SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ તા.૩૦-૩-૩૪ શ્રી સિદ્ધચક્ર માંગણીનો સ્વીકાર, નોંધઃ- શ્રી મુંબઈ જૈનયુવક મંડળની પત્રિકામાં પૂર્વે છપાઈ ગયેલી શરૂઆતની દેશનાઓ વાંચવાને ઉત્સુક બનેલા ગ્રાહકોએ વારંવાર માંગણી કરેલી હોવાથી તે અત્રે અપાય છે. (અગીયારમાં અંકથી ચાલુ) તંત્રી. 'આગમોદ્ધારકની અમોઘ દેશના. શંકા-આવી એક દીક્ષા ન થઈ હોત તો શું હતું? અને કદાચ થઈ તો તે જ્ઞાની હતા? સમાધાન-આજની દીક્ષામાં જે બને છે તે જ્ઞાનીએ દીઠેલું કે નહિ અને છે તો તમારો બચાવ ચાલી શકશે નહિ. કારણ એક દીક્ષાની પાછળ આટલું વિપત્તિનું વાદળ તૂટી પડશે એવું જાણીને તે ડુંગરા જેટલી વિપત્તીઓની દરકાર કર્યા વગર પ્રભુ મહાવીરદેવે દીક્ષા આપી છે, તો પછી ભયંકર બનાવો બનશે અગર ભયંકર બનાવો નહિ બને તે વાતની અમને માલમ નથી તો પછી અનેક આફતો ભવિષ્યમાં આવી પડશે તે સંભવ માત્રથી સબુરી કરવી તે પાપશ્રમણપણું છે. શ્રેણિકના એક પણ રૂંવાટાંમાં થતું નથી કે મહાવીરે નખોદ વાળ્યું, વચન માત્રથી નથી બોલતો કે વૈભવરૂપી લીલા વનમાં લાહ્ય મૂકી, મનમાં સંકલ્પ સરખો પણ નથી આવતો કે અપૂર્વ ભક્તિનો બદલો ભગવાને વાળ્યો વિગેરે આત્મઘાતક અધ્યવસાયને ઘડીભર હૃદયમાં સ્થાન નથી. સર્વસ્વના ભોગે પણ તત્વ ઉપર સમકિતિને અરૂચિ નજ થાય. આટલા જુલ્મમાં દીક્ષા ઉપર અરૂચિ ન થઈ તે મનુષ્ય સાધુ ઉપર કેટલો રાગી હશે, અને સાધુની હિંસામાં તે કેટલો વેષી બનતો હશે ? સોનીની ધ્યાન બહાર શ્રેણિકની આ દશા નહોતી રહી પણ સન્મુખ તરી રહી હતી. સોનીએ દેખ્યું કે એકજ રસ્તો છે. અને તે એ કે પડી રહેલ ઓધો, અને મુહપત્તિી પકડી લઉં એવો વિચારના વમળમાં વધ્યો !!! બીજું કંઈ નહિ. પરિણામની પરાકાષ્ટાએ પહોંચ્યો અને અંતે લીધો, સાધુ બન્યો. એટલામાં સાધુના નાશની વાત સાંભળી ઘરતીને કંપાવતો શ્રેણિક ત્યાં આવ્યો અને એકજ વચન કહે છે કે જો છોડયું તો તને અને તારા કુટુંબના એકેએકને અવળી ઘાણીએ પીલી નાખીશ. દુખગર્ભિત વૈરાગ્યમાં ડુબેલ છે તે શ્રેણિક સમજી શકયો છે કારણકે નહિ તો ઉપરના ઠપકાપાત્ર વચન બોલે નહિ. ધનભાગ્ય! મહાભાગ્યશાળી ઈત્યાદિ વચનો દ્વારા એ અનુમોદના નહિ કરતાં આ છોડયું તો આખા કુટુંબને અવળી ઘાણીએ ઘાલીને પીલી નાંખીશ. એ જે કહ્યું છે તે સાધુપણું પણ દુઃખગર્ભિત. આવી દુઃખગર્ભિત દીક્ષાને પણ આવશ્યક ચૂર્ણાના કર્તા શાસકાર મહારાજા પણ વંદન નમસ્કાર કરે છે. ધર્મસારથિ. ચડાય તો અન્યાયથી અગર ન્યાયથી મહાવીરનો ધ્વજ (રજોહરણ) આવ્યો તેનો વાંકો વાળ થાય તેમ નથી તેથી પકડયો છે, જો છોડયું તો ફેર ગુન્હેગાર છે આનું નામ દુઃખગર્ભિત તમારામાંથી મોક્ષ શું ચીજ છે તે કોણે સાંભળ્યું નથી.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy