्ममिमं मुञ्च मूढेविषयविध्नदः ॥१६४॥ સમ્યકત્વને આજ્ઞાપાલકત્વ અવધિજ્ઞાની મુનિમહારાજા પોતાના પૂર્વભવનું વર્ણન કરતાં પ્રથમભવ સોમા નામે બ્રાહ્મણીનો ભવ જણાવ્યો તે ભવમાં સોમા જીનેશ્વરદેવના ધર્મમાં દઢ હતી. જ્યારે તેને પતિ-રૂદ્રદેવ નામનો મહામિથ્યાત્વી મલ્યો હતો, રૂદ્રદેવ ધર્મને ધતિંગ અને વિષયજન્ય સુખો મળેલાં ભોગવી લેવા એવું માની પતિ તરીકે પોતાની સ્ત્રીને પણ તેમ કરવા ફરમાવ્યું, છતાં પણ સોમા ધર્મમાં રક્ત બની હતી, તેથી તેના પતિની દુષ્ટ ઇચ્છાને આધીન બની નહી, પતિની મોહમયી ઇચ્છાને આધીન થઈ. પતિભક્તિના બહાના હેઠળ આજે કેટલાક ધર્મથી વિમુખ રહેવાની સલાહ આપનારાઓએ આ દ્રષ્ટાંત મનન કરવા લાયક છે. ઉત્તમ સ્ત્રીપુરૂષોના એક પણ દષ્ટાંતમાંથી એવું નહીં નીકળે કે-મોહને આધીન થઈ પતિભક્તિ કે માબાપની ભક્તિ કરવી. સીતા સતીના દ્રષ્ટાંતમાં પણ સીતા અગ્નિદીવ્ય કરી વૈરાગ્ય શ્રેણીએ ચઢતાં રામચંદ્રની ના છતાં અને વિયોગના ભયે મૂચ્છત સ્થિતિમાં થઈ જવા છતાં સીતા તે તરફ બેદરકારી કરી જયંભૂષણ નામા કેવળી ભગવાન પાસે ચારિત્ર અંગીકાર કરે છે. આથી શું સીતાની પતિભક્તિમાં કે સતીપણામાં ખામી આવી ? બલ્ક નહીંજ. અહીં સોમા પણ પતિની વિષયવાસનાને આધીન થતી નથી, અને તેના અંગે રૂદ્રદેવ બીજી પરણવા તૈયાર થાય છે; પરંતુ એક કન્યા જીવતી હોવાથી તેને કોઈ કન્યા આપતું નથી. આથી કન્યાની પ્રાપ્તિની માટે સોમાને મારી નાખવા ઉપાયો વિચારવા લાગ્યો. એક દિવસ તેણે એક કુમ્ભમાં ફણીધર સર્પને મુકી સોમાને કહ્યું. કે પેલા કુમ્ભમાંથી કુલની માલા લઇ આવ. સોમા ધર્મપરાયણને નિઃશંક હોવાથી પતિની આજ્ઞા મુજબ કુમ્મમાંથી પુષ્પમાલા લેવા જાય છે, જેના હૃદયમાં માતાપિતા પતિ કે સ્વામીની ભક્તિ વસેલી છે તે પોતાના પૌદગલિક ગમે તે સ્વાર્થના ભોગે આજ્ઞા ઉઠાવવા તૈયાર હોય છે. ધર્મી આત્માઓ આજ્ઞા આગળ સંસારના સુખોની પરવાવાળા હોતા નથી; કારણ કે સમ્યકત્વવાન આત્મા શરીરને પણ પોતાનું માનતો નથી પરંતુ આજ્ઞા કે ધર્મની ખાતર શરીર હોમાઈ જાય તો પણ તેની પરવા હોતી નથી કિન્તુ તેમાં આનંદ માને છે. આજ માન્યતાના કારણે પાણીમાં પલાતાં ને ચામડી ઉતરતાં પૂર્વ મહાપુરૂષોએ કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી છે, એ જૈન શાસનના ધર્મકથાનુયોગ જાણનારથી ભાગ્યેજ અજાણ્યું હશે પણ અત્યારે જડવાદના પ્રવાહમાં તણાઈ રહેલાઓજ સંસારમાં નજીવા સ્વાર્થની ખાતર માબાપ કે પતિની ભક્તિને ઠોકર મારે છે. તેની સામે ટીકા ન કરતાં ભક્તિના બહાને ધર્મકરણીમાં રોકવા માટે આડી દિવાલ ધરે છે આજ ખરેખર અજ્ઞાનતા છે. અહીં સોમા વગર આનાકાનીએ પતિદેવ સામે પણ એક અક્ષર ઉચ્ચાર્યા વિના સરલ હૃદયે ઘડામાં પુષ્પની માળા લેવા જાય છે, ત્યાંજ સર્પ તેને ડંશ કરે છે ને કરડતાની સાથે તે મૃત્યુને શરણ થાય છે. સમ્યકત્વનો અપૂર્વ પ્રભાવ ઉપર આપણે જોઈ ગયા કે પતિની કુરતાથી સોમાનું અકાલ મૃત્યુ થાય છે. આ વખતે મનની સ્થિતિ કેવી થાય ? યુવાવસ્થામાં જે વખતે રોગનો પ્રાદુર્ભાવ નથી, અને એકદમ પોતાનાજ પતિ
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy