SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ :. તા. ૧-૩-૩૪ શ્રી સિદ્ધચક્ર માંગણીનો સ્વીકાર, નોંધઃ- શ્રી મુંબઈ જૈનયુવક મંડળની પત્રિકામાં પૂર્વે છપાઈ ગયેલી શરૂઆતની દેશનાઓ વાંચવાને ઉત્સુક બનેલા ગ્રાહકોએ વારંવાર માંગણી કરેલી હોવાથી તે અત્રે અપાય છે. (ગતાંકથી ચાલુ) તંત્રી. આગમોદ્ધારકની અમોઘ દેશના. એક પક્ષ-આખી જીંદનીગી મહેનત બલ્ક અનંતકાળની મહેનત એક જ સમયમાં નાશ પામે છતાં વિરામ પામતો નથી. બીજો પક્ષ એકજ સમયની મહેનત કોઈપણ કાળે નાશ પામે નહિ એવો ઉદ્યમી પગભર થતો આગળ વધે છે.આ બે પક્ષમાંથી તમો કયો પસંદ કરો છો? વેપારી છો વિચાર કરી બોલો? શાણા વેપારી વધુ લાભ તરફ ઢળે અને તમે પણ તે લાભદાયી પક્ષને જ અનુસરશો. કારણ સમજો. કેવળજ્ઞાન પ્રાપ્તિને સમય કેટલા? એક જ સમય. બારમા ગુણઠાણાના છેડે મતિ-શ્રત હોય અવધિ મન:પર્યવજ્ઞાન હોય કિંવા ન પણ હોય અને તેરમાના પ્રથમ સમયની શરૂઆતમાં કેવળજ્ઞાન હવે જવાનું ક્યારે !! કોઈ કાળે નહિ. બે પક્ષની દલીલ પુરસ્સરની વાત સાંભળવા છતાં મુંઝાયેલા આ જીવનું ધ્યેય નક્કી થતું નથી કે મારે શું કરવું જોઈએ? મુશ્કેલ છે પચાસ વરસ વેપાર કરનારને એક વરસ ખાલી જાય, નફો ન મળે, ખરચ માથે પડે તો પાલવે, પણ વરસે વરસે ખોટ જાય તો તિજોરીનું તળીયું સાફ થાય છતાં તે વેપાર કેમ કરાય !!! હજુ સુધી જાણીને ખોટના વેપારમાં પ્રવૃત્તિ કરનાર આપણા જેવા બીજા મૂર્ખ કોણ? આપણા આત્માને પૂછો કે કાળજુ છે કે નહિ? છેવટે કહેવું પડશે કે ખરેખર આપણે કાળજા વગરના છીએ અને તેમ ન હોય તો અનંતી વખતની મહેનત નકામી ગઈ અને હજુ તેને તેજ રસ્તે ફેર ફેર નકામી મહેનત કેમ કરીએ છીએ ! મનુષ્યપણામાં કંચન - કામિની-કાયા-અને કુટુંબ એ ચારે મેળવ્યા; પણ તે બધા એક જ સમયમાં છોડ્યા. એ વાત જાણીએ છીએ છતાં ત્યાંના ત્યાંજ, રસ્તો ક્યારે પલટાવશો ? જન્મોજન્મની મહેનત નકામી ગઈ છતાં નકામી મહેનતથી પાછા કેમ હઠતા નથી. નાસ્તિક પણ સગિત-દુર્ગતિ પુણ્ય-પાપ માટે શંકાવાળો હોય પણ મરણ માટે જગતભરમાં કોઈ નાસ્તિક નથી. નાસ્તિકપણું જીવની માન્યતા માટે છે. મોતની માન્યતાવાળા કોઈ નાસ્તિક નથી. જ્યારે છેલ્લા સમયે મહેનત બરબાદ જવાની છે તો પછી અનંતી વખતની મહેનત બરબાદ કરવા બેઠા છો તે તમને શોભતું નથી.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy