________________
તા. ૩૦-૧-૩૪
૧૯o
શ્રી સિદ્ધચક મહાત્મા તેના મરણ, કે પ્રાણનાશના દુઃખના કારણથી બચી શકવાના નથી. આજ અપેક્ષાએ એમ કહેવાય છે કે મરનારના કર્મનો વિપાક જો મરવા રૂપ છે અને કર્મના વિપાકનો અંત થયા વિના કોઈ મરતું જ નથી તો પછી હિંસા નામની ચીજ સંભવિતજ નથી. સહેજ પણ વિચાર કરવાથી સમજાશે કે જ્યાં સુધી આયુઃ કર્મનો સિદ્ભાવ હોય ત્યાં સુધી કોઇપણ પ્રાણી મરે નહિ (યાદ રાખવું કે આયુઃ કર્મ ગતિ, જાતિ આદિ કર્મોની પેઠે અનેક ભવ કરવાથી વેદ્ય નથી પણ દરેક ભવમાં જુદું જુદું વેદાતું હોઈ પ્રત્યેક ભવથીજ વેદ્ય છે.) અને આયુષ્યનો નાશ થયા વિના કોઈપણ પ્રકારે મરતોજ નથી.
આ અપેક્ષાએ કોઇપણ પ્રાણીની હિંસા કોઇપણ પ્રાણી દ્વારા એ થવી શકયજ નથી. આવું કહેનારાઓએ ધ્યાન રાખવું જોઈએ કે જેઓ કાયાથી માત્ર પ્રાણના નાશને હિંસા તરીકે માનતા હોય તેઓનેજ કથંચિત્ આ પ્રકારે બોલવું શોભશે, પણ જેઓ પ્રાણીઓના પ્રાણનો કાયાદ્વારા એ નાશ ન થયો હોય તો પણ વચનદ્વારા એ કહેવામાં મનદ્વારા એ વિચારવામાં જેઓ પ્રાણીઓના પ્રાણનો નાશ થયા વિના પણ હિંસા માનનારા છે તેઓને ઉપર પ્રમાણેનું બોલવું શોભશે નહિ, કારણકે હિંસા થયા વિના પણ તેના વચનો અને વિચારો હિંસાત્મક હોય તો તે વક્તા અને વિચારકને હિંસાના દોષમાં ભાગીદાર ગણવામાં આવે છે એટલે મરનારા પ્રાણીના આયુ અને પર્યાપ્તિ આદિના નાશનો પ્રેરક પોતે ન બને અને મરનાર પ્રાણી પોતાનાજ આયુઃ અને પર્યાતિ આદિના અભાવથી મરી જાય અગર ન પણ મરી જાય તો પણ તેવા હિંસાત્મક વચનો અને વિચારવાળો પ્રાણી જરૂર હિંસક છે.
આ વિચાર જેનું આયુષ્ય વિગેરે અનપર્વતનીય અને નિરૂપક્રમ એટલે ઘટાડી કે નાશ નથી કરી શકાતું તેવા પ્રાણીઓને અંગે સમજી શકાય, પણ તેવા પ્રાણીઓના તેવા અનપર્વતનીય અને નિરૂપક્રમપણાનો નિશ્ચય તેવા વિશિષ્ટ જ્ઞાનીઓજ કે જેઓ પોતે સ્વતઃ અહિંસકજ છે તેઓ કરી શકે તેમ છે, કારણકે સામાન્ય મનુષ્યો કે મહાત્માઓ કર્મવર્ગણાને કે તેના આયુઃ નામ આદિ ભેદોને સાક્ષાત્ જાણી શકતા નથી, તો પછી તે આયુષ્ય વિગેરેના અનપર્વતનીયપણા કે નિરૂપક્રમપણાને તો જાણી શકે કેમ ? અર્થાત્ અનપર્વતનીય કે અપર્વતનીય સોપક્રમ કે નિરૂપક્રમ એમાંથી કોઈપણ પ્રકારનું આયુષ્ય હોય તો પણ તેના નિશ્ચિત જ્ઞાન વિના નિરપેક્ષપણે પ્રવર્તનારો મનુષ્ય પ્રાણના વિયોગ રૂપ હિંસા ન બને તો પણ કાયા, વચન અને મનદ્વારા એ હિંસાના કારણ તરીકે પ્રવૃત્તિ કરનારો જરૂર હિંસકજ બને છે. આવી રીતે જ્યારે અનપવર્તનીય અને નિરૂપક્રમ આયુષ્યવાળાને અંગે નિરપેક્ષપણે પ્રવર્તનારો મનુષ્ય હિંસક બને તો પછી જેઓનું આયુષ્ય, અધ્યવસાય નિમિત્ત આદિ સાત કારણોથી અપવર્તન થવાવાળું કે ઉપક્રમથી ઘટવાવાળું હોય છે તેઓને અંગે હિંસાત્મક મન, વચન કે કાયાના યોગને પ્રવર્તાવનારા કેમ હિંસક બને નહિ ? જેમ એક ઘડીયાળની ચાવી નિયમિત રીતે ઘડીયાળ ચાલે તો તે ઘડીયાળને છત્રીસ કલાક ચલાવનારી હોય તો પણ તે ઘડીયાળની ઠેસ ખસી જાય કે સ્કુ ઢીલાં થઈ જાય તો તેજ ચાવી એક સેંકડમાં ઉતરી જઈ ઘડીયાળ બંધ પડે છે, એટલે કે ઘડીયાળને છત્રીસ કલાક ચલાવવાવાળી ચાવી છતાં પણ તે ચાવી એક સેંકડમાં ઉતરી જાય છે, તેવી રીતે શાસ્ત્રકારોના જણાવવા મુજબ ત્રણ પલ્યોપમ જેવું મોટામાં મોટું મનુષ્ય તિર્યંચનું