________________
તા. ૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર
૨૪o .
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
( ો ો ા ા હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો ,
કલ્પવૃક્ષ આપે શું?
કલ્પવૃક્ષનો સ્વભાવ એજ કે જે માગો તે મેળવી દે (આપે). માગણી કેવી હોવી જોઇએ એ વિચારવાનું. સિદ્ધિ તથા રિદ્ધિ નામની બે સ્ત્રીનું દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. બન્નેએ દેવતાને આરાધન કરેલ છે અને વરદાનમાં ક્રમસર સિદ્ધિ કરતાં બમણું રિદ્ધિએ તથા રિદ્ધિ કરતાં બમણું સિદ્ધિએ માંગેલ છે. દેવશક્તિથી એ બધું બને છે, પણ ઈર્ષ્યા એ બહુ બૂરી ચીજ છે. પરસ્પર આ રીતે બમણું બમણું માગે જવાથી કાંઈ છેડો આવે નહિ એથી સિદ્ધિએ વિચાર્યું કે હવે તો એવું બમણું મગાવું જોઇએ કે હેજે બીજીને નુકશાન થાય. અપૂર્ણાકનો ગુણાકાર ઘટજ બતાવે, કાંઇપણ પૂર્ણ રહે તો બમણામાં ફાયદો રહે. હવે સિદ્ધિએ દેવી પાસે પોતાની એક આંખ ફોડવાનું માગ્યું. એમ બન્યું અને ઘરમાં બેસી રહી. રિદ્ધિએ અનુમાન કર્યું કે એ દેખાતી નથી, જરૂર કાંઈક નવું માગ્યું છે; તરત તેણીએ પણ દેવીને આરાધીને માગ્યું કે સિદ્ધિને મળ્યું હોય તેનાથી બમણું તેને મળે. તરત તેણીની બને આંખો ફૂટી ગઈ. દેવતાને આરાધતાં પ્રસન્ન થવાથી તેની પાસે જે માગીએ તે મળે, એજ રીતિએ ધર્મ પણ કલ્પવૃક્ષ છે. દેવ, ગુરુ તથા ધર્મનું આરાધન એ કલ્પવૃક્ષ છે. કેટલાક કહે છે કે – વીતરાગ સ્વરૂપ ભગવાન પાસેથી શું મળે? બહુ તો રાગદ્વેષનો ઝઘડો મળે, પણ સ્વયં વીતરાગ તેની પાસેથી દેવલોક, સુકુલ, રિધ્ધિસ્મૃધ્ધિ એ બધું શી રીતે મળે? દીવામાંથી થોડું પણ અજવાળું મળે પણ અંધારું કયાંથી મળે? દેવગુરુ સંવર તથા નિર્જરાના માર્ગવાળા તથા ધર્મ પણ સંવરનિર્જરા સ્વરૂપ તેનાથી પુણ્યબંધની ઉત્પત્તિ કયાંથી થાય?' આના સમાધાનમાં એજ કે એથીજ આપણે કલ્પવૃક્ષની તુલના કરી છે. માંગણીમાં ભૂલ ક્યાં છે?
કલ્પવૃક્ષ કે દેવતાઓ પોતે કાંઈ આપી જતા, પુરી જતા નથી પણ માગનાર જેવો સંકલ્પ કરે તે પ્રમાણે મનોરથ પૂર્ણ થાય. આ વાત લક્ષ્યમાં લઈશું ત્યારેજ સમજાશે કે અનંતી વખતની સમ્યત્ત્વની કરણી તથા દેવગુરુનું આરાધન શાથી નિષ્ફળ ગયું? એ બધામાં દેવલોક, સુખ, રદ્ધિસ્મૃદ્ધિનીજ મનોવૃત્તિ હતી, માગણી હતી, એજ મુદ્દાથી એ તમામ થયું હતું, મોક્ષની બુદ્ધિનું બીજ વવાયું હતું નહીં. અનંતી વખતે દેવગુરુને સેવ્યા, ચારિત્ર આરાધ્યું પણ મોક્ષ ન થયો કારણકે ઈદ્રિયોના સુખોની લાલસાએજ એ થયું હતું. એકજ કલ્પવૃક્ષની પાસે ક્રોડો વખત બોરની માગણી કરીએ તો કાયમ બોરજ મળે એમાં