SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ આટલું તો જરૂર વાંચો! સખી ! ગગને અંધારું ઘોર, વિજળી રેલી રહી ! જોને ! ગરજે છે ભયના શોર, વિજળી રેલી રહી ! આ કવિતાની કડીઓ વાંચી તમે તેનું રહસ્ય પામ્યા છો ? જો આ પ્રશ્નનો ઉત્તર “ના ! ” હોય, તો સમજો કે ઘનઘોર આકાશમાં જેમ વિજળીના ચમકારા પ્રકાશ પ્રેરે છે, તેમ ધાર્મિક જૈનાકાશમાં ફેલાયેલા અંધકારમાં અને જડવાદીઓના શોરબકોરમાં એક અણદીઠી વિજળીનો અદભુત ચમકારો વ્યાપી ગયો છે ! અને પ્રિય વાંચક ! એ ચમકારો તે કયો? એ તારી કલ્પનામાં આવે છે? જો, ન આવતું હોય તો સમજી લ્યો કે એ ચમકારો તે આગમોદ્ધારક આચાર્યદેવની સુધાવર્ષિણી વાણી છે અને એ વાણીને સમાજમાં રેલાવવાનું કાર્ય તમારા. “માનીતા સિદ્ધચકે પાર પાડયું છે ! પ્રિય વાંચકો ! વિચાર કરો, કે એ સેવાના બદલામાં તમે “સિદ્ધચક્ર”ને તેના આ અંકથી શરૂ થતા નવા વર્ષના આરંભે શી ભેટ આપવા નિરધાર્યું છે ! જો તમે એનો નિર્ધાર ન કર્યો હોય તો તમે ગભરાશો નહિ ! તમને સસ્તું વાંચન પુરૂં પડે એ ઉદ્દેશથી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએજ આશરે રૂા. રા નો ગ્રંથ તમને ભેટ આપવાનો ઠરાવ કર્યો છે, અને એ ભેટનું પુસ્તક તે આચાર્યદેવ આગમોદ્ધારક મહારાજ સાગરાનંદ સૂરીશ્વરજીનું જીવનચરિત્ર છે ! આમ અમે અમારી ફરજ બજાવી છે હવે તમે તમારી ફરજ બજાવશો કે? સિદ્ધચક્રનો આ આસો-પૂર્ણિમાનો અંક એ તેના બીજા વર્ષનો પહેલો અંક છે એ ટાકણે તમારી ફરજ શું ? તમારી ફરજ આ રહીઃ (૧) ચઢેલું લવાજમ તાકીદે મોકલો ! (૨) નવા વર્ષનું લવાજમ પણ તરત રવાના કરો ! (૩) સિદ્ધચક્ર તમે વાંચો ! બીજાને વંચાવો ! એનીજ વાતો કરો ! અને એનો પ્રચાર કરો ! તમે ગ્રાહક રહી, બીજાને ગ્રાહક કરો ! (૪) તમારે આ જ્ઞાન પ્રચારનાં મહાકાર્યમાં જે કાંઇ ભેટ આપવી હોય તે આપી દો ! જે મહાનુભાવોએ આવી ભેટો આપી છે તે આ સમિતિએ સહર્ષ સ્વીકારી છે અને તમે ગ્રાહક ન હો, તો ગ્રાહક થવા માટે આગ્રહ છે. લખો:
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy