SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ તા.૧-૩-૩૪ શ્રી સિદ્ધચક ૧૦૨૬ જીનેશ્વર ભગવાનની આજ્ઞાને અનુસરવાવાળો શ્રાવકનો સમુદાય તે ચતુર્વર્ણ સંઘના હિસાબે એક ભાગ છે પણ તેઓ તો શ્રમણ સમુદાયની સેવાથી જ પોતાની કૃતાર્થતા માનનારો હોય અને તેથી પોતાને શ્રમણોપાસક ગણાવવામાં જ પોતાના જન્મને કૃતાર્થ માનનારો હોય છે તેવા કદાપિ ભયંકર સર્પ જેવા કે હાડકાના માળા જેવા ગણાતા નથી. ૧૦૨૭ કોઈ પણ શાસ્ત્રમાં એવો લેખ નથી કે કોઈપણ શ્રાવક સમુદાયે કેવળ પોતાને જ સંઘ માની કાર્ય કર્યું હોય, સંઘપતિ વિગેરે શબ્દો સંશની રક્ષાને લઈને જ પ્રવર્તેલા છે પણ સંઘની સ્થાપના કે માલિકીની અપેક્ષાએ તે શબ્દ પ્રવર્તેલો નથી. ૧૦૨૮ વંદનાદિ બાર પ્રકારના વ્યવહારથી રહિત શ્રાવકને પણ સંઘ બહાર કરવાનું કાર્ય તો ચાલુ કામમાં પણ સાધુઓની આજ્ઞાથી જ થયેલું છે. શ્રીગૌતમસ્વામિને નમઃ શું આગમોની જરૂર છે ? વા, તો નીચેની બિના વાંચી-વિચારી વર્તનમાં મુકવાનું ભૂલતા નહિ ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરોએ અર્થથી નિરૂપણ કરેલ, અને સૂત્રથી ભગવાન ગણધરદેવોએ ગુણ્ડિત શ્રી આચારાંગ આદિ અંગો, ઉવવાઈઆદિ ઉપાંગો અને આવશ્યકાદિ મૂલ સૂત્રો કે જે પ્રથમ શ્રીમતી આગમોદય સમિતિએ છપાવી પ્રસિદ્ધ કર્યા છે, અને જેની નકલો ચોગુણી કિમતે પણ મળતી નથી, તેથી શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ તેનો પુનરૂદ્ધાર કરવો શરૂ કર્યો છે. માટેજ તેના ગ્રાહક થનાર દરેક નકલ દીઠ રૂપિયા પાંચ એડવાન્સ તરીકે નીચેને સરનામે ફાગણ વદ ૧ પહેલાં ભરી દેવાં. હાલ આચારાંગ અને દશવૈકાલિક છપાવવાં શરૂ થશે, આ આગમોની મૂલ-કિમ્મત રહેશે, અને ત્યારબાદ બાકીના આગમો પણ કમસર શરૂ કરાશે. તા. કા- આ વખતે કોઈ સંસ્થાદિને પણ ભેટ આપવામાં આવશે નહિ, માટે તેઓએ તેમજ બીજાઓએ એડવાન્સ મોકલી પોતાનાં નામો જલ્દી નોંધાવવા. ગ્રાહકોની સંખ્યા જેટલીજ નકલો છપાવવાનો આ સમિતિનો ઇરાદો છે, જેથી ઉપરની મુદત વિત્યાબાદ નામ નોંધવામાં આવશે નહિ. સુરત મુકામે પ્રથમની જાહેરાતથી જેઓએ એડવાન્સ તરીકે નાણાં ભર્યાં છે, તેઓને રીતસરની પહોંચ ટુંક સમયમાં સમિતિ તરફથી મોકલી આપવામાં આવશે. નાણાં ભરવાનું સ્થાન.) * શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ. ભૂલેશ્વર, લાલબાગ મુંબઈ. નં. ૪
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy