________________
૨૪૯
તા. ૧-૩-૩૪
| શ્રી સિદ્ધચક વિચાર કરે છે? ક્યારે પ્રભાત થાય ! કયારે ચારિત્ર લઇશું ! કયારે ઉપસર્ગ, પરિષહ સહીશું!” ચોરીમાં આ વિચારોની તાલાવેલીમાં-આવા આકસ્મિક સંયોગમાં-સ્વલિંગની ભાવનામાં ત્યાંજ કેવળજ્ઞાન થયું. સ્વલિંગ એટલે ત્યાગ કરવો અને ત્યાગનું ચિહ્ન અંગીકાર કરવું. આ ભાવના વગર કોઈ દિવસ કેવળજ્ઞાન થયું નથી. ઘેર રહેવાની ભાવના વખતે કેવળજ્ઞાન તો શું પણ સમકિત પણ થાય નહીં. વસ્તુને ઉઠાવનારાઓ મુખ્ય મુદ્દાને ગૌણ કરીને બોલે છે કે-ભલે, એ મોક્ષનું લિંગ હોય પણ ગૃહીલિંગે, અન્યલિગે પણ સિદ્ધ થાય છે ને! ગૃહસ્થાશ્રમમાં રહ્યા થકાં પણ આત્માનું કલ્યાણ થાય છે ને! તો પછી સ્વલિંગનો આગ્રહ શો? મોક્ષના ત્રણ રસ્તા થયા. સાધુલિંગ, ગૃહસ્થલિંગ અને અન્યલિંગ. જો એમજ છે તો સાધુલિંગનો આગ્રહ શા માટે? એકલું પહેલાને પકડી બીજા બેને ધક્કો કેમ મારો છો?' પણ વિચારો કે સ્કંધક ઋષિ પહેલાં સંન્યાસી હતા અને પછી સાધુના વેષમાં આવ્યા છે તો ભગવાન મહાવીરદેવે પોતે અન્યલિંગ કેમ છોડાવ્યું? ભગવાન ઋષભદેવજીના સાધુઓ જે તાપસી થઈ ગયા હતા તેમનો તે વેષ (૩૩૯૮ તાપસીને) ભગવાને છોડાવ્યો કે નહિ? શ્રી ગૌતમસ્વામીજીએ પણ તાપસીનો વેષ છોડાવ્યો છે, એ શાથી? એમણે ખોટું કર્યું? નહિ. અન્યલિંગે પણ સિદ્ધ થાય છે તો તેઓએ વેષ છોડાવ્યો કેમ? કહો કે અન્યલિંગ છોડવા લાયક, દરેક તીર્થકર તથા મુનિઓ દીક્ષાઓ લે ત્યારે શું કહે છે? “ઘેરથી નીકળી અણગારપણું લીધું' જો મોક્ષ મેળવવામાં ગૃહીલિંગ નડતું નથી તો તે છોડવાનું કારણ શું? ગૃહીલિંગે વેષ છોડવાનું તથા તાપસોએ વેષ છોડવાનું, તથા ભગવાન વિગેરે એ વેષ છોડાવવાનું કારણ શું? વિચારો ! કોઈ મનુષ્ય મકાનમાં બેઠો હોય, તે વખતે અગ્નિ, પાણી કે હવાનો ઉત્પાત થયો અને તેમાંથી જ્યાંથી બચવાનો માર્ગ દીઠો ત્યાંથી તે નાઠો અને બચ્યો એ શી રીતે બચ્યો એ જણાવવા કોઈ કહે કે-બારીએથી ભૂસકો મારી નીકળી ગયો.' અહીં “બારી' શબ્દ શા માટે વાપરવો પડ્યો ? બારીએ નીકળવાનો રસ્તો નથી માટે એ શબ્દ વાપરવો પડ્યો. જો ભીંત તોડીને નીકળી ગયો હોય તો તેમ જણાવવું જ પડે કેમકે ભીંત તો રોકનારી છે. આપણે ભલે બારીથી નીકળી ગયા પણ નીકળવાનો મુખ્ય રસ્તો બારી નથી. માર્ગ માટે સુભમે શીલા ઉપર લાત મારી તોડી નાખી પણ એથી એ મુખ્ય રસ્તો કહેવાય? નહિ. “શીલા તોડી નાખી' એ શબ્દોજ એ પુરવાર કરે છે કે એ મુખ્ય રસ્તો નહોતો. જ્યાં રજોહરણની વાત આવી ત્યાં શ્રી તીર્થંકરદેવોએ, શ્રી ગણધરદેવોએ જણાવ્યું કે એજ મોક્ષનો રસ્તો; ગૃહીલિંગ, અન્યલિંગ એ મોક્ષનો રસ્તો તો નહીં, પછી ભલે કોઈ એ દ્વારા કૂદી પડો પણ તેથી એ રસ્તો ન કહેવાય, રસ્તો માત્ર સ્વલિંગ એટલે મોક્ષનું લિંગ જ્યારે પેલા લિંગો તો મોક્ષ સિવાય રખડવાના રસ્તાઓ, એ તો આરંભ સમારંભ, વિષયકષાયના માર્ગો. ત્યારે શંકા થશે કે જો એમ છે તો એમાં મોક્ષે પણ જવાય છે શાથી? એનું સમાધાન શું? આ ત્યાગ, સંયમ સિવાય મોક્ષ થતો નથી, થયો નથી તેમજ થશે નહીં. ગૃહીલિંગે સિદ્ધનો અર્થ એ કે સાધન હતું ડુબવાનું પણ એનાથી એ તરી ગયો. હોડી તૂટી ગઈ ને કોઈ તરી ગયો તેમાં હોડીનું તૂટવું તે કાંઈ તરવાનું સાધન ન ગણાય. ત્યાં બચવાનાં કારણમાં પોતાનું ભુજાબળ, તરવાની કલામાં નિપુણતા અગર આવી મળેલા અન્ય સંયોગો છે. સ્વલિંગ એ હોડી રૂપ છે જ્યારે ગૃહલિંગ, અન્યલિંગ એ તૂટેલી હોડી તુલ્ય છે. એટલા માટે લિંગની આગળ "અન્ય" તથા "ગૃહી" શબ્દ યોજવા પડ્યા, કેમકે એ લિંગો (એ માગ) ડુબાડનારા છે. ગૃહલિંગે તથા અન્ય લિંગે તર્યા ત્યાં પણ ભાવના સ્વલિંગની છે. સ્વલિંગની ભાવનામાં પણ આટલું સામર્થ્ય છે તો પછી સ્વયમ્ લિંગના સામર્થ્યનું પૂછવું જ શું? ગૃહીલિંગે પણ તર્યા એ વાત