________________
૨૪૮
તા. ૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર નવાઈ શી? રાજ્યની માગણી કર્યા વગર રાજ્ય તે મને શી રીતે ? સમજાશે કે ભૂલ માગણીમાં હતી. દેવગુરુનું આરાધન, શ્રાવકપણું યાવત્ સાધુપણું વિગેરે અનંતી વખત લીધું, આરાધ્યું પણ માત્ર પૌલિક સુખની ઇચ્છાએ તેથીજ આત્માનો મોક્ષ ન થયો જે ઇચ્છા હતી તે મળી ગયું. શાસ્ત્ર એ શસ્ત્ર શાથી થાય છે? “શા'માંથી કાનો કાઢી નાખવાથી. તેજ રીતે ઉપરોક્ત તમામ કરણીમાંથી મોક્ષની ધારણા કાઢી નાખી પછી કલ્યાણ થાય કયાંથી?
મોક્ષનેજ આપવાવાળા દેવગુરુ ધર્મને અનંતી વખત પામવા છતાં આરાધવા છતાં અનાદિનું ભવભ્રમણ રોકાણું નહિ કારણકે એ માગણી જ નહોતી એજ રીતે આ વખતે પણ પ્રાપ્ત થયેલાં એજ સાધનોમાં સંવર, નિર્જરા તથા આત્મકલ્યાણની-મોક્ષની ધારણા નહિ રાખો તો અનંતી વખતની જેમ આ વખત પણ કચરાપેટીમાં જશે, રખડપટ્ટી ચાલુ રહેશે-અનંતામાં આ ભવ પણ વધારામાં ભળશે. આ આરાધન કચરાપેટીમાં ન જાય તે માટે શાસ્ત્રનો ઉપદેશ છે.
અનંતી વખત સંઘ કાઢયા, ગુરુને પ્રતિલાલ્યા, શ્રી તીર્થંકરદેવની સેવા કરી, યાવતું મેરૂ પર્વત જેટલા ઓઘામુહપત્તિ કર્યા દેરાસરે અને મૂર્તિ કરાવ્યા, આ બધું અનંતી વખત કરવાથી કાંઈ ન વળ્યું તો હવે શું વળશે ?' આવું પણ કહેનારા કહે છે પણ એમાં ભેદ છે. શાસ્ત્રકારે કયા મુદ્દાએ આ કહ્યું હતું? જે કારણથી અનંતી વખતે આ આરાધન રદબાતલ થયું હતું તે પૌલિક ઈચ્છાની બુદ્ધિ ફેરવીને મોક્ષની બુદ્ધિ રાખવાના મુદ્દાએજ; પણ વસ્તુનેજ ઉઠાવનારાઓ તો આ બધું નકામુંજ કહેવા માગે છે. જે કિયા અનંતી વખત સફળ ન થઈ તો ફેર કરવી શા માટે ?” એમ કહી કરણીનેજ દૂર કરવા માગે છે,
ઓઘામુહપત્તિનેજ નકામા કહેવા માગે છે. શાસ્ત્રકારે ઓઘામુહપત્તિને નકામા નથી કહ્યા પણ તેમાં રહેલી પદ્ગલિક ઇચ્છાને નકામી કહી છે, અને માટે એને વર્જવાનું કહ્યું છે. ભગવાને જેને મોક્ષ દેવાની તાકાતવાળા જણાવ્યા છે તેજ ઓઘામુહપત્તિ વિગેરે ઉત્તમ સાધનો પૌદ્ગલિક બુદ્ધિના કારણે મોક્ષ માટે નકામા આ જીવે કર્યા છે, અને માટેજ શાસ્ત્રકાર દેવગુરુ ધર્મના આરાધન વખતે પૌગલિક ઈચ્છામાં ન જવાની ચેતવણી વારંવાર આપે છે અને સાફ જણાવે છે કે જો તેમ કરશો તો અનંતી વખતની માફક આ પણ નકામું જશે પણ વસ્તુ ઉઠાવનારાને તો એ પદ્ગલિક લાલસાની બુદ્ધિ છોડવી છોડાવવી નથી પણ ધર્માચરણ છોડવું છોડાવવું છે, અને તેથી ઓઘામુહપત્તિને છોડવાનું કહે છે, જ્યારે કહેવું જોઈએ જે કારણથી અનંતી વખત ફળ ન આપી શકયા તે પૌલિક લાલસાની બુદ્ધિ છોડવાનું. સ્વ-લિંગની મહત્તા સ્વયંસિદ્ધ છે.
ઓઘામુહપત્તિમાં ઉન, સુતર ને લાકડું છે, એ મોશે પહોંચાડનાર ? હા, શાથી? વિચારો ! સિદ્ધ પંદર ભેદે થયા છે એ તો સાંભળ્યું છે ને! એમાં સ્વલિંગે સિદ્ધ એ પણ એક ભેદ છે. સ્વલિંગ એટલે પોતાનું અર્થાત્ મોક્ષનું લિંગ (ચિહ્ન) ઓધામુહપત્તિને શાસ્ત્રકાર સિદ્ધના લિંગ તરીકે જણાવે છે. મોક્ષનું લિંગજ આ ભરત મહારાજા સરખાને, વલ્કલચરી સરખાને કેવલજ્ઞાન થયા પછી પણ આ લેવું પડયું. વારૂ ! આનાથી જે મેળવવાનું (કેવલજ્ઞાન) તે તો પહેલાંજ મળી ગયું પછી બાકી શું મેળવવાનું રહ્યું કે જેથી આ ઓઘો મુહપત્તિ લેવા પડે? કેવળજ્ઞાન થયા પછી પણ આ ચીજ ગ્રહણ કરવા લાયક છે. જો આયુષ્ય માત્ર બે ઘડીનું જ હોય તોજ ન લે, એથી વધારે હોય તો કેવળજ્ઞાન થયા પછી પણ ઓઘો મુહપત્તિ જરૂર લેવાનાજ ગુણસાગર તથા પૃથ્વીચંદ્ર માતાપિતાના આગ્રહથી પરણે છે ત્યાં ચોરીમાં પણ તેઓ કયો