________________
૧૯૮
શ્રી સિદ્ધચક્ર
તા.૩૦-૧-૩૪ આયુષ્ય પણ એકજ અંતર્મુહુર્તમાં ભોગવાઈ જાય અને તેવા મોટા આયુષ્યવાળો પણ એકજ અંતર્મુહર્ત જીવી મરણ પામે. આવું લાંબુ આયુષ્ય અસંખ્યાતા વર્ષોનું હોવાથી તેનું અપવર્તન કે ઉપક્રમ નહિ માનનારાઓ યુગલિક મનુષ્યો કે તિર્યંચોની સ્ત્રીઓના ગર્ભમાં નવ લાખ ગર્ભજોની હિંસા કેવી રીતે માની શકશે? અર્થાતુ જ્યારે એવા લાંબા આયુષ્યવાળાના આયુષ્યનો અપર્વતનને ઉપક્રમથી નાશ (જલદી ભોગવવું) થાય છે, તો પછી સામાન્ય મનુષ્ય તિર્યંચોના આયુષ્યનું અપવર્તન કે ઉપક્રમ થાય તેમાં આશ્ચર્યજ શું?
આગમાભ્યાસિયો માટે અમોધ લાભ. પ્રભુ માર્ગ-તત્ત્વજિજ્ઞાસુ ગ્રાહકોને દિનપ્રતિદિન પ્રભુમાર્ગ પ્રણિત આગમના તત્વોનું નહિ શ્રવણ કરેલી ગુઢતાત્વિક ફીલ્સફીનું-યુક્તિપ્રયુક્તિનું અજોડજ્ઞાન શ્રી સિદ્ધચક્ર પાક્ષિકદ્વારા આગમરહસ્યના વિભાગમાં સમર્પણ કરાય છે. સકલશાસ્ત્ર પારંગત આગમના અખંડઅભ્યાસી શાસનપ્રભાવક સમર્થ શાસન સંરક્ષક આગમોદ્ધારક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ભાગરાનંદસૂરીશ્વરજી મહારાજાએ અમારી આગ્રહ ભરી વિનંતી સ્વીકારી પ્રથમ શ્રીનંદી આગમ ઉપર ભૂતકાળ કદીપણ પ્રગટ ન થયેલ એવી સારભૂત અવતરણા, તેમજ તેના પર અનેક તર્કવિતર્ક યુક્તિ પ્રયુક્તિ સહિત સમાધાન આપવા અમારા પર મહાન ઉપકાર કર્યો છે. શ્રીસિદ્ધચક્ર પાક્ષિક જડવાદના અજ્ઞાન વાતાવરણમાં જ્ઞાનનો ઉદ્યોત કરવામાં, શાસ્ત્રના પાઠોને સંગતિપૂર્વક સમજાવવામાં, જ્ઞાનની ન્યૂનતાને અંગે ફેલાતા અજ્ઞાનના સમૂહનો સર્વથા નાશ કરવામાં, જૈન સાહિત્યને વિકારી બનાવવાની ઉમેદોને ઉન્મેલન કરવામાં, અને શાસન-સામ્રાજ્ય સામે થતાં અજ્ઞાન હુમલાઓની અનેકવિધ શાસ્ત્રસંગત યુક્તિપ્રયુક્તિથી પ્રતિકાર કરવામાં નિરંતર ઉદ્યમશીલ રહ્યું છે, રહે છે અને રહેશે એમ સમિતિ ઇચ્છે છે. કોઈપણ જાતની શંકા ઉદ્ભવતી હોય, કાંઇપણ નવીન જાણવાની જીજ્ઞાસા થતી હોય, યા તો કાંઈપણ અમારા તરફથી અસંતોષ જેવું લાગતું હોય તો તુરત જણાવવા અમારી આગ્રહ ભરી વિનંતી છે, કે જેનું નિવારણ કરવા સમિતિ હરહંમેશ કટીબદ્ધ રહી હતી, રહે છે અને રહેશે.
જુના અંકો સીલકમાં નથી, માટે નવિન ગ્રાહકોને જુના અંકો આપવા સમિતિ બંધાતી નથી, અને સીલકમાં રહેલા જુના અંકો જે ગ્રાહકને મોકલવામાં આવશે તે ગ્રાહકોનું લવાજમ તે તારીખે ગણી લેવામાં આવશે. નમુના માટે એક વખત અંક મફત મોકલવામાં આવશે. તંત્રી.