________________
તા. ૧-૧૨-૩૩ શ્રી સિદ્ધચક્ર
૧૦૯ ગયો ! જુઓ સમકતીની સાચી સમજણ ! દયાળુ સમકતીરૂપ ક્ષત્રિયના ખોળામાં આવેલી ભવ્યરૂપ બકરીનો વાળ વાંકો ન થાય, તેવી રીતે પવિત્ર જૈન ધર્મવાળાના કુળમાં જન્મેલો પુત્ર નરકાદિક દુઃખનો ભાગીદાર થાય એ બનેજ નહિ. તુરતજ સોનીને ઘરથી કાનસ મંગાવીને દાંતો ઘસી નાંખ્યા. છોકરો રાજા થવાનું બાપને ન ગમે એ કલ્પના કયા ખુણામાં સમકિતીના હૃદયમાં વસે છે ? તે વિચારો, અઢાર પાપસ્થાનકની આલોચના આત્માને હિતકારી હોય છે, એટલું જ નહિ પણ તે પ્રવૃત્તિ દેખનાર બીજાના હૃદયને આલોચનાના માર્ગમાં ખીંચનારી થાય છે તેવી પ્રવૃત્તિ ચાણકયના પિતાની હતી. પાપને પરાણે લાવવાની તજવીજ કરનારો અને પુણ્યના ફલને પોક મુકાવનારો ચાણક્યનો બાપ સમકતદ્રષ્ટિ હતો તે તેની કરણી સાક્ષી પૂરે છે. રાજશ્રદ્ધીને ભયંકર ગણનારા, ગણીને ભયંકરરીતિએ પ્રવૃત્તિ કરનારા તે કાળમાં પ્રભુશાસનને શોભાવતા હતા. પ્રશ્ન ૫૭૮- શીખામણ લાગે કોને ?
સમાધાન- હૃદયમાં ધર્મસંબંધી લાગણી હોય તેવાઓને શીખામણ તરતજ લાગે છે. પ્રશ્ન પ૭૯- વચનને વિચારમાં ફેર શો ?
સમાધાન- પાપસ્થાનકને રોજ વચનતારાએ ઓલવો છો છતાં પાપને પાપરૂપ માનવાના વિચારથી હજુ રંગાયા નથી. બે હજાર થયા, પાંચ હજાર થયા, દશ હજાર, વીસ હજાર, લાખ, બે લાખ થયા અગર થાય તે વખત પાપ વધ્યું, અગર પાપ વધે છે એમ લાગતું નથી; કારણ વચન વિચારની સામ્યતાથી કેવો લાભ છે તે સમજાયો નથી અર્થાત્ આ બન્નેનો યથાર્થ ફરક તપાસ્યો નથી. પ્રશ્ન ૫૮૦- પાપ બે પ્રકારનાં કયા?
સમાધાન- ઘાતી અને અઘાતી, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય અને અંતરાય એ ઘાતી, અને તે સિવાયના બાકીનાં ચાર અઘાતી પાપ છે. પ્રશ્ન ૫૮૧- એ બે પાપની શક્તિ કેટલી?
સમાધાન- અઘાતી પાપો પુદ્ગલને પોક મુકાવે છે પણ ઘાતી પાપો તો આત્માને પોક મુકાવે છે. પ્રશ્ન ૫૮૨- દર્શનાવરણીય-જ્ઞાનાવરણીય-મોહ અંતરાયરૂપ ચાર ઘાતકર્મને અંશે પણ હિત કરતાં નથી, પણ ચાર અઘાતી કર્મ કંઇક અંશે લાભ કરી દે છે એ શું ?
સમાધાન- લાંબુ આયુષ્ય, ઉત્તમ સંઘયણ, ઉચ્ચ ગોત્રમાં ધર્મની સામગ્રી પામવાના સંજોગો થાય એ રીતે ચાર અઘાતી કર્મો કંઈક અંશે લાભદાયી છે, પણ ઘાતી તરફથી તો લેશ પણ લાભ નથી. પ્રશ્ન ૫૮૩- નિયાણું એટલે શું ?
સમાધાન- નિયાણું એટલે આત્મહિત કાર્યનો શત્રુ પ્રશ્ન ૫૮૪- દીક્ષાલેનારાઓ કંટાળીને શું નિયાણા કરે છે?
સમાધાન- હા, સાધુ થનારાને ઘરના પ્રતિબંધમાંથી એટલું વેઠવું પડેલું હોય છે કે જેથી મરતી વખતે તેઓ નિયાણું કરે કે કુટુંબ ન હોય ત્યાં જન્મ, રિદ્ધિ સિદ્ધિ સંજોગ ન હોય ત્યાં જમ્મુ, કે જેથી નિર્વિદને દીક્ષા લઈ શકું, આ નિયાણું કરવું તે પણ હિતાવહ તો નથી જ. પ્રભુ મહાવીર ભગવાન કહે છે કે તે નિયાણું કરનારને ધાર્યો સંજોગ મળશે, પણ નિયાણાને લીધે તેને મોક્ષ તો તે ભવમાં નહી જ મળે, કારણકે તે નિયાણું મોક્ષને માટે નહિ, પણ દીક્ષા માટે કર્યું છે; અર્થાત્ આત્મા ઉપર મજબુતી ન રહી પણ કુદરત ઉપર મજબુતી રાખવા માટે તેણે આ નિયાણું કર્યું. પ્રશ્ન ૫૮૫- સુલતાએ પુત્રોની માંગણી દેવ પાસે કરી એ અઘટિત ખરું કે નહિ?
સમાધાન- ના, કારણ કે એ વાત તમે અદ્ધરથી લાવ્યા છો. સમ્યકત્વીઓની માંગણીઓની રીતિ પણ અજબ