________________
339
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૪-૩૪
પાલવતા નથી, એમ બચાવ ન ચાલે. તમારી અશકયતાને, પ્રવૃત્તિને વચમાં લાવવાનો તમને હક નથી. વચમાં લાવો તો ત્યાં મીંડુ છે. સમકિતમાં શૂન્યતા છે. ચલણમાં ખોટો સિક્કો રહેજ નહિ. તેમ જાઠાને ખુલ્લા કરો કે તેમની સામા થૂંકવા પણ તૈયાર ન થાઓ. તેમ ન કરો તો સમ્યક્ત્વને અંગે શિક્ષાપાત્ર છો. લેનારો જોઇને લે એવો બચાવ તેમાં ન ચાલે. ખોટા રૂપિયાની માફક ખીલી કેમ ન મારો ! ત્યાં ખીલી મારવી એ એકજ સવાલ રહે છે. તેમ અહીં જેને સમ્યક્ત્વ થયેલું હોય તે ખોટાને ખીલી ઠોકી જાહેર ન કરે તો ગુન્હેગાર છે. સમ્યક્ત્વ અહીં કોઇના ઉપાશ્રયનું કે ઘરનુ નથી. તેથી ‘જિનપન્નાં તત્ત’ કહે છે. એ લોકોને સારા તરીકે અંગીકાર કરાવવું છે. જ્યાં સમ્યક્ત્વ થઇ પરિણતિ સુધરી. જેમ ચોર મટી રક્ષક થાય, દેશદ્રોહી મટી દેશભકત થાય તે વખતે ચાલાકી, અક્કલને હુંશિયારી જે શ્રાપ સમાન હતાં તેજ આશીર્વાદ સમાન થાય. સમ્યક્ત્વ પહેલાં જે અક્કલનો ઉપયોગ આરંભાદિકમાં થતો હતો તેજ સમ્યક્ત્વ પામે પછી પોતાની અક્કલ, હુશિયારીનો ઉપયોગ આત્મકલ્યાણ માટે કરે. સમ્યક્ત્વ થાય એટલે ધ્યેય કર્મક્ષય, કેવળજ્ઞાનાદિક પ્રાપ્તિનું જ ધ્યેય હોય. તેવા જ્ઞાનને શુદ્ધ જ્ઞાન કહેવું તેમાં નવાઈ શી ? સમ્યક્ત્વ પ્રાપ્ત થવાના ક્ષણે પૂર્વે જે અજ્ઞાન હતું તે જ્ઞાન થયું. અહીં સમ્યક્ત્વ પામે તે વખતે અક્કલ, ચાલાકી ને હશિયારી આત્માને આશીર્વાદરૂપ થાય છે. એક શાહુકાર ને દેશરક્ષક અનુક્રમે ચોર ને દેશદ્રોહી થાય તો તેની અક્કલ વિગેરે પૂર્વે જે આશીર્વાદ સમાન હતાં તે શ્રાપ સમાન થયાં. તેમ સમકતવાળો હોય તે મિથ્યાત્વમાં જાય તો તેનાં શાનો પણ શ્રાપ સમાન થાય. આત્માનો ક્ષયોપશમ થાય ત્યારે મતિ, શ્રુત, અવઘિ તે હિત કરનાર થાય. એના એજ પલટાઇ જાય તો શ્રાપ સમાન. જે ક્ષણે મિથ્યાત્વ તે ક્ષણે અજ્ઞાન. સમ્યક્ત્વના ક્ષણે જ જ્ઞાન. આથી સમ્યક્ત્વને જ્ઞાન એ બે તો એકજ સાથે હોય. વફાદારી ને આશીર્વાદપણું જોડે હોય. દ્રોહબુદ્ધિ ને શ્રાપ જોડેજ હોય. દ્રોહવાળો થયો ને શ્રાપ સમાન નથી તેમ નહિ બને. વફાદારી સાથે જ આશીર્વાદપણું હોય. જે વખતે જે જિનેશ્વરના કથનોને વફાદાર થાય તેને તે વખતેજ સમ્યક્ત્વ. આથી સમ્યક્ત્વ હોય તોજ જ્ઞાન. મિથ્યાત્વ હોય તો અજ્ઞાન. આ હકીકત તત્ત્વથી સમજો. હવે સમ્યક્ત્વ ને જ્ઞાન એ બે સાથે જ છે. મિથ્યાત્વી સમ્યજ્ઞાનવાળો ન હોય. હવે સમ્યક્ત્વને જ્ઞાન તે બે ને સંબંધ છે ને તેથી સમ્યક્ત્વ સાથે જ્ઞાન માનવું જ પડે, તો પણ દેશવરિત અને સર્વવિરતિની ક્રિયા આવવી તેમાં નવ પલ્યોપમ અને સંખ્યાતા સાગરોપમનો આંતરો છે, પણ તેટલા વખતમાં જરૂર વિરતિમાં દાખલ થાય.
બીજે મનુષ્ય ભવે જરૂર વિરતિ મળે, તેથી શાસ્ત્રકાર એકથી બીજો મનુષ્યભવ અવિરતિમાં રાખતા નથી. કાંતો વિરતિ લો કાંતો મિથ્યાત્વ લો. એ સિવાય બીજો રસ્તો નથી. બીજો મનુષ્યનો ભવ વિરતિવગરનો ચાલુ સમકિતવાળાને હોય નહિ. આથી બીજા ભવે વિરતિ જરૂર. સમ્યક્ત્વ જવાથી માનો કે ન થાય તો પણ અર્ધપુદ્ગલપરાવર્તે પણ મોક્ષ મળવાનો હોય તો વિરતિ આવ્યા પછીજ મોક્ષ મળે. આથી સમ્યગ્દર્શનને મોક્ષ વચ્ચે આંતરૂં નિયમિત કર્યું, પણ તેમાં સમ્યક્ચારિત્ર જરૂર આવી જાય. આથી સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનનું જ ફળ મોક્ષ કહી શકાય નહિ. એકલા ચારિત્ર માત્રથી પણ મોક્ષ થતો નથી. ત્યારે સમ્યગ્દર્શનને જ્ઞાન પછી થાય તેથી જ, સમ્યક્ચારિત્ર પણ સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વકવાળું જ હોય. એકલું જ્ઞાન, એકલી ક્રિયા સંપૂર્ણ ફળ દેતાં નથી, તાકાત હોય તો સંમીલિત દર્શન જ્ઞાનાક્રિયાનીજ છે. સંપૂર્ણ ફળ કરવાની તાકાત બે કે ત્રણમાંથી એકેમાં નથી. સમ્યજ્ઞાન એટલે આત્માનો ક્ષાયિક ગુણ. તે પછી ઉપદેશનું કામ નથી. ઉપદેશનું કામ ક્ષાયોપશમિક જ્ઞાન હોય ત્યાં સુધીજ છે. વળી ક્ષાયોપશમિકજ્ઞાન ક્ષાયિકચારિત્ર થયા પછી પણ ઉપદેશનું કામ નથી. ને ક્ષાયોપશમિક જ્ઞાન, દર્શન, ચારિત્ર તે ક્રિયાને આધીન જ છે. હવે તે ક્રિયા કેમ કરવી ને શું ફળ મળે તે અગ્રે.........