________________
૪૮૬
તા.૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક સર્વશ થયા સિવાય અન્યની સર્વશતા શી રીતે જાણી શકાય?
દરેક આત્મામાં રહેલા ગુણો આપણે જાણી શકીએ નહિ. વસ્ત્રને દેખે તે જ વસ્ત્રના રંગને દેખે. ધર્મીને દેખ્યા સિવાય ધર્મ દેખી શકીએ નહિ. જ્યાં સુધી સર્વજ્ઞપ્રભુ વીતરાગ કે ગુરુમહારાજના આત્માને દેખીએ નહિ ત્યાં સુધી તેમનામાં રહેલા ગુણોને આપણે દેખી શકીએ નહિ.
કેટલાકોએ કહ્યું છે કેसर्वज्ञोऽसाविति ह्येतत्तत्कालेऽपि बुभुत्सुभिः । तज्ज्ञानज्ञेयविज्ञानशून्यैस्तु ज्ञायते कथम् ॥
આ સર્વજ્ઞ છે એમ કેમ જાણી શકાય ?” કાલાંતરમાં થયેલા આપણે સર્વજ્ઞને જાણી શકીએ નહિ, કે તે કાલે મહાવીર મહારાજ વગેરે સર્વજ્ઞ હતા, પણ તેમના વખતે પણ આ સર્વજ્ઞ છે એમ બીજો કેમ જાણી શકે? જે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલો હોય તે પરીક્ષક થઈ શકે. જેની પરીક્ષા કરવી હોય તેના કરતાં અધિક જ્ઞાનવાળો હોય તે જ પરીક્ષક થઈ શકે. આ સર્વજ્ઞ છે કે નહિ? પોતે સર્વજ્ઞ હોય તે જ પરીક્ષા કરી શકે. પોતે ઝવેરી ન હોય તો બીજો ઝવેરી છે એમ પરીક્ષા કરી શકે નહિ. સર્વજ્ઞો જે પદાર્થો જાણે તેનું જ્ઞાન આપણને હોય તો તપાસી શકીએ કે આ સાચું કે ખોટું છે, અને જાણી શકીએ. અંગ્રેજી ન ભણ્યો હોય તો છોકરાઓ લીટા કરે તેને અંગ્રેજી માની લે. જેને પોતાને જ્ઞાન ન હોય તે બીજા કહે તે સાચું છે કે ખોટું છે તે જાણી શકે. એ આત્મા વીતરાગ છે, ગુણનો દરિયો છે વિગેરે તે આત્માને જાણ્યા સિવાય જાણી શકાય નહિ. તો પછી કોઈને ઉત્તમગુણવાળો કેમ માનવો? વિતરાગને નહિ માનનારે ઉપર પ્રમાણે પક્ષ કરેલો હતો. વર્તનદ્વારા એ સર્વશતા જાણવાના દેતો.
કેટલાક પ્રસંગો એવા છે કે જેમાં પોતે ન જાણતો હોય તો પણ બીજાને અંગે જાણી શકે. પોતે ઈમાનદાર ન હોય તો પણ બીજાની ઇમાનદારી દેખીને તે માણસ ઈમાનદાર છે એમ જાણી શકે. આ જગતમાં બધા કાયદાશાસ્ત્રીઓ નથી છતાં કયો કાયદાશાસ્ત્રી હશિયાર છે એમ જાણે છે તે કેવી રીતે જાણે ? બધા ન્યાયાધીશો નથી, છતાં ન્યાયાધીશને કેવી રીતે જાણી શકે ? જેમ પોતે ન્યાયાધીશ હોય કે ન હોય તો પણ બીજા ન્યાયાધીશને ખુશીથી જાણી શકે, પોતે કાયદાશાસ્ત્રી હોય કે ન હોય તો પણ હુંશિયાર કાયદાશાસ્ત્રીને જાણી શકે છે, તેવી રીતે પોતે સર્વજ્ઞ ન હોય તો પણ સર્વજ્ઞને જાણી શકે, પોતે વીતરાગ ન હોય તો પણ વીતરાગને જાણી શકે, પોતે મહાવ્રતધારી ન હોય તો પણ મહાવ્રતધારીને જાણી શકે, પણ કયાદ્વારા એ ? એમના વર્તનદ્વારા એ.