________________
તા. ૧૩-૫-૩૪.
૩૦૫
શ્રી સિદ્ધચક્ર વખત બાહ્ય દૃષ્ટિએ પરસ્પર વિરૂદ્ધ લાગતી ક્રિયાનો પણ ઉપદેશ અપાય તો એમાં કંઈ વાંધા ભર્યું નથી. જો સંયમનું ધ્યેય ખસેડી લેવામાં આવે તો બધું ઉલટું થઈ જાય એ નિર્વિવાદ છે, અને આજ કારણથી એકેન્દ્રિયની હિંસા થવા છતાં પણ શ્રાવકને લાભ થાય છે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે શ્રાવક માત્રને રીંગણા-બટાટા-થી પૂજાનો નિષેધ કરવામાં આવ્યો છે અને તે એટલા માટે કે કોઈપણ રીતે કયારે પણ શ્રાવકધર્મને અંગે અનિવાર્યપણે પાળવાની અહિંસાને ફટકો ન લાગવા પામે.
પહેલાં કહેવામાં આવ્યું તે પ્રમાણે સર્વવિરતિ માટે જે પૂજા કરાય તે દ્રવ્યપૂજા, અને સર્વવિરતિની પ્રાપ્તિ માટે શ્રીજિનેશ્વર ભગવાન જેવા લોકોત્તર પુરુષની પણ પૂજા દૂર કરવામાં કંઈ હરકત નથી. સર્વ વિરતિની સોના મહોર આગળ તો લોકોત્તર પુરુષોની પૂજા પણ સવાકા (પૈસા) બરાબર છે. જ્યાં સર્વવિરતિની દૃષ્ટિએ લોકોત્તર પુરુષોની પૂજા પણ મહોર આગળ પૈસા જેવી ગણાય છે ત્યાં લૌકિક અને અનુવાદ રૂપે માનતી એવા માતાપિતાની ભક્તિની તો વાત જ શી કરવી? વજસ્વામી જેવાએ પણ ચાહ્યું કે મારી માતા મારા ઉપરની મમતા છોડે તે માટે મારે એનું સુખ દૂર કરવું. એ ધારણાને પાર પાડવા છ માસ સુધી અખંડ રોતા રહ્યા અને માતાને હેરાન કરી મૂકી. છેવટે એમને પોતાને ગમતી વસ્તુ છએ મહીને મળી અને છ મહીનાની ઉંમરમાં છકાયની યતનાવાળા થયા. તેઓ ભવાંતરીયજ્ઞાનજાતિસ્મરણ-જ્ઞાનવાળા હતા એટલે એમના માટે આમ બનવું અશકય ન હતું. નાગકેતુએ પણ જન્મતાંની સાથે અટ્ટમનું તપ કર્યું ! આમાં જન્માષ્ટમ કે ગર્ભાસ્ટમ એ બેમાનું એકે કયાં હતું? આ નિયમ તો જેમને અવધિ-જાતિ સ્મરણ કે મૂળ પ્રત્યયક સંસ્કાર ન હોય અને જેઓ ગુરુ ઉપદેશથી ઉપદેશ પામે તેવાઓ માટે આ (વયનો) નિયમ છે. “જીવોથ'માં ખુલ્લું લખ્યું છે કે “આ નિયમ ગુરુ ઉપદેશની મુખ્યતાએ કરવામાં આવેલો છે. જે સ્વતંત્ર રીતે ધર્મ સમજે, અને વ્રત લેવા તૈયાર થાય તે તો આથી ઓછી ઉંમરે પણ દીક્ષા લઇ શકે. ભવ-ભમણ ટાળવાની ભાવના ધર્મનું મૂળ.
દ્રવ્યપૂજાની દૃષ્ટિએ મૂળ વાત એ છે કે જ્યાં સુધી આ ભવભ્રમણ અનાદિકાળનું છે અને એ ટાળવું જોઇએ. એવી ભાવના ન થાય ત્યાં સુધી દેવાનું કે ગુરુનું આરાધન, એ ઓલામાંથી ચૂલામાં પડવા બરાબર છે. આ વાત પહેલાં પણ બતાવી ગયા છે.
ટૂંકમાં, સાર એ છે કે અનાદિ ભવભ્રમણ ટાળવાની ભાવના એજ ધર્મ આરાધનનું મૂળ છે. ભવભ્રમણ અનાદિ હોવા છતાં અનાદિકાળના જીવના નિગોદાણા અને એકેન્દ્રિયપણાની માફક-નાશ થઈ શકે છે, અને તેથી તેનો નાશ કરવા માટે દરેક મનુષ્ય સદાય ઉદ્યમશીલ રહેવું જોઇએ.