SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૧-૦-૩૪ શ્રી સિદ્ધચક્ર ૫૩ 3 |સમાલોચના | જ ૩ (નોધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને (અન્ય) આક્ષેપોનાં સમાધાનો અત્રે અપાય છે.) ૧ આવશ્યક ક્રિયાઓનો મુખ્ય વખત ઉભય સંધ્યારૂપ અકાલ જ છે, તેની જો અસજઝાય હોત તો તેનો વખત અન્ય જ રહેત. ૨ પ્રદોષમાં અસ્વાધ્યાયની વખતે સૂત્રાર્થસ્મરણનો શેષ સાધુઓ કાયોત્સર્ગ કરે છે ને સૂત્રાર્થસ્મરણ પણ પરિવર્તન માફક સ્વાધ્યાય જ છે. અનુપ્રેક્ષા સ્વાધ્યાયની અસ્વાધ્યાય ફક્ત સંયમવ્યાઘાત અસ્વાધ્યાયમાં જ છે. સશ્લોક દશવૈકાલિકનાં બે અધ્યયનની સ્વાધ્યાય અકાલવેળાએ લેવાતા કાલગ્રહણમાં હોય છે (મતલબ કે સંયમઘાતકમાં અવશ્યકર્તવ્યતાનો અપવાદ સ્પષ્ટ જણાવેલ હોઈ અન્યત્ર ક્રિયારૂપ ઉત્સર્ગને પણ અવશ્યકર્તવ્યને નામે અપવાદ ઠરાવવા બેસવું તે આગમરહસ્યવાળું તો નથી જ. | (વીરશા.) ૧ મથુરાનો સૂપ જે પ્રાચીન હતો અને જેનો ઉલ્લેખ ડૉકટર કુહરરે કર્યો છે તે શ્વેતાંબરોનો છે ને સૂપ શ્રી સુપાર્શ્વનાથજીને અંગે હતો એ વાત શ્રીઓઘનિર્યુક્તિની “વ ધૂ” વાળી ગાથાથી તેમજ શ્રીસંઘાચાર ભાષ્યની વૃત્તિમાં જણાવેલ ક્ષેપક મુનિના દૃષ્ટાંત ઉપરથી સાબીત થાય છે. દિગંબરોનું જોડે મંદિર હોવું એ તો દિગંબરોની શ્વેતામ્બરોના તીર્થો, ગ્રંથો (તત્ત્વાર્થ જેવા) ને પ્રતિમા ઉપર આક્રમણ કરવાની ટેવને જ આભારી છે. એ તો સ્પષ્ટ જ છે કે કોટિકગણ, વાણિજ્યફુલ, થાનિયફુલ, વજશાખા, મધ્યમશાખા, પ્રશ્ન વાહનકુલ વિગેરે કંકાલીટીલાના મહારાજ કનિષ્કના સંવત્સરવાળા મથુરાના લેખોમાં આવતા ગણ આદિ શબ્દો શ્વેતામ્બરોની સત્યતા જણાવે છે. તેવા જૂના લેખો દિગંબરની પરંપરાને જણાવનારા હજી નીકળ્યા નથી. નગ્ન મૂર્તિ હોય તે દિગંબરમૂર્તિ જ હોય તે માન્યતા પણ હવે સુધરી છે તે સારું છે. કહનામ સાધુને અંગે છે કે પ્રતિમાકારને અંગે છે તે પુરા લેખને જણાવ્યા વિના કહેવું તે અસંગત છે, શ્રાવકોની ખભે અને કાંઠે વસ્ત્રવાળી મૂર્તિઓ અનેક સ્થાને છે. સાધુ પાસે ચાર ભકતાણીઓ ને એકના માથા ઉપર સર્પ હોવો અયોગ્ય જ ગણાય. સંવત ૭૯ના લેખમાં રેનિમિતે એ વાકય ક્ષેપકના ચરિત્રને સત્ય જાહેર કરીને અસલી સૂપ શ્વેતામ્બરોનો હતો એમ સ્પષ્ટ કરે છે. ૫ સંવત ૨૯ (?) ના લેખમાં શિષ્યાણી માટે વપરાયેલ શબ્દ સાધ્વીઓની સત્તા જણાવી સ્ત્રીને ચારિત્રનો ઇશારો કરે છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy