SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ તા.૧૦-૮-૩૪ શ્રી સિદ્ધચક્ર દેવાની જરૂર પડતી હોય તો મિચ્છામિ દુક્કડું આપ દો આ પ્રમાણે આનંદ વિનય સાથે વસ્તુને વળગવાનું કહ્યું. ગૌતમસ્વામીજી પણ આનંદને “તું શ્રાવક છે ? તું મને મિચ્છામિ દુક્કડં દેવરાવે છે” ? એમ કહેતા નથી. બંને વસ્તુને વળગવાવાળા હતા. જગતમાં, જેમાં ખુદું જ્જ એ પ્રતિવાદી તરીકે હોય, તો તેને ચુકાદો આપવાનો હક નથી પછી તે જ઼ ચાહે તેટલો કાયદાબાજ હોય. જેમાં ખુદું મેજિસ્ટ્રેટ આરોપી હોય, તો તેને ચુકાદો આપવાનો હક નથી, પછી તે મેજિસ્ટ્રેટ ચાહે તેટલો ન્યાયને જાણનારો હોય, યોગ્ય ફેંસલો આપી શકે તેમ હોય. જ્જ, મેજિસ્ટ્રેટ વિગેરેને કોર્ટમાં લાગતું વળગતું હોવાથી બીજી કોર્ટમાંથી ચુકાદો લેવાની તેમની ફરજ છે. જે કેસમાં પોતે પ્રતિવાદી હોય કે આરોપી હોય, વાદીએ કે ફરિયાદીએ એ બાબતમાં વાંધો ન પણ લીધો હોય તો પણ શાણા ન્યાયાધીશને ખસી જવું તેજ તે જગા ઉપર વ્યાજબી છે. પોતાને પ્રતિકૂળ જજમેન્ટ, ચુકાદો આપવાનો હોય તો તે પ્રતિકૂળ પણ જજમેન્ટ, ચુકાદો પોતાને હાથે આપી શકાય નહિ. આ વખત ગૌતમસ્વામીજીને પોતાને માફી માગવાની હોય તો પણ એનો ચુકાદો પોતાને હાથે કરવો એ કોઈપણ પ્રકારે શોભતું નથી. આગળ જવું જ જોઈએ. તેવા જ કારણથી ગૌતમસ્વામીજી સીધા મહાવીર મહારાજ પાસે ગયા. ગૌતમસ્વામીજી મહાવીર મહારાજને કહે છે કે ભગવાન, મિચ્છામિ દુક્કડં મારે દેવો કે આનંદ શ્રાવકે દેવો? આનંદ શ્રાવક ફરિયાદ કરવા આવતા નથી. ગૌતમસ્વામીજી પોતે જ ફરિયાદ કરે છે કે મહારાજ મિચ્છામિ દુક્કડં કોને દેવો? આ જગા ઉપર મહાવીર મહારાજની દશા કેવી? એક બાજુ કાળ કરવાને તૈયાર થયેલો, દુનિયાદારીની લાગવગ જેણે છોડી દીધેલી છે એવો ગાથાપતિ આનંદ છે, ને બીજી બાજુ ઈદ્રો, નરેન્દ્રો આદિ સર્વથી પૂજ્ય, ભગવાનની ભુજા, શાસનનો શિરતા જ એવા ગૌતમસ્વામી છે. આવા પ્રસંગે મહાવીર મહારાજને ગૌતમસ્વામીજીને અંગે એક બદામ, પા બદામ પણ પક્ષપાત થાય તો ? મહાવીર મહારાજ કેવળજ્ઞાની એમને શું કળા ન આવડે ? આ અપેક્ષાએ આનંદે કહ્યું છે, આ અપેક્ષાએ ગૌતમસ્વામીજીએ કહ્યું છે, બંને જુઠા નથી, પણ સાચા છે. અપેક્ષા બતાવીને બંનેને સાચા કરી દેત. પણ તે કયારે? જ્યારે ગૌતમસ્વામી તરફ એક અંશ પણ પક્ષપાત હોય ત્યારે. ગૌતમસ્વામીજીનો ભગવાન પ્રત્યે કયો રાગ હતો ? આવા શ્રી ગૌતમસ્વામીજી જેવા પ્રતિવાદીનો ન્યાય કેવી રીતે ચૂકવવો ? તે પણ ગૌતમસ્વામીજીના ગેરલાભમાં, અને મરવા સૂતેલા મડદાના પક્ષમાં. એક મરવા સૂતેલા મડદાની સામા ગૌતમસ્વામીજી મહાપુરુષ ઉભા છે, છતાં બંનેનો ન્યાય કરાય છે. ન્યાયમાં
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy