________________
૧૧૪
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૧૨-૩૩.
કરી સુવા-સાગર છે
૮૮૪ મરણને મહોત્સવ માનનાર જગતભરમાં જૈન શાસન એકજ છે. ૮૮૫ ચારગતિમાં ભ્રમણકરનાર જીવોપર ઈચ્છા મહેશ્વરીની સાર્વભૌમ સત્તા છે. ૮૮૬ ઇચ્છાઓનો અમલ કરનારો સંસારમાં સડે છે, જ્યારે ઇચ્છાપર કાપ મૂકનારાઓ સંસારનો
અંત આણે છે. ૮૮૭ ચાર પુરૂષાર્થમાં કામ અને અર્થ એ નામ માત્રથી અર્થભૂત છે વસ્તુતઃ અનર્થભૂત છે. ૮૮૮ પ્રભુમહાવીરનો અંતિમ સંદેશ એજ છે કે "ઇચ્છાઓ પર કાપ મૂકો." ૮૮૯ ઇચ્છા પાછળ અંધ બનેલા આત્માની દશા દયામણી ભાસે તેમાં નવાઈ નથી ! ૮૯૦ નાટક યા સીનેમાની અધિષ્ઠાત્રી નાટકના નટોને નચાવે છે, તેમ જગતના જીવોને આ સંસાર
સ્ટેજ પર ઇચ્છા અધિષ્ઠાત્રી નચાવે છે. ૮૯૧ પ્રભુવચન અનુસાર વર્તવાનું જેને ગમે છે તેજ ઇચ્છાની ગુલામગીરીને દફનાવી શકે છે. ૮૯૨ સંસારમાં રખડાવનારી બળવાનમાં બળવાન ચીજ ઇચ્છા છે. ૮૯૩ વૈરાગ્યના વિવિધ પ્રકારને પિછાણ્યા વગર મનગમતું અનુમાન બાંધી બોલવું તે બકવાદ છે. ૮૯૪ ઇચ્છાથી વિરમવું તેનું જ નામ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. ૮૫ જીતાયેલા, શીર ઝુકાવનારાઓ અને નમવાવાળઓ માટે શાસ્ત્રકારોએ “નામ” શબ્દ વાપર્યો
છે તે ભુલવા જેવું નથી. ૮૯૬ અનંતમોભાગ સિદ્ધી ગયેલ છે તે સિવાયના બધા જીવો કર્મ આગળ કંગાળ બની બહાવરા
બન્યા છે. ૮૯૭ કર્મરાજાની કારમી ગુલામગીરીના ખત ઉપર આ જીવે સહી કરી દીધી છે. ૮૯૮ મુલક કબજે કર્યા પછી લોક બુમમારે તો વળે નહિ, તેવીજ રીતે કર્મરાજાએ આત્માનો મહાન
મુલક કબજે કર્યો છે, હવે પોકારો કરે નહિ વળે, માટે યુક્તિ પુરસ્સર કાર્ય કરો. ૮૯૯ હિતાહિત કઈ વસ્તુમાં રહેલું છે એ સમજણના અભાવે આજે આપણે ગુલામગીરીમાં ગુંગળાઇએ
છીએ. ૯૦૦ ઈચ્છાને દમવાની વાતો કરનારા બુરા લાગે, અને ઈચ્છાને પરિપૂર્ણ કરવાની વાતો કરનારા
સારા લાગે તેમાં રહેલું ઉંડું રહસ્ય સમજતાં શીખો. નોંધઃ-સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી આગમવારક પૂ. શ્રીઆચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમદશનામાંથી ઉદ્ભૂતકરેલ કેટલાક સુધાસમાન વાકય બિંદુઓનો સંગ્રહ પૂ. શ્રી ચંદ્રસાગરજી મહારાજ પાસેથી મેળવી ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ. તંત્રી.