________________
૧૧૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૧ર-૩૩
સંવેગની સમરાંગણ ભૂમિ યાને સમરાદિત્ય ચરિત્ર.
અનુવાદક-“મહોદયસાવ” (નોંધ:-પ્રથમ વર્ષના ૧૬માં અંકથી અનુસંધાન મંત્રી) દ્વિતીય ભવ-પ્રારંભ.
इहैव जंबूद्वीपेऽस्ति वसुमत्या विशेषके । क्षेत्र वरविदेहारव्ये, नाम्ना जयपुरं पुरं ॥१॥
આપણે સમરાદિત્યચરિત્રમાં પ્રથમભવનું સ્વરૂપ અત્યારસુધી જોઈ આવ્યા. હવે વૈરની પરંપરાને દર્શાવનારા બીજા ભવો જોઇએ.
ચરિત્રનાયક - સમરાદિત્ય કેવલિનો જીવ જે પ્રથમ ભવમાં ગુણસેન રાજા છે. તે ગુણસેન રાજા પ્રથમ દેવલોકમાંથી ચ્યવી કયાં ઉત્પન થયો તે જણાવતાં ચરિત્રકાર સૂરિશ્વર જણાવે છે કે... આજ જંબૂદ્વીપના ઉત્તમ મહાવિદેહ ક્ષેત્રમાં જયપુર નામનું નગર છે તે નગરની અંદર પુરૂષદત્ત નામનો રાજા છે. તેને શ્રીકાન્તા નામની ગુણસમૂહથી યુક્ત એવી રાણી છે, તે રાણીની કુક્ષિમાં ગુણસેન રાજા દેવલોકથી ચ્યવી પુત્ર તરીકે ઉત્પન્ન થયો. “ઉત્તમ પુત્ર ગર્ભમાં આવ્યું છતે માતા શુભ સ્વપ્ર દેખે.” એ પ્રમાણે અહીં પણ શ્રીકાન્તા રાણીએ “અગ્નિજવાલા સમાન કેસરીને તથા સ્ફટિકના પર્વતની ચૂલા સમાન શરીરને ધારણ કરનાર ને ચંદ્રના કિરણ જેવા દાંત છે જેના એવા સિંહના બાળકને પોતાના મનમાં પ્રવેશ કરી પેટની અંદર જતો સ્વપ્નમાં જોયો.”
તે જોઈને રાણી જાગીને રાજાને સ્વપ્નની વાત કહી રાજાએ કહ્યું કે “હે દેવી શત્રુવર્ણરૂપ હસ્તીઓને મારવામાં સિંહસમાન ને યશને ફેલાવનાર તમને પુત્ર થશે.” તે સાંભળી રાણી હર્ષાયમાન થઈ. ત્યાર બાદ ત્રણ માસ વિત્યે છતે ગર્ભના પ્રભાવથી આવા પ્રકારના તેને મનોરથો થયા જે તેણીએ રાજાને કહ્યા કે.. “હે નાથ, જિનેશ્વર ભગવાનની પૂજા કરું તથા સુપાત્રે દાન દઉં, દીનોને અનુકંપાદાન દઉં, સર્વપ્રાણીને અભયદાન દઉં, આવા મનોરથ મને થાય છે.” તે સાંભળી અધિક હર્ષાયમાન થયેલ રાજાએ તેના સર્વ મનોરથ પૂર્ણ કર્યા. હવે પૂર્ણ સમય થયે છતે શુભઅવસરે રાણીએ એક સૂર્યની કાંતિ જેવી કાંતિવાળા પુત્રને જન્મ આપ્યો, તેજ સમયે શુભંકરી નામની દાસીએ રાજાને પુત્રજન્મના ખબર આપ્યા, તે સાંભળી અત્યંત હર્ષાયમાન થયેલ રાજાએ નગરની અંદર ત્રીસ દિવસ પર્યત વાજિંત્રનાદ પૂર્વક મહોત્સવ કરાવ્યો તથા બંદીજનોને કારાગૃહમાંથી મુક્ત કરવામાં આવ્યા.
પુત્રજન્મને એક માસ વીત્યા પછી રાજાએ મહોત્સવપૂર્વક સ્વજન સમક્ષ પુત્રનું સિંહકુમાર એવું નામ સ્વપ્નાનુસાર આપ્યું. સિંહકુમાર વિદ્યાભ્યાસ કરતાં ઉમ્મરે વધતાં યૌવનવયને પામ્યો. એક દિવસ વસંતઋતુ આવ્યે પોતાના પરિવાર સાથે રાજકુમાર ક્રિીડાસુંદર નામના ઉદ્યાનમાં વિલાસ અર્થે ગયા.
ઉદ્યાનમાં કુમારી દર્શન
ત્યાં આગળ ક્રીડા કરતાં કરતાં રાજકુંવરે લક્ષ્મીકાન્ત નામના પોતાના મામાની નાની પુત્રી સખીજનોથી પરિવરેલી કુસુમાવલી નામની કન્યાને જોઈ. તે કન્યાને રાજકુંવર વારંવાર જોવા લાગ્યો ને તે કુંવરી પણ તેને તેમજ જોવા લાગી. હવે કુંવરીને જતી જોઇને તે કુમારની દાસી પ્રિયંકરાએ કહ્યું કે હે ! સ્વામિનિ ! પુરૂષદત્તરાજાના પુત્રને શ્રીકાન્તા રાણીના ગર્ભે ઉત્પન્ન થયેલ સિંહકુમાર કે જે તમારા ફોઇના છોકરા ભાઈ છે, તે અહિ હોય છતે તમારે એમને એમ જવું ઉચિત નથી. આ કુમારી તારી અદાક્ષિણ્યતાને સમજશે. માટે સ્થિર થઈને કુમારનો ઉપચાર કરો. તે કુમારી બોલી કે હે સખી, તુંજ કહે કે હું શું કરું? ત્યારે પ્રિયંકરા બોલી કે-હે કુંવરી ! આસન આપો, સ્વાગતાદિ પ્રશ્ન પૂછો ને તમારા હસ્તે તાબૂલ દો? કુમારી કહે કે