________________
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૩-૨૪
સમાલોચના |
નોંધ - દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો, અને આક્ષેપોના સામાધાનો અત્રે અપાયા છે.
તંત્રી
ભગવાન મહાવીરે માતા પિતાના સ્વર્ગ ગમન પછી પોતાની દીક્ષા તરત થાય તો નંદીવર્ધનાદિ પરિજન મરણ પામશે એમ અવધિથી જાણ્યા છતાં પરિવારે કહેલી બે વર્ષની મુદત અવધિજ્ઞાન કારણથી ન હતી, અને તે બે વર્ષની મુદતનો અંગીકાર સાવદ્ય મોહરૂપ ન માનતા જ્ઞાનકારણ જ કેવળ માનવો એ જ્ઞાનની ધૂનનેજ આભારી ગણાય.
સૂત્રકાર એ વૃત્તિકારકો વગેરેએ સ્પષ્ટ શબ્દોમાં જ્યારે ભગવાન તીર્થકરોએ ધારણ કરેલ દેવદૂષ્યમાં અણુધર્મચારિતા માનેલી છે ને પર્યુષણા કલ્પવૃત્તિ વિગેરેમાં સપાત્ર સવસ્ત્રપણામાં તેવો ધર્મ કહેવાનો હેતુ જણાવેલ છતાં આચરવાથી નિષેધ કરતા હોય. તેને પૂછવાનું કહેવું તે મર્યાદાવાળું ન ગણાય.
આજ્ઞાને નામે જે અશક્તો શ્રી તીર્થકરાદિના નામે અનુકરણ કરવા તૈયાર થાય તેને સમજાવવા કહેલા શાસ્ત્ર વાક્યોને ઉક્ત યોગ્ય અનુકરણ અને અનુકરણીયતાના નિષેધમાં ગોઠવવા એ શાસ્ત્રના શ્રદ્ધાળુને શોભતું નથી.
જૈન પ્રવ.
ગ્રાહકોને સૂચના. અમે ગત અંકોમાં કરેલી જાહેરાત મુજબ અમે ગ્રાહકોને ભેટનું પુસ્તક વી.પી. કરવું શરૂ કર્યું હતું, પણ તે ભેટ પુસ્તક માટે ઘણા ગ્રાહકોની ફરીયાદ આવી છે કે તેમાં પ્રેસવાળાએ કેટલીક બુકોમાં આખા ફરમાઓ ગેપ કર્યા છે, કેટલાકમાં ડબલ પાન છે, અને કેટલાકમાં અનુક્રમે પાના નંબરો નથી, તેમજ બાઈન્ડીગ પણ બેદરકારીને લઈને બગાડી નાખ્યું છે,” જેઓને વી.પી. મળ્યું છે તેમને ઉપરમાંની કોઈ પણ ફરીયાદ હોય તો તુરત લખી જણાવવું.
લી. તંત્રી.