________________
૧૧૩
તા. ૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર મારો હાથ કંપે છે. જાણે મારા હૃદયમાં કાંટા ન ભોકાતા હોય તેવું મને થાય છે. માટે હે ! સખી હું તાંબૂલ દેવા પણ શક્તિવાળી નથી. તુંજ કાલોચિત સર્વ કૃત્ય કર. એમ કુસુમાવલી બોલીને કુમારની પાસે બેઠી.
એટલામાં કુમારની સાથે વાર્તાલાપ કર્યો પણ નથી, તેટલામાં કુસુમાવલીની માતાની આજ્ઞાથી અંતઃપુરનો કંચુકી ત્યાં આવ્યો.
કંચુકી આવીને કુમારને નમસ્કાર કરી બોલ્યો કે-હે કુમારી ! તમને ક્રીડા કરતાં ઘણો શ્રમ લાગ્યો હશે એમ જાણી તમને માતુશ્રીજી બોલાવે છે.
માતાની આજ્ઞા મારે પ્રમાણ છે એમ બોલતી કુસુમાવલી ઘેર ગઈ, ઘેર જઈ પોતાની માતાને પ્રણામ કરી પલંગ ઉપર જઈ સૂઈ ગઈ.
હૃદયમાં એક સિંહકુમાર સિવાય બીજાને દેખતી નહોતી. અર્થાત્ સિંહકુમાર ઉપરના અનુરાગથી કંઇપણ બીજાં કાર્ય કરતી નહી, રમતગમતમાં તેનું ચિત્ત સ્વસ્થ નહોતું. આ પ્રમાણે કુસુમાવલીને પીડાતી જોઈને તેની ધાવમાતાએ પોતાની પુત્રી મદનરેખાને કહ્યું કે-હે મદનરેખા ! આજે તારી સખી કુસુમાવલી ઉદ્યાનથી આવ્યા પછી શું થયું છે? કે ઉદ્વિગ્ન દેખાય છે? માટે તું તેની પાસે જા અને શોક શાંત કર. મદનરેખાએ કુમારી પાસે આવી ઉદ્વિગ્નતાનું કારણ પૂછયું કે કોઇએ તારું અપમાન કર્યું છે? કે શું રાજાજી કોપાયમાન થયા છે! શું છે? તે જો મને કહેવા જેવું હોય તો કહે. ત્યારે કુમારી બોલી-હે સખી! તને અકથનીય શું હોય? ઉદ્યાનમાં પુષ્પ ભેગા કરવાના શ્રમથી હું ઉદાસ છું. એ પ્રમાણે વ્યંગમાં સત્યને છુપાવતી બોલી. ત્યારબાદ સખી મદનરેખા તેણે રમવા લઈ ગઈ. સિંહકુમારનો વિવાહ
ત્યાં પણ તેને ઉદાસ દેખ્યાથી તેણે પૂછયું કે હે સખી! હજુ પણ તું શા કારણે ઉદાસ દેખાય છે? સત્ય વાત જે હોય તે મને કહે શું? તે કાંઈ ઉદ્યાનમાં કૌતુક દીઠું હતું?
ત્યારે કુસુમાવલી બોલીઃ કે સખી મેં આજે ઉદ્યાનમાં પુરૂષદત્ત રાજાના પુત્ર શ્રીસિંહકુમારને જોયા ત્યારથી તેમના ઉપરની પ્રીતી મને પીડે છે. - હવે આગળ સિંહકુમારનો વિવાહ કુમારી સાથે કેવી રીતે થાય છે તે વિગેરેનું વર્ણન ચરિત્રકાર કરે તે હવે પછી
ચાલુ
ગ્રાહકો માટે ખાસ સૂચના.
૧ મુંબઈ અને સુરતના ગ્રાહકોએ અનુક્રમે શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ ઠા. ભૂલેશ્વર લાલ બાગ નં. ૪ મુંબઇ એ સરનામે, શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકો તારક ફંડ ઠા. ગોપીપુરા એ સરનામે લવાજમ ભરી ભેટનું પુસ્તક લઈ જવું.
૨ બહારગામના ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. દ્વારાએ મોકલવા શરૂ કર્યા છે. ગ્રાહક તરીકે લવાજમ તથા પોસ્ટ ખર્ચ ભરી વી. પી. સ્વીકારી લેવા સાદર વિનંતી છે. તંત્રી.