________________
૨૧૨
તા.૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર પણ માલીક, વસ્તુતઃ તમે માલીક નથી નોકર નથી પણ ગુલામ છો. મનની માલીકી ભલે માની પરંતુ કુટુંબકબીલા માટે તમારી પોતાની ગુલામી છે.
નોકરી અને ગુલામીમાં લાખ ગાડા જેટલું અંતર છે; નોકર નોકરીમાંથી છૂટવા માંગે તો છૂટી શકે છે, જ્યારે ગુલામ ગુલામીમાંથી છૂટવા મહેનત કરે તો પણ તે છુટી શક્તો નથી. સ્વતંત્રપણે છુટવાવાળાઓજ ખરેખરા માલીક છે. કાલાવાલા કરીને છૂટનારા નોકર છે, નહીં છુટવાવાળા કે જેઓ છુટવા જેવું છે એવું માને છે છતાં છોડી શકતા નથી તે ગુલામ છે; અને છુટવા જેવું છે એવું માનતા નથી તેઓ અધમ ગુલામ છે એટલું જ નહીં પણ ગુલામીમાં પોતાનું જીવન સર્વથા વેડફી નાંખે છે.
મુંબઇ જવું હોય તો પણ તમો સરખા ઘેર કહ્યા વગર જઈ શકો નહીં અને જાઓ તો અણધાર્યો ઝઘડો અને ધમાધમ. સંસારના મોહાંધની કાર્યવાહી તપાસો. સ્ત્રીને પતિ કહેવરાવે, સ્ત્રી ધણીને કહેવરાવે, પિતા પુત્રને, પુત્ર પિતાને, નોકર શેઠને, શેઠ નોકરને આ બધી વાતો ગુલામીના કોલકરાર સાથે થયેલા ખત દસ્તાવેજ રૂપ છે. ખેદની વાત છે કે કુરકુરીયું કુતરીને ન પૂછે, કુતરી કુરકુરીયાને ન પૂછે, કુતરો કુતરીને ન પૂછે, કુતરી કુતરાને ન પૂછે, ઘોડી ઘોડાને ન પૂછે, ઘોડો ઘોડીને ન પૂછે, ભેંશ પાડાને ન પૂછે, પાડો ભેંશને ન પૂછે, જગતનાં જાનવરો પણ સ્વાશ્રયી છે ત્યારે મનુષ્ય થઈ પરાધીનતામાં પિંજરમાં પૂરાઈ ગુલામીમાં ગુંગળાય છે !!
શંકાકાર-તિર્યંચ કરતાં માણસ વધુ સમજણવાળા ખરા કે નહિ ?
સમાધાન- હા સમજણના સંગીન સડામાં સડતો શયતાના કહીએ તો અતિશયોકતી નહિ ગણાય. પાછળ વળગતા રહ્યા ત્યારે રાજીનામું દઈને નીકળ્યા, અને નીકળો નીકળો કહે ત્યારે નીકળે એટલે રજા આપી આડા પગે નીકળ્યા. આડા પગે નીકળનારાઓને કાઢો કાઢો કહે અને ઊભા પગે જનારાઓને રહો રહો એમ કહે.
તમારે શું કહેવરાવવું છે તે કહો? હૃદયપર હાથ રાખી વિચાર કરી બોલો. આપણે નીકળ્યા, નીકળવા માટે પગ ઉપાડ્યો ત્યારે નીકળ્યા અને બીજો પકડીને કાઢે ત્યારે કાઢયો કહેવાય, કે જે વખતે આત્માની ગેરહાજરી છે. મનુષ્ય બની મડદા જેવી મહેનત કરવા ફાંકા ન મારો. આટલું હોય તો હજુ પાલવે અને મન વાળીએ કે એક વેપલો ઓછો કર્યો હતો પણ નવું દેવું કરીને વધારેલ સરંજામ મુકીને જવું અને તે બદલ આવતી જીંદગીમાં તે બદલ વ્યાજના વ્યાજ સાથે તે મંડળ આપણી પાસેથી ભરપાયા કરે. મૂર્નાઇમાં મૂઢ બનેલો મનુષ્ય પરાધિનતાના પિંજરમાં આવી ગુલામી એક ભવની નથી, બે ભવની નથી, પણ અનંતાકાળની અનંતભવમાં આવી ગુલામી ગુજારે છે છતાં ભાન નથી !
આ બાલકનીયા લડાઈ નથી કે જે જીતે તે રાજ્ય અને તે રાજ્યનું દેવું પણ લે એવું નથી. દુનિયાની સાદી કહેવત પ્રમાણે જમવામાં જગલો અને કુટવામાં ભગલો તેવી રીતે માલ મારવામાં આખુંયે કુટુંબ અને માર ખાવામાં ભાઈસાહેબ પોતે. મમતાની કારમી કુટેવ
ગાયને વાછરડું શું દાણા પુરૂ કરવાનું છે, કુરકુરીઆ કુતરીને ભોજન અપાવનાર છે કે તે કુરકુરીઆ પર મરી ફીટે છે, ભેંશ પાડા પાડી પરસ્પર એક બીજાની પાછળ ઘેલાં બને છે, તાજી વીઆયેલી ગાયને અડવા જાઓ તો શીંગડાવતી તમને મારવા ધસશે, કુતરીને અડવા જાઓ તો ફાફડી ખાશે અને તેવી રીતે ભેંશ વિગેરે બધા જાનવરોને મમતાની કુટેવનું કારમું વ્યસન પડયું છે. તે મમતામાં વાસ્તવિક તત્વ નથી છતાં દરેકે દરેક મોહનીય કર્મના ઉદયથી મમતામાં મુંઝાયા છે અને ફોગટ મારું મારું કરી મરી પડે છે. હવે વિચારો કે તમારી છોકરી પણ નવ માસ અધિક માતાના ગર્ભમાં રહે છોકરો પણ નવ માસ અધિક માતાના ગર્ભમાં રહે. રાખ્યા પછી જન્મ ન થાય ત્યાં સુધી બન્નેના ગર્ભને એકસરખા વધારવા પુરતું રક્ષણ કરવાનું, બન્નેના જન્મ આપતી વખતે જમદારનું દુઃખ દેખવાનું, અને ત્યાર બાદ દૂધ પીવરાવવામાં, દુઃખથી બચાવવામાં, ટાઢ તાપથી રક્ષણ કરાવવામાં,