________________
૧૯૬
તા.૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક વિગેરે તુટે છે, એટલે એકજ ધ્યેયથી તે ઉત્સર્ગ અપવાદ બની શકે છે, પણ સ્વર્ગાદિની બાહ્ય સમૃદ્ધિ કે જે કેવળ આત્માને અધોગતિ પમાડનારી છે તેને માટે પંચેદ્રિય આદિ જીવોની હિંસા કરી આત્માને મલિન કરવામાં આવે તે કોઈપણ પ્રકારે અપવાદરૂપ થઇ શકે નહિ, કારણ કે પરિગ્રહ અને હિંસા બંનેથી પાપનુંજ પોષણ થાય છે, એટલે પંચેદ્રિય અને સ્વર્ગ પ્રાપ્તિ એ બંનેમાં એકપણ અપવાદ કે ઉત્સર્ગ થઈ શકે નહિ. વળી હિંસાનો સર્વથા ત્યાગ કરનારા મહાવ્રતધારીઓને જેમ નદી ઉતર્યા વગર વિહાર ન થાય તો નદી ઉતરવાનું વિધાન છે એમ કહેવાય છે તેવી રીતે અહીં પણ સર્વવિરતિ અંગીકાર કરી છએ કાયના જીવોનું અભયદાન કરવાને જેઓ શક્તિમાન ન થાય તેઓનેજ આ પૂજનના વિધાનમાં પ્રવર્તવાનું છે એમ કહેવામાં પણ શું ખોટું છે ? વળી નદી ઉતરીને જેમ પ્રાપ્ત કરેલા સંજમને પાલન કરવાનું હોવાથી નદી ઉતરતાં પણ સાધુને તો નિર્જરાનો મહાન લાભ છે, તેવી રીતે નહિ પ્રાપ્ત થયેલી સર્વવિરતિની પ્રાપ્તિ માટે ભગવાન જિનેશ્વરદેવોના પૂજનમાં સ્વરૂપહિંસા છતાં પણ પ્રવર્તવાવાળો મનુષ્ય કેમ એકાંત નિર્જરા પ્રાપ્ત કરે નહિ ? યાદ રાખવું કે ભગવાન જિનેશ્વરદેવના પૂજનની વખતે કર્મક્ષય થવા પૂર્વક આત્મગુણોની પાપ્તિનુંજ ધ્યેય છે અને તેમની સ્તુતિ કરતાં પણ ચૈત્યવંદનને અંતે સંસારથી થવો જોઇતો વૈરાગ્ય સમ્યગુદર્શનશાન ચારિત્રરૂપ માર્ગને અનુસરવાપણું વગેરે આત્મકલ્યાણકારક વસ્તુઓનું ધ્યેય છે અને તેથીજ તેવા ધ્યેયને અંગે થતા કાર્યને આત્માની ઉચ્ચતર ભાવદયા ગણવામાં કોઈપણ જાતની હરકત નથી અને ભાવદયાની પ્રાપ્તિ અગર રક્ષણ માટે દ્રવ્યદયાનો કથંચિત્ ભોગ આપવો એ વિવેકીઓ માટે હિતાવહ છે. દ્રવ્યદયા અને ભાવદયાનું સ્વરૂપ અને તેમાં ભાવદયાની ઉત્કૃષ્ટતા જાણવાની આ સ્થળે સહેજે સર્વ કોઈને જિજ્ઞાસા થાય તે સ્વાભાવિકજ છે અને તેથી પ્રાસંગિકપણે આપણે દ્રવ્યદયાના અને ભાવદયાના
સ્વરૂપને વિચારવા આગળ વધીએ તો તેમાં કોઈપણ પ્રકારે અપ્રાસંગિક ગણાશે નહિ. હિંસક વકતા અને હિંસક વિચારક.
ઉપર જણાવ્યા પ્રમાણે સ્થાપનાની સત્યતા વિગેરે જણાવી તેની પૂજામાં કહેવાતી હિંસા તે હિંસાના લક્ષણવાળી નથી અથવા તો ભવાંતરે વેદવાલાયક અલ્પ પાપવાળી નહિ પણ ક્રિયાકાળે કે ફળકાળમાં તેમાં થતી સ્વરૂપહિંસાનું અલ્પપાપ નાશ પામી જાય છે એમ જણાવ્યું, છતાં કેટલાકો સ્થાપના નહિ માનવાના દુરાગ્રહને લીધે કે પૂજાના વિરોધીપણાને લીધે ભાવ દયાની ધારણાથી થતી જિનેશ્વર ભગવાનની પૂજાને નિષેધવા તૈયાર થાય છે તેઓને દ્રવ્યદયા અને ભાવદયાનો પ્રસંગ જણાવવો કોઈપણ પ્રકારે અપ્રસ્તુત ગણાશે નહિ. દ્રવ્યદયા કરતાં ભાવદયાનું અત્યંત ગૌરવ જણાવવા પહેલાં તે બંનેનું સ્વરૂપ જાણવાની જરૂર છે. પ્રથમ દ્રવ્યદયા એ ચીજ છે કે એકેંદ્રિય આદિ જીવોને પ્રાપ્ત થયેલા સ્પર્શનઈદ્રિય આદિ દ્રવ્ય પ્રાણોનો નાશ ન કરવો, નાશ અન્ય કરતા હોય તેને રોકવા કે નાશ થતો હોય તેને બચાવવા પ્રયત્ન કરવો. આ સ્થળે એટલું યાદ રાખવાની જરૂર છે કે એકેંદ્રિય આદિ જીવો પોતાના સ્પર્શન ઇદ્રિય આદિ પ્રાણોને પોતાના આયુષ્ય કે પર્યાપ્તિ આદિ નામકર્મના ઉદય સુધી ધારણ કરવાના છે. તેના આયુષ્ય કે પર્યાતિ આદિ નામકર્મનો નાશ થતાં કોઇપણ મનુષ્ય કે સાધુ