SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ તા.૧૧-૦-૩૪ શ્રી સિદ્ધચક્ર છે કે “સ્વાર્થી હોવાનું જ પતિ પોતાના સ્વાર્થની પૂર્તિ કરવાની જ મનોવૃત્તિવાળો માણસ પોતાની સ્વાર્થવૃત્તિના પોષણમાં પોતાથી થતા દોષો જોવામાં આંધળો બની જાય છે અને પોતે કેવા દોષો કરી બેસે છે એનો એને ખ્યાલ સરખો પણ નથી આવતો. પણ આ પ્રમાણે પોતાને ખ્યાલ ન આવવામાત્રથી જે દોષો કરવામાં આવે છે, તે દોષો દૂર નથી થઈ જતા એનું પરિણામ તો પોતાને ને બીજાને જરૂર ભોગવવું જ પડે છે. આ જ સ્વાર્થવૃત્તિના પોષણને દોષ રહિત બતાવવાની તમન્નામાં ઋતિકારોએ કહી દીધું કે વનસ્પતિમાં જીવ જરૂર છે, પણ એ એવો છે કે એને સુખદુઃખની લાગણીઓ જ પેદા નથી થતી. બસ પત્યું. જોઈતું હતું ને વૈધે બતાવ્યું” માણસને પોતાની લાલસાઓ પૂરી તો કરવી જ હતી એમાં આ ધર્મશાસ્ત્રો મદદે આવ્યાં અને એમની પ્રવૃત્તિને દોષમુક્ત બતાવી દીધી. વનસ્પતિમાં જીવ ખરો પણ સુખદુઃખ વગરનો એટલે એને મારવામાં આવે તો વાંધો નહિ. આ જ સમ્યગુદષ્ટિ અને મિથ્યાદષ્ટિનો ભેદ. એક જીવતત્વને જાણીને એને બચાવવાનો-કદીપણ દુઃખી ન કરવાનો ઉપદેશ આપે અને બીજો જીવતત્વને જાણવા અને માનવા છતાં એની ભુંડી દશા કરવામાં હરકત ન માને. ધર્મ અને અધર્મ સ્વયંસિદ્ધ તત્ત્વ. આ જ પ્રમાણે ધર્મ, અધર્મ, પુણ્ય પાપ વિગેરે બાબતોમાં પણ એ મિથ્યાષ્ટિ લોકોએ જાણે પોતે જ ધર્મ, અધર્મના પ્રકાશક નહિ પણ કર્તા જ હોય એ પ્રમાણે પોતાની સગવડો, અગવડનો વિચાર કરીને પોતાની સગવડોમાં હરકત ન આવે અને પોતાની ગમે તેવા પ્રકારની મનોવૃત્તિનું પોષણ થતું રહે એવી રીતે ધર્મ અધર્મની વ્યાખ્યાઓ બનાવી દીધી અને એક પ્રકારે સગવડપથી ધર્મ જેવું ઉભું કરી દીધું કે જે ધર્મના પાલનમાં ખરી રીતે કંઈ કરવાનું, ત્યાગવાનું કે સહન કરવાનું નથી હોતું અને પોતાના ગમે તેવા પ્રકારની પ્રવૃત્તિને ધર્મમય પ્રવૃત્તિ તરીકે ઓળખાવી શકાય. જ્યારે બીજી તરફ શ્રીજિનેશ્વર ભગવાને તો ધર્મને ધર્મરૂપે અને અધર્મને અધર્મરૂપે લોકોને બતાવી દીધો જ. જૈનશાસનના મુદ્દા પ્રમાણે તો ધર્મની લગામ શ્રીજિનેશ્વર ભગવાન કે એવી કોઈપણ વ્યક્તિ વિશેષના હાથમાં નથી. પુણ્ય અને પાપ ઉપર આધિપત્ય ભોગવવાનો શ્રીજિનેશ્વર ભગવાનને પણ અધિકાર નથી. અરે ! એ પોતે પણ (જેટલાં કર્યા હોય તેટલાં) એ પુણ્યપાપમાં જકડાયેલા હોય છે અને એનાં પરિણામો એમને પણ ભોગવવાં પડે છે. ખરી રીતે ઘોડો જેમ લગામને આધીન થઈને જેમ લગામ દોરે તેમ દોરાય છે એજ પ્રમાણે દરેક જીવ-ભલે પછી એ તીર્થકર હોય કે સામાન્ય જીવ હોય-પુણ્ય અને પાપની લગામને આધીન છે અને એ દોરી જેમ નચાવે એમ નાચવું પડે છે. એ જે સુખદુઃખનો અનુભવ કરાવે એ બધા સુખદુઃખનો અનુભવ દરેક જીવને કરવો
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy