________________
તા. ૩૦-૧-૩૪
૧૫
શ્રી સિદ્ધચક્ર હોતું નથી, અને તેથીજ શ્રાવકની અગીયાર પ્રતિમાઓ પૈકીની આઠમી આરંભવર્જન નામની પ્રતિમાને વહેનારા ભાગ્યશાળીને પૂજાના વિધાનનો નિયમ નથી, પણ જેઓ અર્થ ઉપાર્જન માટે કે પોતાના શરીરની શુશ્રુષા માટે લેશ પણ દયાના વિચાર વિના વગર સંકોચે પ્રવર્તવાવાળા હોઇ ને તેમજ કેટલાકો અભય અને અનંતકાયના ભક્ષણ કરનાર અને કરાવનાર હોઇને માત્ર જિનેશ્વર ભગવાનની પૂજામાં વપરાતા કૂલ અને જલને અંગે વિરાધનાનું મોટું રૂપ આપે છે તેઓ તો મહામિથ્યાત્વી અને કદાગ્રહીજ ગણવા. યાદ રાખવું કે જગતભરમાં જેટલા પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાઉકાય, પ્રત્યેક વનસ્પતિમાં કુલ, ફળ, બીજ, બેઇદ્રિય, તેઈદ્રિય, ચૌરેંદ્રિય, પંચેદ્રિય તિર્યંચ, નારકી દેવતા અને મનુષ્યના સર્વ જીવોને એકઠા કરવામાં આવે તેના કરતાં એક સોયના અગ્રભાગમાં પણ રહેનારા લસણ, ડુંગરી વિગેરે અનંતકાયના જીવો અનંતગુણા છે. આવી રીતે અનંતગુણ જીવમય અનંતકાયને ભક્ષણ કરનારા મનુષ્યો ભગવાન જિનેશ્વરદેવની પૂજામાં થતી પૃથ્વી આદિની અનંતભાગની સ્વરૂપહિંસાને જે ધિક્કારવા જાય તે તો ખરેખર વેશ્યાપણામાં રહેલી વારાંગના કોઇક સતીને પોતાના પતિ સાથે વાત કરતાં ધિક્કારે તેના જેવું અત્યંત અવિવેકીમય અને શોચનીયજ ગણાય. અપવાદપદે સ્વરૂપહિંસા.
આ સ્થળે એ પણ સમજવાની જરૂર છે કે ચૌદરાજલોકના સર્વજીવોને અભયદાન દેવારૂપ સર્વવિરતિની પ્રાપ્તિ માટે આ એકેંદ્રિયની સ્વરૂપહિંસાવાળું પૂજન હોવાથી અધિકનો લાભ નિયમિત છે. કેમકે એકેંદ્રિય કરતાં ચઢિયાતો બેઈદ્રિયાદિકનો વર્ગ રસ્ય હોવા સાથે તે એકેંદ્રિય વર્ગ પણ સર્વવિરતિની પ્રાપ્તિમાં રહ્યા છે. આજ કારણથી ઉત્કૃષ્ટ વર્ગમાં રહેલા પંચેદ્રિય એવા બકરા આદિના હોમથી પ્રાપ્ત કરાતી દુન્યવી સમૃદ્ધિના યાજ્ઞિકોના વિધાન કરતાં આ વિધાન સર્વથા જુદું પડે છે. પ્રથમ તો પંચેંદ્રિય જીવો કરતાં કોઈ પણ તેવો છ ઈદ્રિયવાળા જીવોનો વર્ગ નથી કે જેની રક્ષણીયતાને અંગે પંચેંદ્રિય વર્ગમાંથી કોઈપણ જીવ વધ પામે તેના નુકસાનને અલ્પ ગણી શકાય. એ પણ યાદ રાખવાનું છે કે જે કાર્યમાં બેઈદ્રિય, તે ઈદ્રિય, ચૌરેંદ્રિય કે પંચેદ્રિય જીવોનો વધ હોય તેવું કાર્ય ધર્મને સમજનારો કોઇપણ મનુષ્ય કોઇપણ કાળે કરી શકે નહિ, તો પછી પોતાની પ્રતિજ્ઞા અને માણસાઈને અનુચિત એવી ત્રસજીવની હિંસાના કાર્યમાં કોઈપણ વિવેકી સંકલ્પ સરખો પણ કરે નહિ, અર્થાત્ ભગવાન જિનેશ્વરદેવના પૂજનના કાર્યમાં એકેંદ્રિયની થતી સ્વરૂપહિંસા અપવાદપદે આવી શકે, પણ બકરાં વિગેરે પંચેદ્રિયની હિંસા અપવાદપદે આવી શકે નહિ. પૂજનમાં પણ ભાવદયા.
વળી ભગવાન જિનેશ્વરદેવનું પૂજન સર્વવિરતિના ધ્યેયથી એટલે અનાદિકાળથી આત્માના આવરાયેલા ચારિત્રગુણની પ્રગટતાને માટે છે, તેથી તે પૂજનમાં થતી સ્વરૂપહિંસા અપવાદપદમાં આવી શકે કારણકે હિંસાથી ચારિત્રય મોહનીય વિગેરે બંધાય છે, જ્યારે પૂજનથી ચારિત્ર મોહનીય