SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૦-૩-૩૪ ૩૧ શ્રી સિદ્ધચક્ર સંસાર એ દુઃખ છે એ કોણ નથી સમજતું, સંવર નિર્જરાથી જલ્દી મોક્ષ થાય છે એ પણ કોણ નથી સમજતું, બલ્ક જૈન કુળમાંથી ઘણાઓ સમજે છે. દુનિયાદારીના દુઃખો એ પણ શાનગર્ભિત વૈરાગ્યને જગાડનાર છે; અને તેથી દુનિયાદારીના દુઃખોથી ત્રાસ પામીને કલ્યાણ માર્ગે સંચરનારાઓ પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાનો છે અને તેઓ નિઃશંકપણે પ્રભુ શાસનમાં પરમ પદના સ્થાનની શોભારૂપ છે. સનકુમારને રોગ થયો તે જ્ઞાન ગર્ભિત વૈરાગ્યને જગાવનાર બન્યો. દુઃખથી દુભાયેલાઓને દેખીને દુઃખગર્ભિત વૈરાગ્યવાન કહેવા લલચાઓ નહિ કે જે લાલચની પાછળ અગર વાણીના વિલાસની વાંસે લખલૂંટ ચારિત્રાવર્ણી આદિ કર્મના બંધનો છે !!! પંચાગ્નિ તપે, તે રાજરિદ્ધિ માટે, ઘોર તપસ્યા તપે તે દેવલોક આદિની રિદ્ધિ માટે, અભવ્યો વિના કષ્ટાદિ તપ તપતા તપસ્વીઓ બધા દ્રવ્ય ચારિત્રીયા કહેવાય, અને મિથ્યાત્વીના તપ વિગેરે તે મોહગતિ વૈરાગ્ય. ત્યાગમાર્ગમાંથી ભોગમાર્ગ પ્રત્યે ઇચ્છાપૂર્વક જવાવાળાઓને પણ પરાણે યુક્તિ કરીને રાખ્યા, મેઘકુમાર એક રાતમાં કંટાળ્યો, પ્રભુ પાસે આવી ઉભો રહ્યો, જવાની માંગણી કરે તે પહેલાં પ્રભુ કહે છે કે ભો ! મેઘકુમાર ! આજ રાત્રે તને આવો વિચાર થયો ? અસીલની આજીજી વગર ન્યાયમંદિરમાં ન્યાયધીશો પણ ધ્યાન આપતા નથી પણ આ નિર્મળ ન્યાયમંદિરની નીતિ રીતિ દુનિયાથી ઉલટીજ છે, ભગવાને કીધું તે સાંભળ્યું પણ સાંભળતાની સાથે તારા ભાવ નથી, માટે તારી ઇચ્છામાં આવે તેમ કર તેવું વચન ન કીધું. પૂર્વ જન્મમાં તે સામાન્ય દયા માટે આટલું સહન કર્યું છે તો આ ભવમાં ધર્મના અંગે તારા આત્મા માટે સહન કર, નજીવા વર્તમાન દુઃખ દેખી દુઃખી થઈશ નહિ પણ ભાવિમાં અનર્ગળ લાભ તરફ નજર કર વિગેરે વિગેરે વધુ પ્રેમાળ ધર્મ વચનોથી સ્થિર કર્યો કે જે સ્થિરતાને પરિણામે ચક્ષુ વગર સર્વ શરીર વોસરાવવા તૈયાર થયો. ઉન્માર્ગમાં ધસી પડતાં હરકોઈ જીવ માટે ધર્મી જીવ તે જીવને ધર્મમાં સ્થિર કરવા માટે પોતાથી બનતું બધું કરી શકે, પ્રભુ શાસનના પૂજારીઓને પતિતો પ્રત્યે પાટુ મારવાનું ન હોય, પણ પ્રભુ માર્ગથી પડતા પ્રત્યે પવિત્ર વૈરાગ્ય માર્ગનું આલંબન ટેકારૂપે ધારણ કરવાનું હોય, બલ્બ તે ન બની શકે તો વિનીત વચનનોરૂપવારથી નવપલ્લવિત કરવા ચૂકવું નહિં, અને તેથીજ પ્રભુએ ઉન્માર્ગે જતાં તે મેઘકુમારને ઠેકાણે લાવ્યા અને તેથીજ ધમ્મુ સરહi એ સાર્થક બિરૂદને ધારણ કરવાવાળા ધર્મ સારથિ તીર્થંકરદેવો અખિલ વિશ્વમાં અધાપિ પર્યત વિજયવંત વર્તે છે. (અનુસંધાન માટે જુઓ સિદ્ધચક પ્રથમ વર્ષ પાને ૩૩)
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy