________________
તા. ૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર ગૌતમસ્વામીજીએ ભગવાનના સર્વશપણાનો નિશ્ચય શાથી કર્યો?
મહાવીર મહારાજાના સર્વજ્ઞપણાનો નિશ્ચય ગૌતમસ્વામીએ શાથી કર્યો ? સંશય દૂર કરવાથી, મહાવીર મહારાજના કથન ઉપરથી ગૌતમસ્વામીએ મહાવીર મહારાજના સર્વજ્ઞપણાનો નિશ્ચય કર્યો. એવી રીતે બીજા પણ મહાવીર મહારાજના સર્વજ્ઞપણાનો નિશ્ચય કરવા માગે તો કરી શકે. મહાવીર મહારાજ સર્વજ્ઞ ન હોત તો ગૌતમસ્વામીના સંશયોને જાણીને દૂર કરી શકતા નહિ. આપણે ગૌતમસ્વામીની કથાદ્વારા એ મહાવીર મહારાજના સર્વજ્ઞપણાનો નિશ્ચય કરી શકીએ છીએ. મહાવીર મહારાજના આત્માને આપણે જોયો નથી ત્યાં સુધી એમનામાં વીતરાગપણું, સર્વજ્ઞપણું વિગેરે છે એમ કયાંથી જાણીએ ? મહાવીર મહારાજમાં વીતરાગપણું, સર્વજ્ઞપણું છે એમ ન જાણીએ તો શ્રદ્ધા કયાંથી થાય ? મહાવીર મહારાજ ઉપર શ્રદ્ધા ન થાય તો તેમના બતાવેલા ધર્મ ઉપર શ્રદ્ધા કયાંથી થાય ? વસ્તુ સ્વરૂપ સમજનારા મિચ્છામિ દુક્કડ દેતાં અચકાતા નથી.
ભગવાન મહાવીર મહારાજનું વિતરાગપણું, સર્વજ્ઞપણું વિગેરે જાણવા માટે મહાવીર મહારાજ અને ગૌતમસ્વામીજીનું દૃષ્ટાંત જાણવાની જરૂર છે. એક વખતનો પ્રસંગ છે. ગૌતમસ્વામીજી કુલ્લાકસંનિવેશ, જ્યાં આનંદે પ્રતિમા વહેવા માંડી છે, પછી અનશન કર્યું છે ત્યાં પધાર્યા. ગૌતમસ્વામીજી આનંદને ત્યાં ગયા, આનંદે વંદન કર્યું, પછી ગૌતમસ્વામીજીને પૂછયું કે-ગૃહસ્થ ગૃહસ્થપણામાં હોય તેને અવધિજ્ઞાન થાય ખરું? ભગવાન ગૌતમે કહ્યું કેગૃહસ્થપણામાં અવધિજ્ઞાન થવામાં અડચણ નથી. ત્યારે આનંદ શ્રાવકે જણાવ્યું કે મને અવધિજ્ઞાન થયું છે ને તેથી હું નીચે લોલુયપાટડાના નરક સુધીનું અને ઉપર સૌધર્મ દેવલોક સુધી ઊર્ધ્વઅધો દેખું છું, તથા તિર્યલોકમાં ઉત્તરમાં હિમવાન પર્વત સુધીને ત્રણ દિશાએ લવણસમુદ્રમાં પાંચસે પાંચસે યોજન દેખું છું, એમ આનંદ ગૌતમસ્વામીજીને અવધિજ્ઞાનનું સ્વરૂપ જણાવે છે, ત્યારે ગૌતમસ્વામીજી કહે છે-તું જુદું કહે છે, ગૃહસ્થપણામાં આવું જ્ઞાન થાય નહિ, માટે મિચ્છામિ દુક્કડં કહે. આનંદ વ્યક્તિને માનનારો શ્રાવક ન હતો, ગુણને માનનારો શ્રાવક હતો, તેથી ભગવાન ગૌતમસ્વામીજીને કહે છે કે ભગવાન જૈનશાસનમાં સત્ય પદાર્થ કહેવામાં મિચ્છામિ દુક્કડ દવાનો હોય તો મિચ્છામિ દુક્કડ મારે દેવાનો નથી, પરંતુ આપને દેવાનો છે. ચૌદ પૂર્વોને રચનારા, ચાર જ્ઞાનના ધણી, શાસનના શિરતાજ, ઈદ્રો, નરેન્દ્રો વિગેરે સર્વથી પૂજાયેલા, ભગવાનના જમણા હાથ એવા ગૌતમસ્વામીજીની આગળ આ વચનો કાઢવાં તે કઈ સ્થિતિએ? આનંદ વ્યક્તિ તરફ દોરાયેલો ન હતો પણ વસ્તુ તરફ દોરાયેલો હતો તેથી જ તે વચનો કાઢી શકયો કે સત્યને અંગે મિચ્છામિ દુક્કડ દેવાની જરૂર પડતી હોય તો હું મિચ્છામિ દુક્કડં દઉં, અને અસત્યને અંગે મિચ્છામિ દુક્કડ