________________
તા. ૨૯-૪-૩૪
૩૬૦
શ્રી સિદ્ધચક્ર છાંડવાનું, ઉપાદેયને આદરવાનું, જીવાદિક જાણવાના. આ સૂર્યના કે દીવાના પ્રતાપે જાણી શકાય છે તે માત્ર વિદ્યમાન વસ્તુને દેખાડવા તરીકે, બનાવનાર તરીકે નહિ. તીર્થકરો અધર્મને ધર્મ બનાવી દેતા નથી.
જે આત્માને જાણ્યો ન હતો તે તેમણે ઓળખાવ્યો. તીર્થકરો ધર્મ અધર્મ બનાવનાર નથી, પણ જણાવનાર છે. જિનપન્નૉ તૉ જીનેશ્વરોએ કહેલું, જિનપન્નત્તો ધમ્મો જીનેશ્વરે કહેલો ધર્મ. અધર્મને ધર્મ કરી શકતા હતે તો આખા જગતને ધર્મમય બનાવી નાખતે. તીર્થકરનો કહેલો જણાવેલો ધર્મ છે. તો ધર્મ સર્વ કાળમાં સ્વાભાવિક રીતિએ છે તો તેમાં ફેરફાર કરવાનું કોઈના હાથમાં નથી. હીરાનું કદ વધારવું, તેજ વધારવું એ દીવાના હાથની વસ્તુ નથી. માત્ર દીવો હીરો ઓળખાવે છે. ખોવાયેલો હીરો દીવાથી જડે. હીરો મેળવી દીધો એ પ્રતાપ દીવાનો. એમ આત્માનું સ્વરૂપ ખોવાઈ ગયું છે એ કયાંથી જાણ્યું? હીરો, મોતી અંધારામાં ખોવાઈ ગયા હોય ત્યારે દીવાની કિમત કેટલી ? તેમ આત્મા પોતાના આત્મસ્વરૂપને ખોળે તે વખત તીર્થંકર મહારાજરૂપી દીવાની કીંમત અનહદ છે, કેમકે અનાદિથી સંસારમાં રખડી રહ્યો છે. પોતાનું સ્વરૂપ ખ્યાલમાં લીધું નથી. તેનું સ્વરૂપ બતાવનાર તીર્થકર મહારાજા હોવાથી અનહદ ઉપકારી છે. હવે અનાદિ હોય તે નાશ ન પામે ને નાશ પામે તે અનાદિ નહિ, તો અનાદિથી કર્મથી અવરાયેલો છે તો તે કર્મ અનાદિના હોવાથી નાશ નહિ પામે એવી શંકા થાય તેના સમાધાનમાં જણાવવાનું જે અનાદિ બે પ્રકારના છે.
જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય દ્રવ્યો અનાદિ છે, પણ એનો છેડો નથી. કેટલાક પદાર્થો અનાદિ છતાં તેનો છેડો હોય જેમકે અનાદિનું એકેન્દ્રિયપણું, નિગોદપણું, ભવભ્રમણ, અજ્ઞાન, મિથ્યાત્વ એ બધા અનાદિના છતાં એ પદાર્થો એવા નથી કે જેનો નાશ ન હોઈ શકે. નાશ થઈ શકે એવા પદાર્થો છે. આથી અનાદિનું ભવભ્રમણ નાશ થઈ શકે તેવું છે. માટે તીર્થકર મહારાજાએ તેમના વચન રૂપી દીવો પ્રગટાવ્યો, જેમાં આપણા આત્મારૂપી હીરો અજ્ઞાનરૂપી અંધકારમાં ખોવાઈ ગયો હતો તે જડયો. હવે આત્માનું સાચું સ્વરૂપ સિદ્ધ સમાન સ્વરૂપ જો જાણ્યું તો તે પ્રગટ કરવા માટે તેમની આજ્ઞાઓ ધ્યાનમાં લઈ હરેક જીવોએ યથાશક્તિ તેમાં પ્રયત્ન કરવો એ દરેક ભવ્યાત્માનું કર્તવ્ય છે.
**