________________
૩૪૨
તા. ૨૯-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર માનવું પડે અને કર્મ વગર જન્મ માનીયે તો જન્મની આદિ માનવી પડે તેથી જેમ બીજ અને અંકુરની પરંપરા અનાદિ માનવી પડે છે તેમ જન્મ અને કર્મની પરંપરાને પણ અનાદિ માન્યજ છૂટકો છે.
આ સ્થાને કદાચ કોઈ એવી શંકા કરે કે જે વસ્તુનો છેવટે નાશ જ કરવો છે તે વસ્તુ અનાદિ હોય કે સાદિ હોય એ બન્ને સરખું છે. જેમ એક વસ્તુ ખાવી છે તો તેની પરંપરા અનાદિ હોય કે ન હોય છતાં તે ખાવામાં કશી હરકત નથી આવતી, કારણકે ખાનારને તો વર્તમાન ધાન્ય સાથે જ સંબંધ છે. તેના ભૂતકાળના ધાન્યના પર્યાય સાથે ખાનારને લેશ પણ સંબંધ નથી. તેવી જ રીતે જેને જન્મ-કર્મનો નાશ કરવો છે તેના માટે વર્તમાન જન્મકર્મનું સ્વરૂપ જાણવું જ બસ છે. અહીં જન્મ-કર્મનો જેને નાશ કરવો છે તેને વર્તમાન જન્મકર્મથી જ મતલબ છે અને તેથી તેને અતીત જન્મ-કર્મ સાથે કંઇપણ મતલબ ન હોવી જોઇએ, અને પરિણામે એ જન્મકર્મને અનાદિ સાબીત કરવું પણ નિરર્થક છે. આ શંકાનું સમાધાન એ છે કે-ઉપર પ્રમાણે શંકા કરતી વખતે એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે જે કોઈપણ જન્મ અનાદિના કર્મને બંધાવાના સંબંધવાળો ન હોય તો તે જન્મથી ડરવાનું કંઈપણ કરાણ નથી, અને તેવી જ રીતે જે કોઇપણ કર્મ જન્મ ન આપતું હોય તો તે કર્મથી પણ કંઈ ડરવાપણું નથી. માત્ર જન્મ એ કર્મ બંધાવનાર હોવાથી જ તેથી ડરવાનું છે અને તેવીજ રીતે કર્મ પણ જન્મને લાવનાર હોવાથી જ તેથી ડરવાનું છે, અને ખરી રીતે જન્મ અને કર્મ પરસ્પરને ઉત્પન્ન કરે જ છે અને તેથી અનાદિ માનવા જ પડે છે. કર્તવ્ય દિશા
જેમ મહાપુરુષોને જન્મ હોવા છતાં જન્મના કારણભૂત કર્મ બંધાતાં નથી અને તેથીજ તેવા મહાપુરુષોને (ભવસ્થ કેવળીને) ચાર કર્મ હૈયાત હોવા છતાં આપણે “તય' કહીએ છીએ અને તેથી તેમને તિન્નાઇ તારયા એ વિશેષણોથી વિભૂષિત કરીએ છીએ. ખરી રીતે તેઓ હજુ તર્યા કયાં છે? કારણકે હજુ તેઓ (ભવસ્થ કેવળીઓ) જન્મ અને કર્મની વચમાં જ બેઠેલા છે, અને ચાર અઘાતી કર્મ હજુ એમના એમ એમને વળગેલાં છે એટલું જ નહિ પરન્તુ મરણ પણ માથા ઉપર છે. કોઈપણ કેવળી મરણ વગરના નથી હોતા. કોઈ પણ ભવસ્થ કેવળી જન્મના સંબંધ વગરના નથી હોતા છતાં આપણે તેમને તિન્ના તારથvi, મુન્ના મોમાં કહીને સંબોધીએ છીએ. આ વિશેષણો ભવસ્થ કેવળીના અને શ્રીજિનેશ્વર ભગવાનની ભવસ્થ અવસ્થાના છે. જો મુક્ત અવસ્થા સાથે આ વિશેષણો જોડવામાં આવે તો તે અડધા સાચા અને અડધા ખોટા ગણાય, કારણકે મોક્ષમાં બોધકપણું નથી હોતું. તેથી જો જાપક, તારક અને બોધક માનીએ તો એમને મુકત અને તીર્ણ ન માની શકીએ; છતાં